ગુજરાતનો શોકિંગ કિસ્સો, લગ્ન મંડપમાં ચાલતી હતી ફેરાની તૈયારીને, થઈ પહેલી પત્નીની એન્ટ્રી, અને પછી….

પતિ-પત્ની વચ્ચે એક અનોખો સંબંધ હોય છે, એકબીજા કાળજી લેતા હોય છે. કહેવાય છે કે પતિ-પત્નીનો સંબંધ વિશ્વાસના પાયા પર ટકે છે અને આ ભરોસો પતિ-પત્ની બંનેનો સંબંધ 7 જન્મો સુધી ટકી રહે છે, પરંતુ જ્યારે આ વિશ્વાસમાં દગો થાય છે ત્યારે આ સંબંધ અર્થહીન સાબિત થાય છે. આવો જ એક ચોંકાવનારો અને સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. જયાં પહેલેથી પરણેલ એક યુવક લગ્નની તૈયારી ચાલી રહી હતી અને ત્યાં પહેલી પત્ની આવી ચડી હતી અને હોબાળો મચાવ્યો હતો. જેના કારણે લગ્ન મોકૂફ રહ્યા હતા. અને દુલ્હો સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ગ્રામીણ વિસ્તાર નાર ગામે એક યુવકને લગ્ન મોકૂફ રાખવા પાડ્યા હતા. મૂળ સોજીત્રાનો વતની હાલ બાકરોલમાં રહેતા યુવક પાર્થ પટેલે બાકરોલ ગામની યુવતી સોનલ (નામ બદલ્યું છે) સાથે કાયદેસરના લગ્ન 20119ના વર્ષમાં કર્યા હોવા છતાં નાર ગામની અન્ય યુવતી સાથે લગ્ન કરવા ગઈકાલે રાત્રીએ પહોંચ્યો હતો.

જ્યાં પાર્થ પટેલની પ્રથમ પત્ની સોનલ તેના પરિવારના સભ્યો સાથે પહોંચ્યો હતા અને હોબાળો મચાવ્યો હતો.લગ્ન સમયે પ્રથમ પત્ની સોનલ આવી પહોંચતા પાર્થ પટેલ પરણિત હોવાનો ભાંડો ફુટ્યો હતો અને લીધેલ લગ્ન મોકૂફ રાખવા પડ્યા હતા.

આ દરમિયાન તેજ સમયે પાર્થ પટેલના પક્ષકાર તરીકે મૂળ અમદાવાદ વસીમખાન નામના શખ્સએ આ હોબાળા દરમિયાન પીડિતા સોનલના પરિવારજનોને રિવોલ્વોર બતાવી રોફ જમાવ્યો હતો.

તેમજ પાર્થ પટેલે છૂટાછેડાના કોર્ટ નિર્ણય અંગે પીડિતા એ કોઈ કોર્ટ કાર્યવાહી થઈ નથી તેમ જણાવ્યું હતું. પેટલાદ પંથકના સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ લગ્નની બબાલના વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે.પરિણીત હોવાનુ છુપાવી અન્ય યુવતી સાથે કરતો હતો બીજા લગ્ન, એજ સમયે પહેલી પત્ની પરિવાર સાથે આવી પહોંચી અને પછી થઈ જોવા જેવી

error: Content is protected !!