પત્નીનો ફોન બગડતા પતિએ પત્નીનું સીમકાર્ડ નાખ્યું પોતાના ફોનમાં અને ફૂટ્યો મોટો ભાંડો

વડોદરાઃ લગ્ન પછીના પ્રેમ સંબંધો મુશ્કેલી ઉભી કરી દેતા હોય છે આવી જ એક ઘટના વડોદરામાં બની છે જેમાં પ્રેમિકાની જાળમાં ફસાયેલા પ્રેમીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આણંદના ભાટીપુરાનો યુવક સમજી નહોતો શક્યો કે તેની પરિણીત પ્રેમિકાએ તેને પ્રેમ કરવા નહીં પરંતુ જાળમાં ફસાવવા માટે બોલાવી રહી છે. આણંદથી વડોદરા પહોંચેલા યુવકને પરિણીતા અને તેના પતિએ ભેગા થઈને મોતને ઘાટ ઉતારી દીધો છે.

ઘટનાની વિગત અનુસાર, વડોદરાના અનગઢ ગામમાં રહેતા રાજુના લગ્ન લગભગ દોઢેક વર્ષ પહેલા આણંદના સારમખા ગામના શિવાની સાથે થયા હતા. શિવાનીનો તેના ગામમાં રહેતા મિલન સાથે પ્રેમ સંબંધ હતો. લગ્ન બાદ શિવાનીએ પિયરમાં આવ્યા બાદ પણ તેના પ્રેમી સાથે વાતચીત ચાલુ રાખી હતી. શિવાનીના રાજુને પોતાની પત્નીના લગ્નેત્તર સંબંધો વિશે જાણવા મળતા તેને આઘાત લાગ્યો હતો

જ્યારે શિવાનીનો ફોન બગડ્યો ત્યારે રાજુએ તેનું સીમકાર્ડ પોતાના ફોનમાં લગાવ્યું હતું. આ પછી હાય.. મેસેજ આવતા રાજુને શંકા પડી હતી અને તેણે આ નંબર પર આવેલી ચેટ ચેક કરતા તેનો પિત્તો ગયો હતો અને તેણે શિવાનીના પ્રેમી સંજયને ઘરે બોલાવવાનો પ્લાન બનાવ્યો હતો.

શિવાનીના પ્રેમીને ફોન કરી ઘરે બોલાવ્યો અને ઘરે પહોંચ્યા બાદ શિવાનીના પ્રેમીએ પતિ રાજુ પાસે શિવાનીની તસવીરો માંગતા મામલો વધ્યો હતો. જેને કારણે ગુસ્સામાં રાજુએ શિવાનીના પ્રેમીને માથામાં લાકડાનો ફટકો માર્યો હતો જેને કારણે તેને લોહી પણ નીકળી રહ્યુ હતુ અને તે બાદ શિવાનીએ તેના પ્રેમીને ઝેરી દવા પીવડાવી ઘરની બહાર ધકેલી દીધો હતો.

શિવાનીના પ્રેમી સાથે તેનો એક મિત્ર ધર્મેન્દ્રકુમાર પણ આવ્યો હતો અને કલાકો સુધી રાહ જોયા બાદ મિલન પરત ના ફરતા ધર્મેન્દ્રકુમારે ફોન કર્યો હતો અને ધર્મેન્દ્રનો ફોન આવતા ચાલવાના હોશ ના હોવા છતાં સંજય લથડીયા ખોતો ધર્મેન્દ્ર પાસે પહોંચ્યો હતો. અને તેના મિત્રએ 108 એમ્બ્યુલન્સ બોલાવી અને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો જયાં ડોક્ટરએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટના બાદ શિવાનીનાપ્રેમીના મિત્રએ શિવાની અને તેના પતિ વિરૂદ્ધ નંદેસરી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે હત્યાની ઘટનામાં દંપતીની ધરપકડ કરી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!