ચમત્કારિક છે આ પથ્થર,ઝાલરિયા પથ્થર પર નાના પથ્થરના ટૂકડાથી ઠપકારો તો ઝાલર જેવો મીઠો અવાજ આવે છે.

અમરેલી; અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનાં કરીયાણા ગામમાં નદીના કાંઠે ડુંગર પર આવેલો પથ્થર ઝાલરની જેમ રણકી રહ્યો છે.. આ પથ્થર વિશે અનેક માન્યતાઓ પણ વસેલી છે. આ પથ્થરવિશે અનેક માન્યતાઓ છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન સ્વામિનારાયણ અહીં વિચરણ કરતા હતા. તેઓ આ પથ્થર પર બેસી વાંસળી પણ વગાડતા હતા

આ વિશ્વ અનેક અજીબો-ગરીબ રહસ્યો અને માનવામાં ન આવે તેવી વાસ્તવિકતાઓથી ભરેલું છે. વિશ્વમાં ઘણા એવા રહસ્યો છે જેનો તાગ મેળવવા વિજ્ઞાન પણ પાછુ પડે છે. આવો જ એક અચરજ ભર્યો પથ્થર ગુજરાતમાં આવેલો છે. આ મોટો પથ્થર ઝાલરની જેમ રણકી રહ્યો છે. જેને જોઈને અનેકો લોકો આશ્ચર્યમાં પડી જાય છે.કરીયાણા ગામે આવેલા આ પથ્થરને જોવા માટે ગુજરાતના અનેક પ્રવાસીઓ અહીંની મુલાકાત લે છે.

માન્યતા મુજબ આ પથ્થર પર ભગવાન સ્વામિનારાયણ બેસીને વાંસળી પણ વગાડતા. એકવાર સંઘ્યા સમયે આરતી કરવાનો સમય થતાં અન્ય ઝાલર કે નગારૂ કે અન્ય કોઈ વાજીંત્રો નહી હોવાથી ભગવાન સ્વામીનારાયણ દ્વારા અહીં હરિભકતોને આ પથ્થર પર વગાડતાનું કહેવમાં આવ્યું હતું. પથ્થરમાંથી ઝાલર જેવો અવાજ આવતા સૌ ભકતો પણ દંગ રહી ગયા હતા અને ભગવાન સ્વામીનારાયણ ઘ્વારા અહીં આરતી કરી હતી.

અહીં થોડો સમય પહેલા નીલકંઠવર્ણી તેમજ શાલિગ્રામ મૂકી પૂજન અર્ચન પણ કરવામાં આવી રહ્યું છે.સ્વામીજી ઘ્વારા એવું કહેવામાં આવે છે કે, ભગવાન ઘ્વારા અહી વાંસળીના સુર આ પથ્થરમાં પુરવામાં આવતા તેમાંથી ઝાલર જેવો અવાજ નીકળી રહૃાો છે. તેમજ અહી આ પથ્થર પર ભગવાન સ્વામીનારાયણ અતિ જુની અને પૌરાણિક રમત હાંડા હાંડી અહીના ગોવાળો સાથે રમતા.

ઝાલરિયા પથ્થર પર નાના પથ્થરના ટૂકડાથી ઠપકારો તો ઝાલર એવો મીઠો અવાજ આવે છે.દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ઘ અહેવાલ મુજબ એવી પણ વાત છે કે થોડા વર્ષો પહેલા વડતાલ મંદિરના સંતોએ પથ્થરનો થોડો ભાગ કાપીને વડતાલ લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો. કાપેલા પથ્થરના ભાગને તળાવની ધાર પરથી નીચે લાવીને વાહનમા મુકતાની સાથે પથ્થરનો રણકાર ઘટી ગયો હતો, જેથી સંતો તેને નીચે મુકી જતા રહ્યાં હતા.ભક્તો દ્વારા આ ઝાલરિયા પથ્થરની પૂજા પણ કરવામાં આવે છે.

error: Content is protected !!