હેવાન બની જતો પતિ, પોર્ન મૂવીની સ્ટાઈલમાં બિનકુદરતી સંબંધ બાંધતો, રુંવાટા ઉભા કરી દેતો બનાવ

ક્રાઈમ બ્રાન્ચે મહિલાઓને પોતાની જાળમાં ફસાવીને તેની હત્યા કરી પ્રોપર્ટી હડપી લેનાર સીરિયર કિલરને હાલમાં ઝડપી પાડ્યો હતો. ખતરનાક સીરિયર કિલરે ચાર-ચાર હત્યાઓ કર્યાની કબૂલાત કરી હતી. પણ હવે જે ખુલાસો કર્યો છે એ કોઈ પણ મહિલાના હૃદયની કંપારી છૂટાવે દે તેવો છે. સીરિયલ કિલરની પત્ની પોલીસ પાસે પહોચી છે. તેણે પોતાની દર્દનાક દાસ્તાન સંભળાવી હતી, જે સાંભળીને પોલીસ પણ બે ઘડી દંગ રહી ગઈ હતી.

શું હતો કેસ?
નોંધનીય છે કે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ક્રાઈમ બ્રાન્ચે સીરિયલ કિલર રાજેશ કમરિયા ઉર્ફે રાજેન્દ્ર મહેરાને દબોચી લીધો હતો. રાજેશ કમારિયાએ તેની પત્ની શિલ્પા (નામ બદલ્યું છે)ને માર મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પતિના અસહ્ય ત્રાસ બાદ તેની પત્ની શિલ્પાએ પોલીસમાં જઈને પતિની કરતૂત સંભળાવી હતી. રાજેશ કમારિયાના રેકોર્ડ તપાસ્યા તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. વર્ષ 2014માં એક ઠગાઈના કેસમાં રાજેશ વોન્ટેડ હતો. શિલ્પા સાથે તેના બીજા લગ્ન હતા. પોલીસે રાજેશ કમરિયાની આકરી પૂછપરછમાં કરી તો ચાર-ચાર હત્યાનો ભેદ ખૂલ્યો હતો.

પતિ હાથ-પગ બાંધીને…
પોલીસે પતિ રાજેશ કમારિયાને જેલ ભેગો કરતાં પત્ની શિલ્પાની હિંમત ખુલ્લી હતી. તેણે પોલીસમાં જઈને રાજેશની હેવાનીયત પોલીસ સમક્ષ જણાવી હતી. સીરિયલ કિલરની પત્ની શિલ્પાનું કહેવું છે કે પતિ રાજેશ તેના હાથ-પગ બાંધીને અપ્રાકૃતિક સેક્સ કરતો હતો. તે પોર્ન મૂવીની સ્ટાઈલમાં સેક્સ કરતો હતો. જ્યારે પીડિતા વિરોધ કરતી હતી તો તેની છાતી પર બેસીને લાતો-ઘુસ્તા મારતો હતો. આ કહાની સાંભળીને પોલીસે તાત્કાલિક આરોપી સામે પત્ની શિલ્પા સાથે અનનેચરલ સેક્સ કરવાનો કેસ નોંધ્યો છે. હાલ આરોપી જેલમાં છે.

દીકરાના જન્મ બાદ વ્યવહાર બદલાયો
સીરિયલ કિલરની 30 વર્ષીય પત્ની શિલ્પાએ પોલીસને જણાવ્યું હતું કે તેના રાજેશ સાથે 27-નવેમ્બર, 2015માં લગ્ન થયા હતા. ત્યાર બાદ બંનેએ એક દીકરાને જન્મ આપ્યો હતો. જેની ઉંમર હાલ પાંચ વર્ષની છે. દીકરાના જન્મ બાદ પતિનો વ્યવહાર બદલી ગયો હતો. તે માણસથી શૈતાન બની જતો હતો. તે પોર્ન મૂવીની જેમ સેક્સ કરતો હતો. અપ્રાકૃતિક સેક્સ ન કરવા દેવા પર તે હાથ-પગ બાંધીને દુષ્કૃત્ય આચરતો હતો.

ત્રાસ અસહ્ય બનતાં પત્ની પોલીસમાં પહોંચી
પત્ની શિલ્પાએ કહ્યું કે ઘણી વખત તો તે ચીસો બહાર ન નીકળે એટલે મોંઢામાં કપડું ઠોસી દેતો હતો. પરિણીતાએ ઘણા દિવસો સુધી સહન કર્યું, પણ સ્થિતિ ન બદલતા છ મહિના પહેલાં પિતાના ઘરે ચાલી ગઈ હતી. ત્યાર પછી જ પતિ રાજેશે પત્ની શિલ્પાની હત્યાનો પ્રયાસ કર્યો હતો. હવે જ્યારે પતિ જેલમાં છે તો તેણે પોલીસ સ્ટેશન પહોંચીને પોતાની દર્દનાક દાસ્તાન સંભળાવી હતી. આ આખી ઘટના એમકે સિટી સ્થિત ફ્લેટની છે.

ચાર-ચાર હત્યાનો ભેદ ઉકેલાયો
નોંધનીય છે કે સીરિયલ કિલર રાજેશ કમારિયાની ધરપકડ બાદ ચાર હત્યાનો ભેદ ઉકેલાયો છે. રાજેશ પોલીસને જણાવ્યું હતું કે તેનું અસલી નામ રાજેશ કમારિયા નહીં પણ રાજેશ મેહરા છે. તેણ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે ગ્વાલિયરના બાલાબાઈ બજારમાં મનોજ ગહેલોત નામનો યુવાન પરિવાર સાથે રહેતો હતો. બંને દોસ્ત બન્યા. પછી તેણે મનોજની 10 વર્ષ મોટી પત્ની ગીતાને પોતાની જાળમાં ફસાવી તેની સાથે સંબંધો બાંધ્યા હતા. વર્ષ 2011માં તેણે નશામાની હાલતમાં મનોજની હત્યા કરી લાશ નદીમાં ફેંકી દીધી હતી. બાદમાં તેણ ગીતા સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ તેણે ગીતાનું મકાન હડપી લીધું. ત્યાર પછી વર્ષ 2013માં તેણે પત્ની ગીતા, તેના પુત્ર નિક્કી અને ભત્રીજા સૂરજને મોતને ઘાટ ઉતાર્યા હતા. (તસવીરમાં મનોજ ગહેલોત, તેની પત્ની ગીતા અને દીકરો નિક્કી. આ ત્રણેયની રાજેશે હત્યા કરી હતી.)

શાતિર રાજેશની કરમ કુંડળી
પહેલી પત્ની ગીતાની હત્યા બાદ રાજેશે વર્ષ 2012માં પીડબલ્યુડીના રિટાયર્ડ એન્જિનિયરના મકાનમાં રહેતો હતો. રાજેશે તેની પત્નીને ફસાવી 60 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. ત્યાર બાદ વર્ષ 2014માં તેની મુલાકાત શિલ્પા સાથે થઈ હતી. તેણે શિલ્પાની દિલ્હીમાં નોકરી લગાવી. બંને વચ્ચે પ્રેમ થયો. તેણે તે વખતે પોતે કુંવારો હોવાનું કહ્યું હતું. લગ્ન બાદ કપલ ગ્વાલિયરના એમકે સિટીમાં રહેતું હતું. દીકરાના લગ્ન બાદ રાજેશે પત્ની શિલ્પા પર હેવાનીયત આચરવાનું શરૂ કર્યું હતું. અંતે ત્રાસીને શિલ્પા પોલીસમાં જતાં રાજેશની આખી કરમ કુંડળી બહાર આવી હતી. છેલ્લાં 12 વર્ષથી પોલીસ સામે નિર્દોષ બનીને ફરતો રાજેશ હાલ જેલની હવા ખાય રહ્યો છે.

error: Content is protected !!