સાચા ભારતીય હશો તો તમને ખબર હશે કે શહીદ ભગત સિંહ-રાજગુરુ-સુખદેવના મૃતદેહો સાથે શું થયું હતું?

ક્રાંતિકારી રામ પ્રસાદ બિસ્મિની આ લાઈન આઝાદીનો જુસ્સો ભરવા માટે પૂરતી હતી. આઝાદીના આ નારાને ત્રણ ક્રાંતિકારી શહીદ ભગત સિંહ, રાજગુરુ તથા સુખદેવે સાચું સાબિત કર્યું હતું. ભારતને આઝાદી અપાવવામાં શહીદ ભગત સિંહ, રાજગુરુ તથા સુખદેવે મહત્વની ભૂમિકા ભજવી હતી. આઝાદી માટે આ ત્રણેય ફાંસીના માચડે ચઢી ગયા હતાં. ભલે આ ક્રાંતિકારી આઝાદ ભારતમાં શ્વાસ ના લઈ શક્યા પરંતુ તેમની કુરબાની પાછળ એક વાત જરૂર છે.

દેશની આઝાદીમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર શહીદ ભગત સિંહ, રાજગુરુ તથા સુખદેવના ક્રાંતિકારી કિસ્સાઓથી ઈતિહાસના અનેક પુસ્તકો ભરાયા છે. જોકે, આજે અમે આ ક્રાંતિકારીઓના જીવનના એક મહત્વના રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈએ છીએ, જે દરેક ભારતીય માટે જાણવો જરૂરી છે.

શું તમને ખબર છે કે શહીદ ભગત સિંહ, રાજગુરુ તથા સુખદેવના પાર્થિવ દેહને બે વાર કેમ સળગાવવામાં આવ્યો હતો? તમને ખ્યાલ નથી તો આજે અમે જણાવીએ છીએ.આ વાત સાચી છે કે શહીદ ભગત સિંહ, રાજગુરુ તથા સુખદેવના પાર્થિવ દેહને બેવાર સળગાવવામાં આવ્યા હતાં. આની પાછળનું કારણ આ ક્રાંતિકારીઓને સન્માન આપવાનું હતું.

ખરી રીતે, આ ત્રણેય ક્રાંતિકારીઓને મારવા અંગ્રેજો માટે સરળ નહોતું અને તેથી જ તેમણે વિશ્વાસઘાતથી તેમને માર્યાં હતાં. અંગ્રેજોએ જનતાના વિદ્રોહના ડરથી ફાંસી નક્કી કરેલી તારીખ પહેલાં એટલે કે 23 માર્ચ, 1931ના રોજ આપી દીધી હતી.

શહીદ ભગત સિંહ, રાજગુરુ તથા સુખદેવને ફાંસીએ ચઢાવ્યા બાદ બેરહેમ અંગ્રેજોએ તેમના શરીરના ટુકડા કરીને સતલજ નદીના કિનારે હુસૈનીવાલા નામની જગ્યાએ લઈ જઈને ઘણી જ અપમાનજનક રીતે સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે દેશવાસીઓને આ વાતની જાણ થઈ ત્યારે હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતાં. આ ભીડમાં લાલા લજપતરાયની દીકરી પાર્વતી તથા ભગતસિંહની બહેન બીબી અમર કૌર પણ હતાં.

બેકાબૂ ભીડને પોતાની નજીક જોતા જ અંગ્રેજો અર્ધબળેલા શબને ત્યાં જ મૂકીને ભાગી ગઈ હતી. પછી લોકોએ સળગતી ચિતામાંથી શબો બહાર કાઢ્યા હતાં અને પછી વીર સપૂતોના અંતિમ સંસ્કાર લાહોર સ્થિત રાવી નદીના કિનારે કરવામાં આવ્યા હતાં.

લાહોરમાં શહીદોના માનમાં નીકળી હતી અંતિમ યાત્રા
24 માર્ચે સાંજે શહીદ ભગત સિંહ, રાજગુરુ તથા સુખદેવના સન્માનમાં લાખો લોકો લાહોર સ્થિત રાવી નદીના કિનારે ભેગા થયા હતાં અને પછી પૂરા માન સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. આ સત્ય ઘટનાનો ઉલ્લેખ શહીદ સુખદેવના ભાઈ મથુરાદાસે પોતાના પુસ્તક ‘મેરે ભાઈ સુખદેવ’માં કર્યો હતો.

error: Content is protected !!