વેક્સિન માટે મહિલાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી, એકબીજાને વાળ ખેંચી ખેંચીને પછાડી, જુઓ
મધ્યપ્રદેશ: મહિલાઓ વચ્ચે છુટ્ટા હાથે મારામારી થઈ રહી છે. કોઈ ગાળાગાળી કરે છે, કોઈ ધક્કાધક્કી કરે છે તો કોઈ એકબીજાના વાળ ખેંચી પછાડી રહ્યું છે.
ઝપાઝપીના આ દૃશ્યો મધ્યપ્રદેશના છે. અહીં ખરગોન ગામમાં વેક્સિનેશન સેન્ટરની બહાર મહિલાઓ મારામારી કરવા લાગી. વેક્સિન માટે ટોકન લેવા અંગે આ મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.
કેટલીક મહિલાઓ ટોકન લેવા માટે વહેલી સવારથી લાઇનમાં ઊભી રહી હતી. આ પછી મામલો ગરમાતાં મહિલાઓ એકબીજા પર તૂટી પડી.
લગભગ 20 મિનિટ સુધી આ રીતે મહિલાઓ એકબીજાને મારતી રહી. ત્યારબાદ હાજર લોકો વચ્ચે પડતાં મામલો શાંત પડ્યો હતો.