14 વર્ષની સગીરાએ તેના પર બળાત્કાર ગુજારનાર હેવાનને આપ્યું ધ્રુજાવી દેતું મોત, દોઢ મહિનાથી કરતો હતો રેપ, બરોબર કર્યું હોય તો લાઈક અને શેર કરો

14 વર્ષની રેપ પીડિતાએ આરોપી યુવકની હત્યા કરી નાખી. રેપ કરનાર પૂર્વ સરપંચનો પુત્ર હતો, જેની લાશ 18 મેનાં રોજ અલવરના કોટકાસિમ વિસ્તારમાં રસ્તા પરથી મળી. પોલીસે જણાવ્યું હતું કે યુવકનું મર્ડર કરવામાં આવ્યું છે.પોલીસના જણાવ્યા મુજબ પૂર્વ સરપંચનો પુત્ર યુવતીને ઘણાં સમયથી બ્લેકમેલ કરીને રેપ કરતો હતો. જે બાદ તે પોતાના સાથીઓની સાથે પણ સંબંધ બનાવવા માટે દબાણ કરતો હતો. જે વાત યુવતીને પસંદ ન પડતા તેમને ખેતરમાં બોલાવીને યુવકને મારી નાખ્યો. ઘટના સમયે યુવક શરાબના નશામાં હતો.

યુવતી ગામની જ રહેવાસી છે
ભિવાડી ASP અતુલ સાહૂએ જણાવ્યું કે 17 મેનાં રોજ પૂર્વ સરપંચ ધનીરામ યાદવનો પુત્ર વિક્રમ યાદવ (45)ની હત્યા કરવામાં આવી હતી. બીજા દિવસે 18 મેનાં રોજ તેનો મૃતદેહ ગામની નજીક રસ્તા પરથી મળ્યો હતો. પરિવારના લોકો તેને સામાન્ય સંજોગમાં મોત થયું હોવાનું માનીને લાશ ઘરે લઈ ગયા. તેમને લાગ્યું કે તેનું મોત પડી જવાને કારણે થયું છે.

અંતિમ સંસ્કાર સમયે વિક્રમના ગળા પર નિશાન જોયા. લોહીના ડાઘા પણ દેખાયાં. પરિવારે પોલીસને આ અંગે જાણ કરી. તપાસમાં ગામની જ 10માં ધોરણમાં ભણતી યુવતીની ભૂમિકા શંકાસ્પદ લાગી. યુવતીની મા નથી. તેનો ભાઈ પ્રાઈવેટ જોબ કરે છે. પોલીસે તેની કડક પૂછપરછ કરતાં આખો મામલો સામે આવ્યો હતો.

અફેયરનો થયો હતો ખુલાસો
ASP સાહૂએ જણાવ્યું કે સગીરા વિક્રમ યાદવના ઘરે પાણી ભરવા જતી હતી. દોઢ મહિના પહેલાં સગીરાએ પોતાના પ્રેમી સાથે વાત કરવા માટે વિક્રમ પાસે ફોન માગ્યો. બંને વચ્ચેની વાત વિક્રમના ફોનમાં રેકોર્ડ થઈ ગઈ હતી. છેલ્લાં એક વર્ષથી યુવતીનો ગામનાં જ કોઈ યુવક સાથે અફેયર ચાલતું હતું. જે વાતને લઈને વિક્રમ તેને બ્લેકમેલ કરવા લાગ્યો અને બાદમાં રેપ પણ કર્યો.

વિક્રમ સગીરા પર પોતાના મિત્રોને પણ સંબંધ બનાવવાનું દબાણ કરતો હતો. આ વાતને લઈને યુવતી નારાજ હતી. વિક્રમ પહેલાં ગામના 2 અન્ય યુવક પણ સગીરાનો રેપ કરતા હતા. લગભગ 6 મહિના પહેલાં આ યુવકને પણ તેના અફેયર અંગે જાણ થઈ ગઈ હતી. આ વાતને લઈને બંને યુવક યુવતીને બ્લેકમેલ કરીને દુષ્કર્મ કરતા હતા.

ઈશારો કરીને ખેતરમાં બોલાવ્યો
ASPએ જણાવ્યું કે 17 મેની સાંજે યુવતી વિક્રમના ઘરે ગઈ. તેને પાણી ભરવાનું બહાનું બનાવ્યું હતું. આરોપ છે કે વિક્રમને ઈશારો કરીને ઘરની બાજુમાં આવેલા ખેતરમાં રાત્રે સાડા નવ વાગ્યે બોલાવ્યો હતો. વિક્રમ શરાબના નશામાં ત્યાં પહોંચ્યો હતો. જેનો ફાયદો ઉઠાવીને સગીરાએ પોતાની દુપટ્ટાથી ગળું દબાવી દીધું અને રસ્તા પર લાશ ફેંકી દીધી.

કોટકાસિમ પોલીસ સ્ટેશનના અધિકારી મહાવીરસિંહ શેખાવતે જણાવ્યું કે આ ઘટના સામે આવ્યા બાદ સગીરાની અટકાયત કરીને તેને અલવરના નારી નિકેતનમાં મોકલી દેવાઈ છે. સગીરાએ વિક્રમ સિંહ સહિત ત્રણ લોકો વિરૂદ્ધ સોમવારે રેપનો કેસ નોંધાવ્યો છે.વિક્રમ યાદવના બે પુત્ર છે. મોટો દીકરો ગ્રેજ્યુએટ છે. નાનો દીકરો દિલ્હી યુનિવર્સિટીમાં BSCના ફાઈનલ યરનો સ્ટૂડન્ટ છે.

મોબાઈલ મળ્યો
ઘટના સ્થળેથી પોલીસને વિક્રમનો મોબાઈલ પણ મળ્યો. તપાસમાં સગીરાની રેકોર્ડિંગ પોલીસને મળી. તપાસમાં એક જગ્યાએથી દુપટ્ટાનો સળગેલો ટૂકડો પણ મળ્યો. જેને જપ્ત કરીને તપાસ કરવામાં આવી તો તેના પર લોહીના ડાઘ હતા. જે બાદ સગીરાની પૂછપરછ કરવામાં આવી તો આખી ઘટના સામે આવી ગઈ.

કેસ ઘણો જ ગુંચવાયેલો છે
ભિવાડી ASP અતુલ સાહૂએ કહ્યું- આ આખો કેસ ઘણો જ ગુંચવાયેલો છે. ઘટનાસ્થળેથી અમને કોઈ વધુ પુરાવા મળ્યા નથી. અનેક લોકોની પૂછપરછ અને ટેક્નિકલ મદદથી અમે સગીરા સુધી પહોંચ્યા છીએ. પૂછપરછ કરી ત્યારે આ સમગ્ર હકિકત પરથી પર્દાફાશ થયો છે.

સગીરાએ કોટકાસિમ પોલીસ સ્ટેશનમાં રેપનો કેસ કર્યો છે. જેમાં કોના નામ છે તે અંગેની જાણકારી હાલ ગુપ્ત રાખવામાં આવી છે. તેમની ધરપકડ બાદ જ આ જાણકારી સાર્વજનિક કરવામાં આવશે.

error: Content is protected !!