બે બહેનોને પરિવારજનોએ ઢોર માર મારતાં-મારતાં ગામમાં ફેરવી, લોકો બચાવવાના બદલે વીડિયો ઉતારતા રહ્યા
મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશનાં ધાર જીલ્લામાં સમાજનો ફરી એક વાર ક્રૂર ચેહરો સામે આવ્યો છે. બે બહેનોને તેનાંજ પરીવારનાં સભ્યોએ કઠોરતાપુર્વક લાકડીઓથી માર મારતા-મારતા આખા ગામમાં ફેરવી. બંનેનો વાંક માત્ર એટલોજ હતો કે તેઓ પોતાના મામાનાં છોકરાઓ સાથે મોબાઇલ પર વાત કરતી હતી. આ વાત તેમના પિતરાઇ ભાઇઓ અને પરિવારને પસંદ ન આવી.
ઘટના ધાર જીલ્લાના ટાંડા પોલીસ સ્ટેશન હેઠળ પીપલવા ગામની છે. 22જુને શનિવારની સાંજે વીડિયો આવ્યા પછી ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ FIR 26જુને દાખલ કરાઇ. રવિવારે આ બાબતે પરિવારનાં 7 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.
યુવતીઓ બૂમો પાડતી રહી અને લોકો વીડિયો ઉતારતા રહ્યા
આ ઘટનાની સૌથી શરમનાક બાબતએ છે કે જ્યારે યુવતીઓને તેના ભાઇ અને પરિવારવાળા ઢોર માર મારીને ગામમાં ફેરવી રહ્યા હતા ત્યારે યુવતીઓ સ્વબચાવ માટે લોકોને જોર-જોરથી આજીજી કરી રહી હતી પરંતુ લોકો તમાશો જોઇ તેનો વીડિયો ઉતારતા રહ્યા અને આનંદ લઇ રહ્યા હતા. જો લોકોએ વીડિયો ઉતારવાને બદલે યુવતીઓની મદદ કરી હોત તો આ ઘટના જ ન બની હોત. લોકો ખાલી દેખાવા માટે વચ્ચે-વચ્ચે આવતા હતા પરંતુ તેના ભાઇ યુવતીઓને લાકડીઓથી મારતા જ રહ્યા. પરિવારની સ્ત્રીઓ પણ આ બંનેને મારતી રહી . પોતાનીજ છોકરીઓનું રૂદન સાંભળીને પણ તેમના પેટનું પાણી ના હલ્યુ.
બંનેનો સંબંધ આલીરાજપુરનાં બોજટમાં નક્કી કર્યો છે
ઘટનાનો શિકાર થયેલી યુવતીઓનો સંબંધ આલીરાજપુરનાં જોબટમાં નક્કી થયો છે.બંનેનો વાંક માત્ર એટલોજ હતો કે તેઓ પોતાના મામાનાં છોકરાઓ સાથે મોબાઇલ પર વાત કરતી હતી. ગામની શાળા પાસે ભાઇઓએ મારવાનું શરુ કર્યુ, ત્યારપછી પરિવારની સ્ત્રીઓ અને બીજા સભ્યો પણ આવી પહોચ્યા અને તેઓ પણ બંનેને મારતા રહ્યા. ઘટના પછી બહેનોને પોલીસસ્ટેશન લાવવામાં આવી અને ત્યા બંનેએ સ્વીકાર્યુ કે તેના જ પરિવારના સભ્યોએ આ મારપીટ કરી છે.
7 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે
વીડિયો વાયરલ થયા પછી પોલીસ એક્શનમાં આવી અને તપાસ ચાલુ કરી. યુવતીઓને પોલીસસ્ટેશન લઇ જવામાં આવી. જ્યાં પુછપરછમાં તેમણે જણાવ્યુ કે પરિવારનાં સભ્યોએ જ તેમની સાથે મારપીટ કરી છે. પોલીસે ફરિયાદનાં આધારે પરિવારનાં 7 સભ્યોની સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.