કાર અટકાવતા બે શખ્સો ગભરાઈ ગયા, પોલીસે ચેકિંગ કર્યું તો અધધ રૂપિયાના બંડલો મળ્યા, પોલીસની આંખો પણ ફાટી રહી ગઈ

ગુજરાતમાં એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. રાજસ્થાનના બીછીવાડા અને રતનપુર બોર્ડર પોલીસ સ્ટાફના માણસો ચેકીંગની કામગીરી કરી રહ્યાં હતા. ત્યારે નાકાબંધી દરમિયાન એક ગાડી દિલ્હીના પર્સિંગ વાળી રતનપુર બોર્ડર પાસે પસાર થતા પોલીસે તેને ચેક કરવા માટે રોકી હતી. જેથી તપાસ દરમિયાન પોલીસે તેમના નામ પૂછતાં બંને ઈસમો ગભરાઈ ગયા હતા.

જેમાં પોલીસ તપાસમાં મળતી માહિતી પ્રમાણે બંને યુવાનો રૂપિયા 4 કરોડથી વધુની રકમ કારમાં મુકી દિલ્હીથી અમદાવાદ લઈ જઈ રહ્યાં હોવાનું સામે આવ્યું છે. જેમાં એક 46 વર્ષીય ઈસમ પટેલ નીતિનકુમાર છગનલાલ જે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કલ્યાણપુરનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. ત્યારે બીજા ઈસમ જે 35 વર્ષ નો હતો. જેને પોતાનું નામ રાજપૂત રણજિત સિંહ રુપચાદ જે પાટણ જિલ્લાના બબાસણા ગામનો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.

પોલીસે ગાડીમાં તપાસ દરમિયાન બંને યુવકને ગાડીમાં શું છે એ પૂછતા બંને યુવકો એકબીજાની સામું જોઈ રહ્યાં હતા. જેથી પોલીસને શંકા જતા ગાડીની અંદર તપાસ કરી હતી. જેમાં તપાસ દરમિયાન ગાડીની સીટ નીચે મૂકવામાં આવેલી મેટિન એકના ઉપર એક મુકવામાં આવી હતી. જેથી પોલીસે મેટિન ખોલીને જોતા ગાડીનો અંદરનો ભાગ પોલાણ વાળો હોવાનું જાણવા મળતા તેઓ ગાડીમાં વધુ તપાસ કરતા અંદરથી બોક્સ જોવા મળ્યા હતા.

જેથી પોલીસે સીટના બોલ્ટ ખોલી તાપસ કરતા નીચેથી લોકર મળ્યા હતા. જેથી પોલીસે પટેલ નીતિન પાસે લોકરની ચાવી માંગતા નીતિને સીટના નીચેથી ચાવી નીકાળી પોલીસને આપી હતી. ત્યારબાદ લોકરમાં પડેલી 500 ની નોટો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસ તપાસ દરમિયાન લોકરમાંથી 500 અને 2000 ની નોટોના બંડલની થપ્પી જોતા પોલીસ ચોકી હતી. ત્યારબાદ નોટોને બહાર કાઢી ગણવામાં આવતા જેમાં 500 અને 2000 ની નોટોનું બંડલ જોવા મળ્યું હતુ. જેમાં પોલીસ કુલ રૂપિયા 4 કરોડ 49 લાખ 99 હજાર 500 રૂપિયા અને એક ગાડી જપ્ત કરી હતી.

પોલીસ તપાસમાં મળતી માહિતી પ્રમાણે બંને યુવાનો આ 4 કરોડ થી વધુની રકમ કારમાં મુકી દિલ્હીથી અમદાવાદ લઈ જઈ રહ્યાં હોવાનું સામે આવ્યું હતું.ગુજરાતનો બનાવ: કારની સીટ નીચે હતું સિક્રેટ લોકર, ખોલીને જોયું તો પોલીસની આંખો પણ ફાટી રહી ગઈ…ગણી ગણીને પોલીસ પણ થાકી ગઈ એટલા રૂપિયા નીકળ્યા

error: Content is protected !!