22 વર્ષીય કોલેજીયન યુવતીએ ફાંસી પર લટકીને જીવન ટૂંકાવી લીધું, સુસાઈડ નોટમાં લખ્યુ- ‘હું દુનિયાથી કંટાળી ગઈ છું. આ દુનિયા બહુ સ્વાર્થી છે’

જીવન ખૂબ સુંદર હોય છે. તે દરેક લોકોને સરળતાથી મળતી નથી. પરંતુ હજુ પણ કેટલાક લોકો તેની કિંમત સમજી શકતા નથી અને આત્મહત્યા કરીને પોતાનું જીવન સમાપ્ત કરી લે છે. હવે બાળકો અને યુવાનોમાં આત્મહત્યાના કિસ્સાઓ પણ વધવા લાગ્યા છે. તેઓ પોતાની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આત્મહત્યા જેવું મોટું પગલું ભરે છે. કેટલાક મરતા પહેલા સુસાઈડ નોટ પણ લખે છે, જેનાથી ઘણા ખુલાસા થાય છે. આ સાથે, મૃતકની માનસિક સ્થિતિ પણ જાહેર થાય છે.

રાજસ્થાનના ચુરુમાં એક 22 વર્ષની યુવતીએ ફાંસી પર લટકીને આત્મહત્યા કરી લીધી. તે બીએસસી નર્સિંગ ત્રીજા વર્ષની વિદ્યાર્થીની હતી. યુવતીની ઓળખ પ્રિયંકા કાટેવા તરીકે થઈ છે. પ્રિયંકા ઝુંઝુનુની રહેવાસી હતી અને ધર્મસ્તૂપની પાસેના ઈન્દ્ર માર્કેટમાં એક મકાનમાં ભાડે રહેતી હતી. આત્મહત્યાના એક દિવસ પહેલા, તેણીની પરીક્ષાનું પરિણામ આવ્યું જેમાં તેણી ફર્સ્ટ ડિવીઝનમાં પાસ થઈ હતી.

રવિવારે સવારે પ્રિયંકા લાંબા સમય સુધી રૂમમાંથી બહાર નીકળી ન હતી. મકાન માલિકે દરવાજો ખખડાવ્યો ત્યારે અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. પછી તેણે બારીમાંથી ડોકિયું કર્યું અને પ્રિયંકાની લાશને પંખા સાથે લટકતી જોઈને ચોંકી ગયો હતો. જલ્દીથી પોલીસને જાણ કરવામાં આવી અને સીઓ સિટી મમતા સારસ્વત, કોટવાલ સતીશ કુમાર યાદવ ઘટનાસ્થળે પહોંચી ગયા. તેઓએ પ્રિયંકાના રૂમની તલાશી લીધી અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો.

પોલીસને પ્રિયંકાના રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી હતી. આ નોટમાં લખ્યું હતું – ‘હું દુનિયાથી કંટાળી ગઈ છું. આ દુનિયા બહુ સ્વાર્થી છે. ભલે તમે ગમે તેટલાં સારા હોવ, પણ લોકો તમને સમજતા નથી. પોતાના મમ્મી પપ્પા માટે પ્રિયંકાએ સુસાઈડ નોટમાં લખ્યુ છે,’બાળપણથી તમે લોકોએ જે રીતે મારી બધી જ ભુલોને માફ કરી છે, તે જ રીતે આ ભુલને પણ માફ કરી દેજો. માતા-પિતાની જેવો પ્રેમ કોઈ કરતું નથી. આઈ લવ યુ મમ્મી-પપ્પા એન્ડ ઓલ માય ફેમિલી, કંઈક તો લોકો કહેશે તેમનું કામ છે કહેવાનું…’

જે લોકો પ્રિયંકાને જાણતા હતા તેમણે જણાવ્યું કે તેના નર્સિંગ બીજા વર્ષનું પરિણામ શનિવારે આવ્યું. તે જ સાંજે તેણે તેના પરિવારના સભ્યો સાથે પણ ફોન પર વાત કરી. પરંતુ તે પછી શું થયું તે કોઈ જાણતું નથી. બીજી તરફ પ્રિયંકાના મકાન માલિકનું કહેવું છે કે શનિવારે રાત્રે તેના ઘરના સભ્યની તબિયત બગડી હતી. પ્રિયંકાએ તેને ડ્રિપ પણ ચડાવ્યુ હતું. પછી તે સંપૂર્ણપણે સામાન્ય લાગતી હતી. મને ખબર નથી કે તેણે આટલું મોટું પગલું કેમ ભર્યું.

હાલમાં પ્રિયંકાની આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણી શકાયું નથી. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે પ્રિયંકાને શું થયું કે તે ફાંસી પર લટકી ગઈ. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તો, પ્રિયંકાના પરિવારના સભ્યોને હજુ પણ ખાતરી નથી કે તેમની પુત્રી હવે આ દુનિયામાં નથી.

error: Content is protected !!