લગ્ન કરે તે પહેલાં જ થઈ ગઈ હત્યા, પાંસળીઓ કાઢી નાખી ને ગળું પણ કાપી નાખ્યું

લગ્ન કરે તે પહેલાં જ થઈ ગઈ હત્યા, પાંસળીઓ કાઢી નાખી ને ગળું પણ કાપી નાખ્યું

કહેવાય છે કે, એક તરફી પ્રેમમાં માણસ પાગલ થઈ જાય છે. તેને સાચા ખોટાનું ભાન રહેતું નથી. જેને લીધે કમકમાટીભરી ઘટના સામે આવે છે. એક માથાફરેલ આશિકની કમકમાટીભરી કહાની સામે આવી છે. જેને એક તરફી પ્રેમમાં છોકરીની નિર્દયતાથી હત્યા કરી નાંખી છે. આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. દુખદ વાત એ છે કે, છોકરીની સગાઈ થઈ ગઈ છે. થોડાક દિવસ પહેલાં તેના લગ્ન થવાના હતાં. પણ હવે તેને હંમેશા માટે વિદાય લઈ લીધી છે.

આ કમકમાટીભરી ઘટના રાજસ્થાનના ઝાલાવાડના બાંકીપુર ગામની છે. જ્યાં જુબેર ખાન નામના આરોપીએ 8 ઓક્ટોબરે પોતાના પાડોશમાં રહેતી 19 વર્ષીય છોકરી પૂજાની હત્યા કરી નાંખી હતી. સનકી યુવક એક તરફી પ્રેમ કરતો હતો. જ્યારે યુવતી તેની સાથે માત્ર પાડોશી હોવાને લીધે વાત કરતી હતી. તે પણ થોડાક દિવસથી બંધ કરી દીધું હતું.

ઉલ્લેખનીય છે કે, આરોપી એટલો મોટો સનકી હતો કે, તે છોકરીની હત્યા કરવા માટે બજારમાંથી બે ચાકૂ ખરીદીને લાવ્યો હતો. જેવી છોકરી ખેતર પહોંચી તો આરોપીએ પણ ત્યાં પહોંચી ગયો હતો. આ પછી તેને ચાકૂથી હુમલો કરી લીધો છે. એક ચાકૂ યુવકે પેટમાં માર્યું જેને લીધે તેના આંતરડા બહાર આવી ગયા હતાં. આ પછી યુવકે તેના ગળા પર ચાકૂથી હુમલો કરી દીધો હતો.

થોડાંક દિવસ પહેલાં જ પૂજાના લગ્ન થયા હતાં. તે આરોપી જુબેરનો સંબંધ પણ થઈ ગયો હતો. પૂજાએ જેવી વાત કરવાની બંધ કરી તો આરોપી સતત હેરાન કરતો હતો. રસ્તામાં રોકીને છેડતી કરતો હતો. યુવતીએ ના પાડતાં તે વાત કરવાની જીદ કરતો હતો. આ અંગે બંનેના પરિવારને ખબર પડી ગઈ હતી. પણ તેમની પણ વાતચીત બંધ થઈ ગઈ હતી.

છોકરીના મોત પછી આખો પરિવાર આઘાતમાં છે. દરેક લોકો ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહ્યા છે. તે વારંવાર પોતાની દીકરીને યાદ કરી રહ્યા છે. માએ સરકારને ન્યાય માટે વિનંતી કરી છે અને આરોપીને ફાંસીની સજા આપવા માટે માંગ કરી છે.

પૂજાની માનું કહેવું છે કે, હું ગરીબ હતી. એટલે મારી દીકરીને મારી નાંખી. હવે હું ક્યાથી મારી દીકરીને લાવું. તે મજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરતી હતી. સાથે જ સ્ટડી પણ કરતી હતી. પણ તેને મારી માસૂમ દીકરીને મારી નાંખી. તે જેલમાંથી પાછો આવવો જોઈએ નહીં. તેને ફાંસીના ફંદા પર લટકાવી દો. ત્યારે સરખો ન્યાય થશે. મારી દીકરી ગ્રેજ્યુએશનના સેકન્ડ યરમાં ભણતી હતી. આગળ જતાં સરકારી નોકરીનું સપનું જોતી હતી.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *