ખેડૂતે કર્યો કમાલ.તસવીરો જોઈને તમે ચોંકી જશો, એક જ છોડમાં ઉગ્યા બે શાક, ટામેટાના છોડ પર રિંગણા આવ્યા 

વૈજ્ઞાનિકો દરરોજ નવા પ્રયોગો કરતાં રહે છે. પહેલાં કરતાં હવે માણસનું જીવન વધુ સરળ બની રહ્યું છે. મેડિકલથી કૃષિ ક્ષેત્રે વિજ્ઞાને હરણફાળ ભરી છે. આજના સમયમાં ખેડૂતો સારા પાક દ્વારા અધધ કમાણી કરી રહ્યાં છે. પહેલાં ખેડૂતો એક અથવા બે પાકની સિઝન લેતાં હતાં હવે તે એક વર્ષની અંદર જ ત્રણ-ચાર પાકની સિઝન લે છે. “બ્રિમેટો: કલમ બનાવવી દ્વારા એક જ છોડમાં રીંગણ અને ટામેટાંનું ઉત્પાદન કરવાની નવીન તકનીક.”

ખેડૂતો નવી રીતે ખેતી કરી પોતાની આવકમાં પણ વધારો કરી રહ્યાં છે. ગ્રાફ્ટિંગની રીતથી એક છોડ પર બે અલગ-અલગ શાક ઉગાડી રહ્યાં છે. જેનાથી ખેડૂતો અને લોકોને પણ બમણો ફાયદો થઈ રહ્યો છે.બ્રિમેટો એક છોડમાં ઉગાડવામાં આવતા રીંગણ અને ટામેટાના મિશ્રણનો ઉલ્લેખ કરે છે

ટમેટાના છોડ પર રિંગણા ઉગાડ્યા
ઉત્તર પ્રદેશના વારાણસીના શહેનશાપુરમાં ભારતીય શાકભાજી અનુસંધાન સંસ્થા દ્વારા એવા છોડ તૈયાર કરવામાં આવ્યાં છે જેના પર બે-બે શાક ઉગે છે. ગ્રાફ્ટિંગ દ્વારા બટેટા, રિંગણ એક છોડમાં અને ટમેટા ઉગાડવામાં આવી રહ્યાં છે.ઉત્તર પ્રદેશના વારાણસીમાં ICARના સંશોધકો કલમ બનાવવાની પ્રક્રિયાનો ઉપયોગ કરીને એક છોડમાં રીંગણ અને ટામેટા બંને ઉગાડી રહ્યા છે

ગ્રાફ્ટિંગ દ્વારા ટમેટાના છોડમાં રિંગણના છોડને સાથે લગાડવામાં આવી રહ્યા છે. શોધ સંસ્થાનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉક્ટર આનંદ બહાદુરસિંહે જણાવ્યું કે, વિશેષ છોડને 24.28 ડિગ્રી તાપમાનથી 85થી વધારે આર્દ્રતા અને વગર પ્રકાશે તૈયાર કરવામાં આવે છે.

બે મહિને ફળ આવે છે
વૈજ્ઞાનિક ડૉક્ટર આનંદ બહાદુરસિંહે કહ્યું કે, ‘ગ્રાફ્ટિંગના 15થી 20 દિવસ પછી તેને વાવવામાં આવે છે. તેની સાથે જ માત્ર ઉર્વરક, પાણી અને કાંપ નાખવામાં આવે છે. છોડ રોપ્યાના લગભગ 60 દિવસ પછી બે મહિને ફળ આવવાના શરૂ થાય છે. ICAR એ ખેતીની ઝલક શેર કરવા માટે ટ્વિટર પર લીધું હતું અને લખ્યું હતું કે, “બ્રિમેટો: કલમ બનાવવી દ્વારા એક જ છોડમાં રીંગણ અને ટામેટાંનું ઉત્પાદન કરવાની નવીન તકનીક

error: Content is protected !!