હવે રહસ્ય આવ્યું બહાર, ડંખ માર્યા બાદ કોબ્રા કેમ મરી ગયો? બાળકને કેમ કંઈ ન થયું?, વાંચીને ચોંકી ન જતા

એક ખૂબ જ આશ્ચર્ય પમાડતો અને વિશ્વાસ ના આવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલમાં જ એક ચાર વર્ષીય બાળકને સાપે ડંખ માર્યો હતો. ચાર વર્ષના બાળકનો વાળ પણ વાંકો ના થયો, પરંતુ ચોંકાવનારી વાત ત્યારે સામે આવી. જ્યારે બાળકને ડંખ માર્યા બાદ સાપનું તડપી તડપીને મોત થયું હતું. આ મામલો સામે આવ્યા બાદ આખા વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયો, જેણે પણ આ વાત સાંભળી તે વિશ્વાસ જ ન કરી શક્યો કે આખરે શું થઈ રહ્યું છે, લોકોના મનમાં ઘણા સવાલો ઉઠવા લાગ્યા છે કે આ કેવી રીતે થઈ શકે. તો ચાલો જાણીએ

બિહારના ગોપાલગંજ જિલ્લાના એક ગામમાં આ ઘટના બની હતી. 4 વર્ષનો અનુજ કુમાર મામાના ઘરની બહાર રમી રહ્યો હતો ત્યારે સાપે તેને ડંખ માર્યો હતો.અનુજની વાત સાંભળીને અમારા પરિજનોના હોશ ઉડી ગયા હતા, અને પરિવારના સભ્યો તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં બાળકની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી.

જોકે, સર્પદંશનો ભોગ બનેલા બાળકની હાલત ગંભીર બનતા બાળકને વધુ સારી સારવાર માટે ડોક્ટર દ્વારા ગોરખપુર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. હવે બાળકની તબિયત સારી છે, તે ઘરમાં બાળકો સાથે રમતો અને કિલકિલાટ કરતો જોવા મળે છે, જ્યાં ગઈકાલ સુધી પરિવારના સભ્યોના ચહેરા પર મૌન અને ચિંતાની રેખાઓ હતી, હવે બધા તેમના ચહેરા પર ખુશી જોવા મળે છે.

સાપ કેમ કરી ગયો?
આ ઘટનાની જાણ થયા બાદ બાળકની પાસે સાપ બચાવનાર જમશેર નામનો શખ્સ આવ્યો હતો. આ મામલે જમશેરે જણાવ્યું કે બાળકને સાપે ડંખ જરૂર માર્યો હતો પરંતુ સાપે પોતાનું તેનું ઝેર તેમાં ઓક્યું નહોતું. આજ કારણે બાળક પર સર્પદંશની ખાસ કંઈ અસર નહોતી થઈ.

ઝેર ના છોડી શક્યો
સાથે સાથે એ પણ જણાવ્યું કે સાપ એટલા માટે મરી ગયો, કારણ કે તે પહેલેથી જ બીમાર અને નબળો હતો. તેને કોઈ અન્ય પ્રાણીએ ઈજા પહોંચાડી હશે, જેના કારણે તેની હાલત એકદમ નાજુક હતી. સાપમાં એ હદે નબળાઈ આવી ગઈ હતી, ડંખ માર્યા બાદ તે પોતાનું ઝેર પણ છોડી શક્યો નહતો.

તમને જણાવી દઈએ કે સાપનું ઝેર તેના માથામાં હોય છે. ગેહૂઅન પ્રજાતિનો સાપ ડંખ મારે પછી અનેક લક્ષણો જોવા મળે છે, જેમાં પેટમાં દુખાવો, ઉલટી, ઉંઘ આવવી, ગળા સુકાવા અને સોજો પણ આવે છે.મોટો ઘટસ્ફોટ: કરડ્યા બાદ સાપ 30 સેકન્ડમાં કેમ મરી ગયો અને બાળક કેમ જીવતો રહ્યો? વાંચીને નહીં થાય વિશ્વાસ

error: Content is protected !!