દારૂ પીને ભાન ભૂલી યુવતીઓ, પોલીસને પણ જેમ ફાવે તેમ ગાંળો ભાંડી, પછી થયા આવા હાલ
એક ચોંકાવી દેતો બનાવ સામે આવ્યો છે. નશામાં ધૂત ત્રણ યુવતીઓએ ભાન ભૂલી રોડ પર જોરદાર હંગામો કર્યો હતો. આ યુવતીઓએ ઓલા ડ્રાઈવર સાથે ગાળાગાળી કરી તેની કાર પર કબ્જો જમાવી લીધો હતો. હંગામા બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. એક યુવતીએ પોલીસનો કોલર પકડીને લીધો હતો અને ગાળો પણ ભાંડી હતી. આ ઘટનાનો વીડિયો વાઈરલ થતાં લોકો આ યુવતીઓ પર ફીટકાર વર્ષાવી રહ્યા છે.
આ મામલો માયાનગરી મુંબઈનો છે. જેમાં નશામાં ધૂત ત્રણ યુવતીઓએ રસ્તા વચ્ચે હંગામો મચાવ્યો હતો.આરોપ છે કે તેણે ઓલા કારના ડ્રાઈવરને તેની કારમાંથી ખેંચીને બહાર કાઢ્યો અને કારનો કબજો જાતે જ લઈ લીધો. ડ્રાઈવર સાથે ગાળાગાળી પણ કરી હતી અને તેણે તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને કારમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો.
એટલું જ નહીં તેણે ઘટનાસ્થળે પહોંચેલા પોલીસકર્મી સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. પોલીસનો શર્ટ પકડી લીધો હતો. આ કેસમાં ત્રણેય યુવતીઓ સામે નશાની હાલતમાં હંગામો મચાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ ત્રણેય પોલીસ કસ્ટડીમાં છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઓલા ડ્રાઈવરે વીડિયો ઉતારી લીધો
આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. જેને ઓલા ડ્રાઈવરે ખુદ શૂટ કર્યો હતો. આ વીડિયોના આધારે ત્રણ યુવતીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. વીડિયોના અંતમાં એક યુવતી રોડ પર પોલીસકર્મી સાથે દુર્વ્યવહાર કરતી જોવા મળે છે. જો કે બીજી તરફ પોલીસકર્મી પોતાની ફરજ બજાવતા યુવતીને સમજાવતો જોવા મળે છે.
પહેલાં પણ આવા મામલા સામે આવ્યા છે
ઉલ્લેવનીય છે કે આ પહેલાં પણ મુંબઈ કાયદાના ઉલ્લંઘનના આવા મામલા સામે આવી ચૂક્યા છે. દારૂ પીને રોડ પર ઝઘડા કરનારા લોકો સામે મુંબઈ પોલીસ કડક કાર્યવાહી કરતી હોય છે. હવે જોવાનું એ રહ્યું કે આ કેસમાં પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે. હાલ ત્રણેય પોલીસ કસ્ટડીમાં છે.નશામાં ત્રણ યુવતીઓ ગામ માથે લીધું,, જાહેરમાં રોડ પર પોલીસનો કાંઠલો પકડી લીધો, જેમ ફાવે તેમ ગાળો ભાંડી, પછી પોલીસે કરી આવી હાલત