મામા-મામી વહાલસોયા ભાણિયાને લઈ પતંગ લેવા ગયા અને ત્રણેયને મોત મળ્યું

આખું ગુજરાત જ્યારે હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણ મનાવી રહ્યું છે ત્યારે એક પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. ભાણિયા માટે પતંગ ખરીદી કરવા જઈ રહેલા મામા-મામીની બાઈકને કારે ટક્કર મારી હતી. જેમાં મામા-મામી અને ભાણિયાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ આઘાતજનક બનાવને પગલે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાય ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના શહેરના તાલુકાના સાદરા ગામમાં રહેતા અરવિંદભાઈ માછી ઉં.વ. 26 ,પત્ની કલ્પના માછી ઉં.વ. 26 ઉત્તરાયણનો તહેવાર મનાવવા બીલીઠા ગામે અરવિંદની બહેનના ઘરે આવ્યા હતા.

દરમિયાન દંપત્તિએ વહાલસોયા 11 વર્ષીય ગૌરવને ઉત્તરાયણ નિમિત્તે પતંગ,દોરી અને કપડાની ખરીદી કરવાનું નક્કી કરતા ત્રણે અરવિંદના બાઈક પર બાલાસિનોર આવવા માટે નીકળ્યા હતા.ત્યારે સામેથી આવતી સ્કોર્પિયો કારના ચાલકે અરવિંદના બાઇકને ટક્કર મારતા ત્રણે ઉછળી જમીન પર પછડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!