ધીકતી કમાણી છોડીને માત્ર 26ની ઉંમરમાં આ મહિલા બની ગઈ ગામની સરપંચ

તમને સાંભળની થોડું વિચિત્ર લાગશે કે, કેવી રીતે કોઈ ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યા પછી રાજનીતિમાં આવી શકે છે? પણ આ વાત સાચી છે. ગયા વર્ષે અલવરમાં રહેતી પ્રિયંકા પોલિટિકલ સાયન્સની સ્ટડી કર્યા પછી ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો અને નોકરી ના કરીને ગામડે આવીને તે મહિલાઓની સ્થિતિ અને ગામની દશા બદલવા માટે સરપંચ બની ગઈ હતી.

પ્રિયંકા નરુકા અલવર જિલ્લાના થાનાગાઝી વિસ્તારના અબજપુરા ગામની રહેવાસી છે. પોલિટીકલ સાયન્સની સ્ટડી કર્યા પછી પ્રિયંકા જયપુરના એલએન ઇન્સ્ટિટ્યૂટ જ્યોતિ બાઇ ફુલે યુનિવર્સિટીથી ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કરે છે. સ્ટડી દરમિયાન તે જયારે જ્યારે પોતાના ગામડે આવતી હતી.

ત્યારે તે દૂર-દૂરથી મહિલાઓને હેંડપંપ અને બોરમાંથી પાણી લાવતાં જોતી હતી. આ વાત પ્રિયંકાને ખૂબ જ ખરાબ લાગી હતી. એટલે તેમણે ફેશન ડિઝાઇનિંગમાં પોતાના કરિયરને આગળ ના વધાર્યું અને તે રાજનીતિમાં આવી ગઈ.

રિપોર્ટ મુજબ પ્રિયંકાએ ચૂંટણી લડતી વખતે મહિલાઓને કહ્યું હતું કે, વર્ષોથી પુરુષ નેતા જ ચૂંટાય છે. એક વાર તેમને પણ તક જરૂર આપવામાં આવે. જેથી તે મહિલાઓના હિતમાં કંઈ કરી શકે. 26 વર્ષની પ્રિયંકા પહેલીવારમાં જ ચૂંટણી જીતી ગઈ હતી. તે પોતાની મહેનત અને દૃઢ સંકલ્પને લીધે સફળ થઈ અને પોતાના ગામની સરપંચ બની ગઈ હતી.

હવે પ્રિયંકા પોતાના ગામમાં સ્કૂટી પર જોવા મળે છે. બદલાવના ક્ષેત્રમાં તેમની પહેલી પ્રાથમિકતા છે પાણી અને વીજળીની સમસ્યાને દૂર કરવી જેથી મહિલાઓને દૂર-દૂર સુધી જઈને પાણી ભરવું પડે નહીં. આમ તો તેમના માટે રસ્તો બનાવવો ખૂબ જ મુશ્કેલ છે. પણ યુવાવાળું જોશ ઓછું નથી. કેમ કે આપણાં દેશના યુવાઓ આ તસવીર બદલવાનું દમ રાખે છે. તે જરૂર આમાં સફળ થશે.

error: Content is protected !!