આ છે પત્રકાર પોપટલાલની પત્ની, ભાગ્યે જ જોવા મળે છે જાહેરમાં

મુંબઈઃ ટીવીની કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ સિરિયલના દરેક કેરેક્ટર દર્શકોના દિલમાં વસેલાં છે. પછી ભલે જેઠાલાલ હોય કે, બાપૂજી હોય કે, ભીડે અને માઘવી તો બબીતા અને ઐય્યરની જોડી હોય આ દરેક કેરેક્ટર લોકોની જિંદગીનો ભાગ બની ચૂક્યા છે, પણ આ દરેક કલાકારોમાં એક કલાકાર પોપટલાલ જે હંમેશા સિરિયલમાં પોતાના લગ્ન અંગે ચિંતિત રહે છે.

દરેકની દુનિયા હલાવનારા ગોલ્ડન ક્રો એવોર્ડ વિનર વરિષ્ઠ યુવા પત્રકાર પોપટલાલનું એક જ સપનું છે કે, જલદી કોઈ કુંવારી છોકરી મળી જાય જેની સાથે તે લગ્ન કરી શકે.

સોસાયટીમાં રહેતાં દરેક સદસ્યની આ જવાબદારી છે કે, તે પોપટલાલ માટે છોકરી શોધે. જો સોસાયટીમાંથી કોઈ આ વાત ભૂલી જાય તો પત્રકાર પોપટલાલ ખુદ તેમને યાદ કરાવવાનું ભૂલતાં નથી.


પત્રકાર પોપટલાલનો રોલ પ્લે કરનારા કલાકારનું નામ છે શ્યામ પાઠક. તમને જાણીને નવાઈ લાગશે કે શ્યામ કલાકાર નહીં પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માગતાં હતાં, પણ તેમને એક્ટિંગનો એવો શોખ ચઢ્યો કે, તેમણે CAની સ્ટડી અધુરું મૂકી દીધું અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લઈ લીધું.

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં સ્ટડી દરમિયાન તેમની મુલાકાસ રેશમી સાથે થઈ. બંને એખ સાથે ક્લાસમાં સ્ટડી કરતાં હતાં. શ્યામ, રોશનીને પોતાનું દિલ આપી બેઠા અને વાત લગ્ન સુધી પહોંચી ગઈ. પછી બંનેએ અગ્નિની સાક્ષીએ સાત ફેરા લીધા હતાં. હવે તેમને બે દીકરી અને એક દીકરો છે.

શ્યામ પાઠકે પોતાના કરિયરની શરૂઆત તાઇવાન ભાષાની ફિલ્મથી કરી હતી. આ પછી તેમણે ‘જશોદાબેન જયંતીલાલ જોશની જોઈન્ટ ફેમિલી’, ‘સુખ બાય ચાન્સ’ સહિતની સિરિયલમાં કામ કર્યું. જોકે, તેમને અસલી ઓળખ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’થી મળી હતી.

error: Content is protected !!