છોકરીઓએ ચિક્કાર દારૂ ઢીંચ્યો તો યુવકે શરીર સુખ માણી લીધું, પાર્ટીનો વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવાર નવાર અનેક વીડિયો વાયરલ થતા રહે છે. ઘણા વીડિયો ફની હોય છે, તો ઘણા હેરાન કરી દેનારા…હાલ એક એક શોકિંગ અને ચોંકાવી દેતો શરાબ પાર્ટીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવકો નહિ પરંતુ યુવતીઓ દારૂની મહેફિલ માણી રહી છે. નશાની હાલતમાં ગંદા ગીતો પર ડાન્સ કરતી મહિલાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. બીજી તરફ યુવતીઓએ કહ્યું હતું કે યુવકોએ શરાબ પીવડાવી અને વીડિયો બનાવીને બ્લેકમેલ કર્યું હતું અને ત્યાર બાદ રેપ આચર્યો હતો.

આ શરાબ પાર્ટીનો વીડિયો બિહારના ખગડિયામાં સામે આવ્યો છે. વીડિયોમાં 3 યુવતી ઘરમાં બેસીને શરાબ પી રહી હતી. તેમની સાથે કેટલાક યુવકો પણ જોવા મળે છે. યુવતીઓએ એક યુવકની સાથે આ પાર્ટી કરી. યુવતીઓનું કહેવું છે કે યુવકોએ શરાબ પીવડાવીને તેનો વીડિયો બનાવીને બ્લેકમેઇલ અને દુષ્કર્મ કર્યું.

વીડિયોમાં એક યુવતી કહે છે, એક પેગ બનાવી દો પ્લીઝ… મારો શરાબ ઢોળાઈ ગયો. બીજી બોલે છે, આ દારૂ પણ ગજબ છે, ગમ ભુલાવી દે છે, ખરાબ લોકોને દૂર કરે છે અને સારા લોકોને પાસે લાવે છે. શરાબ પાર્ટી પછી યુવતીઓ ભોજપુરી ગીત પર ઠૂમકા મારતી પણ જોવા મળે છે.

યુવતીઓએ ચિત્રગુપ્ત પોલીસ સ્ટેશનમાં આવતા પટેલ ચોક નિવાસી અમિત કુમાર વિરુદ્ધ વીડિયો વાઇરલ કરીને બ્લેકમેઇલ કરવાનો આરોપ કરતાં FIR નોંધાવી છે. યુવતી સુપૌલની રહેવાસી છે.

તે એક મહિનાથી શિક્ષક મુન્ના કુમારના ઘરમાં પહેલા માળે ભાડેથી રહેતી હતી. તે એક ખાનગી કંપનીમાં જોબ કરે છે. વીડિયો સામે આવ્યા બાદ ગુરુવારે મોડી રાત્રે પોલીસે યુવતીની ધરપકડ માટે દરોડા પાડ્યા, પરંતુ તે ન મળી.

પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંજીવ કુમારે જણાવ્યું કે યુવતીઓએ બ્લેકમેઇલિંગ અને યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. દારુ પીતો વીડિયો સામે આવ્યા બાદ યુવતીની ધરપકડ કરવાના પ્રયાસ કર્યા, પરંતુ તેની ભાળ મળી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!