મોરબી-માળીયા હાઇવે બન્યો રક્તરંજિત, ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના 4-4 સભ્યોના મોત, જુઓ તસવીરો

મોરબી-માળીયા હાઇવે આજે રક્ત રંજીત બન્યો છે. માળિયાના અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે સર્જાયેલા વિચિત્ર ત્રિપલ અકસ્માતમાં એક ગાડીનું ટાયર ફાટતા બીજી ગાડી સાથે અથડાઇ, ત્યારબાદ કચ્છ તરફ જતા ટેમ્પો સાથે અથડાઇ હતી. જેમાં મોરબીના લોહાણા પરિવારના ચાર સભ્યો સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે. જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ લોહાણા પરિવાર સામખીયારી નજીક કટારીયા ગામે માતાજીના દર્શન કરી પરત રહ્યો હતો. આ અકસ્માતમાં રાજ્ય સરકારે મૃતકોને ચાર લાખની સહાય અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય જાહેર કરી છે.

માતા-પિતા, પુત્રી અને ભાણેજનું મોત
મોરબી-માળીયા હાઇવે ઉપર અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે આવેલી હોટલ પાસે કારનું ટાયર ફાટતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં સામખીયારી નજીક કટારીયા ગામે માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા મોરબીના વકીલ પીયૂષ રવેશિયાના માતા-પિતા અને તલાટી બહેનનું મોત નીપજ્યું હતું. મૃતકોમાં મહેન્દ્ર પ્રાગજીભાઈ રવેશિયા, સુધાબેન મહેન્દ્રભાઈ રવેશિયા, મહેન્દ્રભાઈના પુત્રી જિજ્ઞાબેન જિગરભાઈ જોબનપુત્રા અને જિજ્ઞાબેનના પાંચ વર્ષના બાળકનું તેમજ માધાપર કચ્છના ભુડિયા જાદવજીભાઈ રવજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.

ટેમ્પોમાં સવાર 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત
આ અકસ્માતમાં કારનું ટાયર ફાટયા બાદ સામે અન્ય એક કાર સાથે અકસ્માત થવાની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરી પરત ફરી રહેલા કચ્છના પરિવારની ટેમ્પો ટ્રાવેલ્સ પણ અકસ્માતનો ભોગ બનતા ટેમ્પો ટ્રાવેલ્સમાં સવાર 7 લોકોને ઇજાઓ પહોંચી હતી.

સમાજના અગ્રણીઓ સિવિલ હોસ્પિટલ દોડી ગયા
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તલાટી જિજ્ઞાબેન જોબનપુત્રા મોરબીના ભળીયાદ ખાતે ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે. આ ગંભીર અને ગમખ્વાર અકસ્માતની જાણ થતાં રાજ્યમંત્રી મેરજા, સહકાર અગ્રણી મગન વડાવીયા અને મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ મોરબી સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.

મૃતકોને 4 લાખની સહાય
આ અકસ્માત અંગે બ્રિજેશભાઈ મેરજાએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓએ તાકીદે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે વાતચીત કરી હતી. તેઓએ મુખ્યમંત્રીને સહાય અંગે રજૂઆત કરી હતી. ત્યારે મુખ્યમંત્રીએ આ મૃતકોને સરકાર તરફથી રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજાર સહાય આપવાની જાહેરાત કરી છે.માતાજીના દર્શન કરીને પરત ફરતા હતાને કારનું ટાયર ફાટતા અન્ય વાહન સાથે ધડાકાભેર અથડાઈ, માતા-પિતા, પુત્રી અને ભાણેજ સહિત પાંચના મોત, જોનારાઓ પણ હચમચી ગયા

error: Content is protected !!