અમેરિકાની ગોરી મેમને થઇ ગયો ભારતના ખેડૂત યુવક સાથે પ્રેમ, દરિયો પાર કરી આવી ગઈ લગ્ન કરવા, આવી છે પ્રેમ કહાની
મધ્યપ્રદેશ: સાઉથ અમેરિકાને દુલ્હને દેશી વરરાજા… કઈક આ પ્રકારનો નજારો હોળીના દિવસે મધ્યપ્રદેશના હોશંગાબાદમાં નજર આવ્યો. જ્યાં એક ખેડુતની સાથે સાઉથ અમેરિકાની યુવતીએ સાત ફેરા લીધા. ત્યારબાદ હોળીના રંગ અને ગુલાલની સાથે પતિ-પત્નીની જેમ હોળી રમ્યા.
હોશંગાબાદ નાના એવા ગામ વીસોનીમાં ખેડૂત યુવક દીપક રાજપુતની ફેસબુકના માધ્યમથી સાઉથ અમેરિકામાં રહેતી જેલી સાથે મુલાકાત થઈ. આ મુલાકાત થોડા જ સમયમાં લગ્નમાં પરિણમી. પહેલી અમેરિકાના માનવ સંસાધન વિભાગમાં અધિકારી છે.
અમેરિકન પ્રેમિકા સાથે દીપકની મિત્રતા ત્રણ વર્ષ પહેલા ફેસબુકના માધ્યમથી થઈ હતી. ત્યાર બાદ છેલ્લા છ મહિનાથી તે વોટ્સએપમાં ચેટીંગ અને પછી ફોનમાં વાતચીત કરતા હતા. આ દરમિયાન બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ.
છેલ્લા બે મહિનાથી જેલી ભારત ભ્રમણ પર છે. આ દરમિયાન બંને વચ્ચે ઘણી વાર મુલાકાત થઇ. ત્યારબાદ હોળીના દિવસે બંને નર્મદા નદીના કિનારે આવેલા ચિત્રગુપ્ત મંદિરમાં વૈદિક રીતિ રિવાજથી લગ્ન કરી લીધા. ત્યારબાદ જેલી અને દીપક પતિ-પત્નીની જેમ હોળી રમ્યા. બંને એકબીજાને રંગ ગુલાલ લગાવ્યો અને જન્મજન્માંતર સુધી સાથ નિભાવવાનો વાયદો કર્યો.
દિપક જણાવ્યું કે અમે ત્રણ વર્ષથી ફેસબુક ફ્રેન્ડ હતા. છેલ્લા છ મહિનામાં અમે વોટ્સએપના માધ્યમથી વાત કરવા લાગ્યા. જેલી છેલ્લા બે મહિનાથી ભારતભ્રમણ પર છે. ભારતીય સંસ્કૃતિ અને વિચારોથી જેલી ખૂબ જ પ્રભાવિત છે આ કારણે જ તે લગ્ન માટે તૈયાર થઈ ગઈ હતી.
દીપક અને જેલીના કોર્ટના ડોક્યુમેન્ટ તૈયાર કરનાર વકીલ આનંદ દુબે જણાવ્યું કે દિપક મારી પાસે આવ્યો અને તેણે જણાવ્યું કે સાઉથ અમેરિકાની એક યુવતી સાથે લગ્ન કરવા માંગે છે. ત્યારબાદ અમે કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી કરી કાગળો તૈયાર કર્યા. કોર્ટ બાદ તેઓએ હિન્દુ સંસ્કૃતિના રીતિ રિવાજ પ્રમાણે પણ લગ્ન કર્યા.
છેલ્લે સાઉથ અમેરિકાના બોલિવિયા દેશના auditor શહેરમાં રહે છે. જેલી ત્યાં માનવ સંસાધન વિભાગમાં એક અધિકારી છે. ત્રણ વર્ષ પહેલાં તેની મુલાકાત ખેતી કરતા યુવક દિપક સાથે ફેસબુકના માધ્યમથી થઈ હતી. બીકોમ ભણેલા દીપકનું અંગ્રેજીમાં વાત કરવાનું જેલીને ખૂબ પસંદ આવ્યું.
ત્યારબાદ બન્નેને વૉટ્સએપ્પ પર ચેટિંગ થવા લાગી અને ફોન પર વાતચીત પણ શરૂ થઈ ગઈ. આ દરમિયાન બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ. દિપક કે લગ્ન માટે પ્રપોઝ કર્યું છે જેલીએ સ્વીકાર પણ કરી લીધું. દિપક જણાવ્યું કે બંનેના પરિવારજનો પણ મારા લગ્નથી ખુશ છે.
આવી રીતે સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા લગ્નમાં બદલી જાય તેવી ખૂબ જ ઓછી કહાની બનતી હોય છે.