પતિ નોકરી પર જતાં જ પત્ની હેડ કોન્સ્ટેબલ સાથે રંગરેલિયા મનાવતી, ઉતરી ગયો વીડિયો અને પછી…

પતિ નોકરી પર જતાં જ પત્ની હેડ કોન્સ્ટેબલ સાથે રંગરેલિયા મનાવતી, ઉતરી ગયો વીડિયો અને પછી…

એક સનસનીખેજ મચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક રંગીન મિજાજના હેડ કોન્સ્ટેબલ રંગરેલિયા મનાવતા કેમેરામાં ઝડપાઈ ગયા હતા. મહિલાનો પતિ જ્યારે ઘરેથી ઓફિસ જવા નીકળતો ત્યારે હેડ કોન્સ્ટેબલ તેના ઘરે આવી જતો હતો. બાદમાં મહિલા સાથે તે મોજમજા માણતો હતો. આ મામલો બહાર આવતાં પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ છે.

ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દીપચંદ્ર ગૌતમનો એક અશ્લીલ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં હેડ કોન્સ્ટેબલ વર્દીમાં એક મહિલા સાથે રંગરેલિયા મનાવતા જોવા મળી રહ્યા છે. મામલો બહાર આવતાં હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી તેમને જેલ મોકલી દેવામાં આવ્યા છે.

આ વીડિયો બીજા કોઈએ નહીં પણ મહિલાના પતિએ ઉતાર્યો હતો. આ વીડિયો બે વર્ષ જૂનો હોવાનું કહેવાઈ રહ્યું છે. બીજી તરફ વીડિયો સામે આવ્યા બાદ મહિલાએ હેડ કોન્સ્ટેબલ સામે રેપનો કેસ નોંધાવ્યો છે.

કેવી રીતે એકબીજાની સંપર્કમાં આવ્યા?
અંદાજે બે વર્ષ પહેલા હેડ કોન્સ્ટેબલ દીપચંદ્ર ગૌતમ ગંગાઘાટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આ દરમિયાન એક રેલવે કર્મચારીનો પોતાની પત્ની સાથે કોઈ બાબતે વિવાદ થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે પોલીસ બોલાવવા પડી હતી. પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવવા માટે હેડકોન્સ્ટેબલ દીપચંદ્ર ઘરે આવ્યા હતા. જ્યાં તેમણે મહિલાના પક્ષમાં સમાધાન કરાવ્યું હતું.

મહિલાનો પતિ ડ્યૂટી પર જતો ત્યારે કોન્સ્ટેબલ ઘરે આવી જતો
આ ઘટના બાદ હેડ કોન્સ્ટેબલ અને રેલવે કર્મચારીની પત્ની વચ્ચે સંપર્ક સધાયો હતો. ત્યાર બાદ તે સતત મહિલાના ઘરે આવવા લાગ્યો હતો. મહિલાનો પતિ ડ્યૂટી પર ચાલ્યો જાય ત્યારે હેડ કોન્સ્ટેબલ ઘરે આવી જતો હતો. પછી તે મહિલા સાથે રંગરેલિયા મનાવતો હતો.

પતિએ ઘરમાં કેમેરો ફીટ કરાવ્યો
થોડાક દિવસ સુધી હેડ કોન્સ્ટેબલનો ગંદો ખેલ ચાલ્યો હતો. પણ આ વાત રેલવે કર્મચારી સુધી પહોંચી ગઈ હતી. તેના પાડોશીએ કહ્યું હતું કે એક પોલીસવાળો તેમના ઘરેથી નીકળી ગયા બાદ આવે છે. ત્યાર પછી રેલવે કર્મચારીએ એક યુવકની મદદથી હેડ કોન્સ્ટેબલ અને પત્નીની અશ્લીલ હરકતો વીડિયોમાં રેકોર્ડ કરી લીધી હતી. જોકે થોડાક સમય પછી હેડ કોન્સ્ટેબલની ટ્રાન્સફર થઈ ગઈ હતી અને તેનું ઘરે આવવાનું બંધ થઈ ગયું હતું. ત્યાર પછી મામલો શાંત થઈ ગયો હતો.

ધરપકડ બાદ જેલ હવાલે
દરમિયાન સોમવારે આ વીડિયો સોશિયલ મીડિયા વાઈરલ થઈ ગયો હતો. ત્યાર બાદ પોલીસે તપાસ આદરી હતી. બાદમાં મહિલાની ફરિયાદના આધારે હેડ કોન્સ્ટેબલ સામે રેપનો કેસ નોંધવામાં આવ્યો છે. તેની ધરપકડ કરી જેલ મોકલી દેવામાં આવ્યો છે.