ગુજરાતમાં અહીં મહિલા સંચાલિત બે કુટણખાના ઝડપાયા, 3 યુવતી ગંદુકામ કરતી રંગેહાથ ઝડપાઈ, જુઓ તસવીરો

ગુજરાતમાં વધુ બે કુટણખાના ઝડપાયા છે. અડાજણના સરદાર કોમ્પ્લેક્ષમાં સ્પાની આડમાં ચલાવાતા બે કુટણખાના પર પોલીસે દરોડો પાડી એક મહિલા સંચાલક સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ જ કોમ્પ્લેક્ષમાં ચાલતા અન્ય સ્પાની એક મહિલા સંચાલકને વોન્ટેડ જાહેર કરી હતી. રાંદેર પોલીસને બાતમી મળી હતી કે ગુજરાત ગેસ સર્કલ પાસે સરદાર કોમ્પ્લેક્ષમાં મોસ સ્પા, એન્જલ સ્પામાં મસાજ પાર્લરની આડમાં કુટણખાનું ધમધમે છે. જેથી પોલીસે ડમી ગ્રાહક મોકલીને બંને સ્પામાં દરોડા પાડ્યા હતા.

મોસ સ્પામાંથી મેનેજર ભુવનેશ્વરી શિબુ દાસ અને વિશાલકુમાર શિવપ્રસાદ રોય ઝડપાયા હતા. ત્યાંથી 3 મહિલા કઢંગી હાલતમાં મળી આવી હતી. તમામ પાસેથી 8 ફોન મળી આવ્યા હતા. પોલીસે ફોન સહિત 17 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્પામાં આવનારા ગ્રાહક પાસે રૂ.1500 લેવાતા હતા

રાંદેર પોલીસે આ જ કોમ્પ્લેક્ષમાં એન્જલ સ્પામાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી સ્પાના મેનેજર આફ્રિદી વાજીદઅલી મોહમદ (રહે. એપલ ટાવર, વેડ દરવાજા, મૂળ કટિહાર, બિહાર) મળી આવ્યો હતો.રાંદેર પોલીસને બાતમી મળી હતી કે ગુજરાત ગેસ સર્કલ પાસે સરદાર કોમ્પ્લેક્ષમાં મોસ સ્પા, એન્જલ સ્પામાં મસાજ પાર્લરની આડમાં કુટણખાનું ધમધમે છે. જેથી પોલીસે ડમી ગ્રાહક મોકલીને બંને સ્પામાં દરોડા પાડ્યા હતા.

સ્પા સંચાલક ગીતાબેન ગ્રાહક પાસેથી 500 રૂપિયા લેતી હતી
મેનેજરની પૂછપરછમાં ખબર પડી હતી કે આ સ્પાની સંચાલક ગીતાબેન નામની મહિલા છે. પોલીસને સ્પામાંથી 3 મહિલાઓ મળી આવી હતી. પોલીસે કુલ 3 ફોન સહિત 27, 300 રૂપિયાનો મુદ્ામાલ કબજે કર્યો હતો.સ્પા સંચાલક ગીતાબેન ગ્રાહક પાસેથી 500 રૂપિયા લેતી હતી, તેમાંથી તે 250 રૂપિયા મહિલાને આપતી હતી. રાંદેર પોલીસે આરોપી ગીતાબેનને વોન્ટેડ જાહેર કરી હતી.પોલીસે પાડયા દરોડા, 3 યુવતી કઢંગી હાલતમાં મળી આવી, એક ગ્રાહક પાસેથી લેવામા આવતા આટલા રુપિયા, જુઓ તસવીરો

error: Content is protected !!