સુરતમાં પતિ સામે ફરિયાદ દાખલ કરવા માટે 10 હજારની લાંચ લેતા PSI સહિત બે ઝડપાયા 

સુરત : ઉમરા મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ દાખલ કરવા બાબતે 10 હજારની મગાઈ હતી. લાંચ માંગનાર PSI સહિત બે ઝડપાતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ ACB એ લાંચમાં લેવાયેલી રોકડ રકમ પણ કબ્જે લીધી છે.ડી.એમ.વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી.પો.સ્ટે. વલસાડનો સંપર્ક કરી તમામ હકીકત જણાવી ફરીયાદ આપી હતી.

મહિલાએ ACBનો સંપર્ક કર્યો
એસીબીએ જણાવ્યું હતું કે, ફરીયાદી બેને તેમના પતિ વિરૂધ્ધ ગુનો દાખલ કરવા માટે મહિલા પોલીસ સ્ટેશન અરજી આપી હતી. અરજીની તપાસ PSI કરી રહ્યા હતા. પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે વકીલ મારફતે PSIએ 10 હજારની માગણી કરી હતી.ફરિયાદી બહેન લાંચની રકમ આપવા માંગતા ન હતા. તા.10/12/2021ના રોજ ડી.એમ.વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી.પો.સ્ટે. વલસાડનો સંપર્ક કરી તમામ હકીકત જણાવી ફરીયાદ આપી હતી.

આરોપી રંગેહાથ ઝડપાયા
ફરીયાદીની ફરીયાદના આધારે આજ રોજ લાંચના છટકુ ગોઠવવામાં આવ્યું હતું.ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી PSI માટે રૂા 10 હજારની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથે ઝડપાયા ગયા હતા. બન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ટ્રેપીંગ અધિકારી ડી.એમ.વસાવા, પો.ઇન્સ.,

વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. વલસાડ હતા જ્યારે મદદમાં કે.આર.સકસેના, પો.ઇન્સ. વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. વલસાડ તથા એ.સી.બી. સ્ટાફના માણસો હતા. સુપર વિઝન અધિકારી તરીકે એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, હતું.

આરોપી.                                                              (1) કમલાબેન રણજીતભાઇ ગામીત, પો.સ.ઇન્સ., મહિલા પોલીસ સ્ટેશન, સુરત શહેર, વર્ગ- 3.                            (2) પંકજભાઇ રમેશભાઇ માકોડે, એડવોકેટ (ખાનગી વ્યક્તિ)

error: Content is protected !!