મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવક એકબીજાને આપી બેઠાં દીલ, કરી લીધા લગ્ન, પછી જે થયું એ…

એક લગ્નનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મુસ્લિમ સમાજની એક યુવતીને પોતાના જ મહોલ્લામાં રહેતા એક હિંદુ યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. યુવતીએ ઘરેથી ભાગીને હિંદુ ધર્મ અપનાવી લીધો હતો અને પ્રેમી યુવક સાથે લગ્ન પણ કરી લીધા હતા. હવે પરિસ્થિતિ એ ઉભી થઇ છે કે, યુવતીને ડર લાગી રહ્યો છે કે તેના જ પરિવારના લોકો પતિને મારી નાંખશે. તેણીએ પોલીસ તંત્ર પાસે મદદ માંગવા માટે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.

ઉત્તર પ્રદેશના બરેલીમાં ઈન્ટરમીડિયેટમાં ભણતી એક મુસ્લિમ વિદ્યાર્થીનીને એક હિન્દુ છોકરા સાથે પ્રેમ થઈ ગયો, ત્યારબાદ તેણે હિંદુ ધર્મ અપનાવી હિંદુ રીતિ-રિવાજો સાથે લગ્ન કર્યા અને લુબનામાંથી આરોહી બની. તે જ સમયે, હવે વિદ્યાર્થીનીને તેના પરિવાર તરફથી જીવનું જોખમ છે. જેના કારણે તેણે વીડિયો વાયરલ કરીને પોલીસ પ્રશાસનને સુરક્ષા માટે વિનંતી કરી છે.

લુબના અને બોબી બંને એક જ વિસ્તારમાં રહે છે. બંનેના ઘર નજીકમાં છે. બંને ઘણા વર્ષોથી એકબીજાના પ્રેમમાં હતા. 20 મેના રોજ બપોરે 3 વાગ્યે લુબના અને બોબી ઘરેથી ભાગીને બંનેએ મંદિરમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. લુબના હવે આરોહી બની ગઈ છે.

લુબના કહે છે કે, હિજાબ, ટ્રિપલ તલાક અને હલાલા પસંદ નથી. આરોહીનું કહેવું છે કે તેને જાનનું જોખમ છે. તેના પરિવારના લોકો બોબીને જાનથી મારી નાંખશે એવો આરોહીને ડર છે. તેણે વીડિયો વાયરલ કરીને પોલીસની મદદ માંગી છે.

બોબી કહે છે કે, આરોહીના પરિવારના સભ્યો અને પોલીસ બંને તેના પરિવારના સભ્યોને હેરાન કરી રહ્યા છે. બોબી કહે છે કે, તે આરોહીના પ્રેમમાં છે અને તેને જીવનભર ખુશ રાખશે. બીજી તરફ આરોહી અને બોબીના લગ્ન કરાવનાર પંડિત કેકે શંખધર કહે છે કે, જ્યારે આ બંને મારી પાસે આવ્યા ત્યારે મેં જોયું કે આ બંને પુખ્ત વયના છે. બંનેએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે. અમે બંનેના લગ્ન આર્ય સમાજની વિધિથી કરાવ્યા છે. પંડિતે કહ્યું કે આ બંને કપલની સાથે મારા જીવને પણ જોખમ ઊભુ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!