મેકઅપ કરીને 8માં ધોરણમાં ભણતી છોકરીએ જીવન ટૂંકાવ્યું, સૂસાઈડ નોટ વાંચશો તો હચમચી જશો

મેકઅપ કરીને 8માં ધોરણમાં ભણતી છોકરીએ જીવન ટૂંકાવ્યું, સૂસાઈડ નોટ વાંચશો તો હચમચી જશો

એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. માત્ર આઠમા ધોરણમાં ભણતી છોકરીએ ઝાડ સાથે લટકીને જીવન ટૂંકાવી લીધું હતું. અંતિમ પગલું ભરતાં પહેલાં તેણે સેંથામાં સિંદૂર પૂર્યું હતું અને ગળામાં મંગળસૂત્ર પહેર્યું હતું. દુલ્હન જેવો મેકએપ કરીને થોડો વખત આમતેમ ફરી હતી. પછી ઝાડ સાથે ફાંસો બનાવીને લટકી ગઈ હતી. એટલું જ નહીં તેણે સુસાઈડ નોટમાં પોતાના મોત માટે સમાજને જવાબદાર ગણાવ્યો હતો.

બીજી તરફ પ્રેમિકાની આત્મહત્યા બાદ આઘાતમાં પ્રેમીએ પણ ફાંસી લગાવી લીધી હતી. જોકે સમયસર તેને બચાવી લેવામાં આવ્યો હો. હાલ તેની સારવાર ચાલુ છે. જ્યાં તેની હાલત ખૂબ જ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ અરેરાટભર્યો બનાવ ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લામાં સામે આવ્યો છે. અહીંના ચરખારી વિસ્તારમાં સગીર પ્રેમિકાએ મોતને વ્હાલ કર્યું હતું. જ્યારે સગીર પ્રેમી જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

હું સુહાગન તરીકે મરવા માંગું છું…
આઠમાં ધોરણમાં ભણતી માત્ર 15 વર્ષની છોકરીના આપઘાતથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. જેમાં સગીર પ્રેમિકાની સુસાઈડ નોટ સામે આવી છે. જેમાં તણે લખ્યું છે, ‘‘એક યુવક સાથે મારે પ્રેમસંબંધ છે. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. અમે બંનેએ થોડાક દિવસ પહેલાં બધાથી છૂપાઈને મંદિરમાં લગ્ન કરી લીધા હતા. પણ ખબર નહીં કેવી રીતે આની જાણકારી ગામના લોકોને મળી ગઈ. ગામના લોકો વાત વાતમાં ટોણા મારતા હતા. કહેતા હતા કે આની દીકરીએ ભાગીને લગ્ન કરી લીધા. પિતાનું નામ ડૂબાડી દીધું. હું આવી વાતોથી ખૂબ દુ:ખી છું. એટલા માટે મારું જીવન પૂરું કરી રહી છું. હું સુહાગન તરીકે મરવા માંગું છું, એટલા માટે શ્રૃંગાર કર્યો છે. હવે હું ફાંસો ખાઈ લઈશ.’’

યુવતીના કાકાએ શું કહ્યું?
સગીર યુવતીના કાકા સુરેન્દ્રએ જણાવ્યું હતું કે અમને લોકોને નહોતી ખબર કે દીકરીને કોઈ સાથે પ્રેમસંબંધ છે. દીકરીની ઉંમર ફક્ત 15 વર્ષની છે. તે એક સ્કૂલમાં આઠમાં ધોરણમાં ભણે છે. તેના માતા-પિતા દિલ્હીમાં રહીને મજૂરી કરે છે. નાના ભાઈ-બહેન મારી સાથે જ રહે છે. સોમવાર રાત્રે દીકરીની લાશ ઝાડ સાથે દોરડા સાથે લટકતી મળી હતી. જેની માહિતી અમે પોલીસને આપી હતી. પોલીસે આવીને ઘટનાસ્થળની તપાસ કરી હતી. ફંદા સાથે લટકતી સ્ટુડન્ટની સેંથામાં સિંદૂર ભરેલું હતું. તેણે મંગળસૂત્ર પણ પહેર્યું હતું અને શ્રૃંગાર પણ કર્યો હતો. (તસવીરમાં સગીરાના કાકા સુરેન્દ્ર)

પોલીસ અધિકારી શશીકુમાર પાંડેયએ જણાવ્યું હતું કે છોકરીએ માંગ ભરી અને મેકઅપ કરીને ફાંસો ખાધો છે. ગામના લોકોના ટોણાના કારણે કંટાળીને આત્મહત્યા કર્યાનું સામે આવ્યું છે. મામલાની તપાસ ચાલુ છે.

સગીર પ્રેમીએ પણ ફાંસો ખાધો અને…
બીજી તરફ સગીર પ્રેમિકાના પ્રેમીને આ ઘટનાથી આઘાત લાગ્યો હતો. આ અંગે સગીર યુવકના ભાઈ દેવપાલ કુશવાહે જણાવ્યું હતું કે છોકરી સાથે તેનો ભાઈ વાત કરતો હતો. છોકરીએ રાત્રે ફાંસો ખાઈ લીધો હતો. જેના મોતથી ભાઈને આઘાત લાગ્યો હતો. બુધવારે સમય મળતાં જ ભાઈએ પણ ફાંસો ખાઈ લીધો હતો. મેં જોયું તો તેને નીચે ઉતાર્યો હતો. ચેક કર્યું તો તેના શ્વાસ ચાલતો હતો. પછી તેને હોસ્પિટલ લઈને ગયા હતા. અમને પહેલાંથી જાણકારી હતી કે ભાઈ કંઈક ખોટું પગલું ભરી શકે છે. જોકે લગ્ન અંગે અમને કોઈ જાણકારી નહોતી.