વહુએ આપ્યો પુત્રીને જન્મ તો હરખઘેલા સાસુમાએ કર્યું એવું કે આખું ગામ મોંમાં આંગળા નાખી ગયું!

વહુએ આપ્યો પુત્રીને જન્મ તો હરખઘેલા સાસુમાએ કર્યું એવું કે આખું ગામ મોંમાં આંગળા નાખી ગયું!

21મી સદીમાં પણ દીકરી જન્મને ખુશીઓથી વધાવવામાં આવતો નથી. આજે પણ ઘણાં પરિવારો એવા છે, જે દીકરી જન્મને અપશુકન માને છે. વહુ દીકરીને જન્મ આપે તો તેને હેરાન કરવી અથવા તો તેની સાથે યોગ્ય વર્તન ના કરવામાં આવે તેવું પણ બની શકે છે. ઘણીવાર દીકરી જન્મ પર સાસરિયા વહુને ત્રાસ આપતા હોય છે. જોકે, આવા પ્રસંગે 2016માં બનેલો એક કિસ્સો યાદ આવે છે. આ ઘટના ઉત્તર પ્રદેશના હમીરપુરની છે.

હમીરપુરનો પહેલો કિસ્સોઃ માનવામાં આવે છે કે હમીરપુરનો કદાચ આ પહેલો કિસ્સો છે. જ્યાં એક સાસુમાએ દીકરી જન્મ પર માત્ર વહુને ગળે લગાવીને તેનું સ્વાગત જ ના કર્યું પરંતુ વહુને એવી ભેટ આપી કે આજુબાજુવાળા તથા આખું ગામ મોંમાં આંગળા નાખી ગયું હતું. સાસુમાએ કહ્યું હતું કે દીકરીઓ દીકરા કરતાં ક્યાંય સારી હોય છે.

સાસુ-વહુ મા-દીકરીની જેમ રહે છેઃ પ્રેમા દેવી સ્વાસ્થ્ય વિભાગમાં નિરીક્ષક તરીકે કામ કરતા હતા અને રિટાયર થયા બાદ પોતાના જનપદ ઔરેયા સ્થિત પુત્ર તથા વહુ ખુશ્બુની સાથે રહેતા હતા. તેમનો પુત્ર હમીરપુર જિલ્લા ઓફિસમાં સરકારી સેવામાં કામ કરે છે. જ્યારે તેમની વહુ હાઉસવાઈફ છે. ઘરમાં સાસુ વહુ એક મા-દીકરીની જેમ રહે છે.

કહેવામાં આવે છે કે 2016ની શરૂઆતમાં વહુ ખુશ્બુએ દીકરીને જન્મ આપ્યો હતો. સાસુમા દીકરીના જન્મથી ઘણાં જ ખુશ થઈ ગયા હતા. ત્યારબાદ ઘરમાં વહુ-દીકરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પડોશીઓએ કહ્યું હતું કે દીકરીના જન્મ બાદ સાસુમાએ ઘરમાં નાનકડી પાર્ટી આપી હતી. પાર્ટીમાં સાસુમાની ખુશી ચહેરા પર જોવા મળતી હતી.

પાર્ટીમાં સાસુમાની જાહેરાતઃ પાર્ટી દરમિયાન અચાનક જ સાસુમાએ બધાની વચ્ચે જાહેરાત કરી હતી કે તેઓ દિવાળી પહેલાં દીકરી જન્મ પર વહુને કાર ગિફ્ટ કરશે. સાસુમાની જાહેરાત સાંભળીને તમામને નવાઈ લાગી હતી.

વહુની આંખો છલકાઈ ઉઠીઃ સાસુએ જે રીતે જાહેરાત કરી હતી તે પ્રમાણે દિવાળી પહેલાં જ વહુને હોન્ડા સિટી કાર ગિફ્ટ કરી હતી. ગિફ્ટ મેળવીને સાસુમાની આંખો છલકાઈ ઉઠી હતી. સાસુમા પ્રેમાદેવીએ કહ્યું હતું કે દીકરીને ગર્ભ મારવાની ગંદી આદત ત્યારે જ દૂર થશે જ્યારે તમે વહુને દીકરી માનીને સ્વીકારો, કારણ કે વહુ પણ કોઈની દીકરી છે અને જ્યારે તેને સાસરિયામાં માતાનો પ્રેમ મળશે તો તે ઘરમાં હંમેશાં ખુશીઓ રહેશે.

તો વહુએ કહ્યું હતું કે તે ઘણી જ ભાગ્યશાળી છે કે તેને આવા સાસુમા મળ્યા. તેઓ દીકરીની જેમ પ્રેમ કરે છે. તે માને છે કે સમાજમાં જ્યારે સાસુ પોતાના ઘરની વહુનું દીકરી માનીને ધ્યાન રાખશે ત્યારે જ સાસુ-વહુના ઝઘડા બંધ થશે.