ગાંધીનગરના અડાલજ પાસે વિકૃત હાલતમાં બે કંકાલ મળ્યા, કંકાલની હાલત જોઈ પોલીસ પણ ચોંકી ઊઠી

ગાંધીનગરના અડાલજ ગામની સીમમાથી પુરુષ અને એક મહિલાના કંકાલ સળગાવેલી દીધેલી હાલતમાં મળી આવ્યાં હતા. જેથી ચકચાર મચી છે. અત્યંત વિકૃત હાલતમાં મળી આવેલા કપલનાં કંકાલનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવતાં બંનેની તિક્ષ્ણ હથિયારથી હત્યા કર્યા પછી પુરાવાનો નાશ કરવા માટે બન્નેની લાશોને સળગાવી દેવામાં આવી હોવાનું ખુલ્યું હતું. જેથી અડાલજ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છેલ્લા એક મહિના દરમિયાન મિસિંગ કપલની શોધખોળ શરૂ કરી

ગાંધીનગર અડાલજ ગામની સીમમાં નર્મદા કેનાલ જોગણી માતાનાં બ્રિજથી ઝૂંડાલ તરફ જતા અવાવરુ રોડ પાસેના ખાડામાંથી એક સ્ત્રી અને એક પુરુષનું કંકાલ પડયું હોવાની જાણ થતાં અડાલજ પોલીસ મથકના પીઆઈ ડી બી વાળા સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. અત્યંત વિકૃત હાલતમાં કપલનું માનવ કંકાલ સળગાવી દીધેલી હાલતમાં મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પુરાવાનો નાશ કરવા માટે બન્ને લાશોને સળગાવી દીધી
આ ઘટનાના પગલે પોલીસે અવાવરુ જગ્યાની તપાસ કરતા હાથ, માથું સહીતના શરીરના અંગોના અવશેષો છૂટાછવાયા મળી આવ્યાં હતા. આશરે 25 થી 40 વર્ષીય સ્ત્રી અને પુરુષના વિકૃત કંકાલનાં કારણે અસહ્ય દુર્ગંધથી ખદબદતા હતા. જેનાં પગલે પોલીસે ડોગ સ્કવોર્ડ અને એફએસએલની ટીમને સ્થળ પર બોલાવી લઈને બંને કંકાલનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેનલ ડોક્ટરોની ટીમ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેમાં તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કર્યા પછી પુરાવાનો નાશ કરવા માટે બન્ને લાશોને સળગાવી દેવામાં આવી હોવાની હકીકત પ્રકાશમાં આવી છે.

પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી
જેનાં પગલે અડાલજ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. આ અંગે અડાલજ પોલીસ મથકના ફોજદાર ડી બી વાળાએ જણાવ્યું હતું કે, આશરે 25 થી 40 વર્ષીય અજાણ્યા સ્ત્રી અને પુરુષનાં કંકાલ સળગાવેલી હાલતમાં મળી આવ્યા છે. આ કપલની હત્યા કર્યા પછી પુરાવાનો નાશ કરવા માટે લાશોને સળગાવી દેવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

હાલમાં અલગ-અલગ ટીમો બનાવીને આસપાસના વિસ્તારમાં કપલની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ઉપરાંત છેલ્લા એક મહિના દરમિયાન ગુમ થયેલા કપલની પણ વિગતો મેળવવામાં આવી રહી છે. આ હત્યા અંદાજીત સાતેક દિવસ અગાઉ કરવામાં આવી હોય તેવું બંને લાશોને જોતા લાગી રહ્યું છે.પહેલા બન્નેના શરીરના અંગો ધડથી અલગ કર્યા પછી લાશોને સળગાવી દીધી, પોલીસ દોડતી થઈ ગઈ

error: Content is protected !!