ત્રણેય ભાઈઓએ પિતાના તેરમા પર બહેનના માથે પાઘડી બાંધી ઘરની મુખિયા બનાવી

બદલતા સમયની સાથે દીકરો ને દીકરીને સમાન માનવામાં આવે છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં પરિવારમાં મુખિયાનું નિધન થતાં ઘરની સૌથી મોટી પરિણીત દીકરીને પાઘડી બાંધીને મુખિયા બનાવવામાં આવી છે. આ કામ ત્રણેય ભાઈઓ તથા બહેનોએ સાથે મળીને પાઘડી પહેરાવી હતી. ત્રણેય ભાઈઓએ પિતાના તેરમા પર પોતાની બહેનના માથે પાઘડી બાંધી હતી અને પરિવારની મુખિયા બનાવી હતી.

પરિવાર માને છે કે દીકરો ને દીકરીમાં કોઈ ફેર નથી. આ પ્રસંગે કાકા વિજેન્દ્ર સિંહ, જિતેન્દ્ર સિંહ, ફૂઆ નિરંજન શાસ્ત્રી, ઋષિપાલ મલિક, પૂર્વ રાજ્યમંત્રી ઓમબીર તોમર, રામપાલ માંડી, જયવિંદર રાવત, રણધીર શાસ્ત્રી, એસ કે શર્મા, અંકુશ ચૌધરીએ પાઘડી બાંધી હતી.

મેરઠમાં પિતાના મોત બાદ અંતિમ સંસ્કારમાં ઘરની મોટી દીકરીએ પિતાને અગ્નિદાહ આપ્યો હતો. પરિવાર તથા ભાઈઓએ સાથે મળીને પરિણીત દીકરીને પાઘડી બાંધીને તેને મુખિયા જાહેર કરી હતી. ઉર્વશી ચૌધરી 39 વર્ષની છે. તે એડવોકેટ તથા સમાજસેવિકા છે. ત્રણ નાના ભાઈ વિકાસ, વરુણ તથા વિવેક છે. નાની બહેન ઐશ્વર્યા છે.

7 સપ્ટેમ્બરના રોજ પિતા હરેન્દ્ર સિંહ 74 વર્ષની ઉંમરે મોત થયું હતું. હરેન્દ્ર સિંહ ખેડૂતની સાથે પ્રાઇવેટ ટીચર હતા. ઘરમાં સૌથી મોટી દીકરી હોવાને કારણે ઉર્વશી પિતાની નિકટ હતી. તે દરેક વાતમાં પિતાનો મત લેતી હતી. ઉર્વશીના 19 વર્ષ પહેલાં લગ્ન થયા હતા. ઉર્વશી ત્યારે 12મા ધોરણમાં હતી અને તેનો પતિ મેરઠમાં જ પ્રોપર્ટીનું કામ કરે છે.

લગ્ન બાદ ઉર્વશીને પતિ અજય ચૌધરીએ ભણવામાં સાથ આપ્યો હતો. તે એમએ, બીએડ, એલએલએમનો અભ્યાસ કરીને પ્રેક્ટિસ કરવા લાગી હતી. પિતાના નિધન બાદ ત્રણ ભાઈ તથા બહેન, માતા રાધા (62)એ સાથે મળીને ઉર્વશી ચૌધરીને ઘરની મુખિયા બનાવી હતી. હરેન્દ્ર સિંહ પણ ઈચ્છતા હતા કે તેમના ગયા બાદ દીકરી ઉર્વશી જ મુખિયા બને અને ઘર સંભાળે. પિતા તથા દીકરીને એકબીજા પ્રત્યે ઘણો જ લગાવ હતો.

ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં પાઘડી પહેરાવવાનો અર્થ ઘરના મુખિયા બનાવવાનો છે. પૂરા પરિવાર તથા ખાનદાનને સાથે લઈને ચાલવાની જવાબદારી મુખિયાની હોય છે. આ સન્માનનું પ્રતીક છે. જ્યારે પણ કોઈ પરિવારમાં મુખિયાનું મોત થાય તો કોઈ પુરુષ સભ્યને જ પાઘડી પહેરાવવામાં આવે છે. જોકે, પરિણીત દીકરીને મુખિયા બનાવીને પરિવારે અલગ જ ચીલો ચાતર્યો છે.

ઉર્વશીએ કહ્યું હતું કે પિતાની ઈચ્છા તથા ભાઈઓની મદદથી તે પરિવારની મુખિયા બની છે. જોકે, પરિવારની મુખિયા બન્યા બાદ તેની જવાબદારી વધી ગઈ છે. હવે તેના ખભા પર બે પરિવારની જવાબદારી છે. તે સાસરે મોટી વહુ છે. વધુમાં ઉર્વશીએ કહ્યું હતું કે નાનપણથી જ પરિવારમાં દીકરો ને દીકરી વચ્ચે કોી ભેદ રાખવામાં આવતો નથી. પિતાએ ભણવાને મહત્ત્વ આપ્યું હતું.

error: Content is protected !!