‘એ રાતે હું રડી પણ શકતી નહોતી…’, નરાધમોએ સાઈકલને ધક્કો માર્યા પછીની આપવીતી, હચમચાવી દેશે વડોદરા ગેંગરેપ પીડિતાના આ શબ્દો

વડોદરા: નવસારીની યુવતી પર વડોદરામાં થયેલા ગેંગરેપ અને ત્યારબાદ ટ્રેનમાં કરેલા આપઘાતે સૌ કોઈને હચમચાવી દીધા છે. નરાધમોએ સાઈકલને ધક્કો માર્યા બાદ તેના પર કેવી બર્બરતા વરસાવી હતી એ સમગ્ર આપવીતિ પીડિતાએ તેની ડાયરીમાં નોંધી હતી. મૃતક પીડિતાએ ડાયરીમાં શું લખ્યું છે, તેના કેટલાક અંશો તેના જ શબ્દોમાં વાંચીએ.

પીડિતાએ ડાયરીમાં લખેલી આપવીતી               સાઇકલ લેવા હું ચકલી સર્કલ ગઇ પણ ત્યાં ભીડ હતી, એટલે સાઇકલ લઇને હું જગદીશવાળી ગલીથી ફરીને જઇ રહી હતી. ત્યારે અચાનક જ પાછળથી કોઇએ મારી સાઇકલને જોરથી ધક્કો માર્યો. આ સાથે જ હું દીવાલ સાથે અથડાઈને નીચે પડી ગઇ. એવામાં બે લોકોએ આંખો બંધ કરી દીધી અને માથામાં જોરથી મારતાં હું અર્ધબેભાન થઇ ગઇ.

ભાનમાં આવ્યાં બાદ મેં ચીસો પાડી તો નરાધમોએ મોઢા ઉપર દુપટ્ટો બાંધી દીધો                                શ્વાસ લેવામાં તકલીફ થતાં ફરી અર્ધબેભાન થઇ ગઇ. બન્ને હવસખોરોને લાગ્યું કે હું મરી ગઇ છું એટલે મને ઢસડીને ઝાડીઓમાં લઇ જતાં હતા. રસ્તા પરનો પત્થર માથામાં વાગતાં હું ભાનમાં આવી અને બંનેને ખબર પડી કે હજી મારામાં જીવ છે એટલે બંને ભાગી ગયા. હું ખૂબ ગભરાઇ ગઇ હતી, આ ઘટના હું કોઇને કહીં પણ નહોતી શકતી, મારે ખૂબ રડવું હતું, મારી સાથે બનેલી આ ઘટના કોઇને કહીં મન હળવું કરવું હતું, પણ મને સાંભળનાર કોઇ નહોતુ.’ અને હા, એ બંને મવાલી જેવા ન હતા.

આ તરફ મૃતક યુવતીના કાકાએ કહ્યું છે કે, ડાયરીના છેલ્લા પાને યુવતીએ અંગ્રેજીમાં લખ્યું છે, ‘HOW I WILL FACE OASIS?’ આ પ્રકારનું લખવા પાછળનું કારણ શું હોય શકે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

error: Content is protected !!