એરપોર્ટ પર મળ્યાં હતાં બે પરિવારો, બંનેની દીકરીઓ બની ગઈ ગાઢ મિત્ર પણ પછી જે થયું તે…

નવી દિલ્હીઃ પ્રેમમાં કોઇ બંધનો ના નડે. પ્રેમ બધાં જ બંધનોની પર હોય છે. આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે. ન્યૂ દિલ્હી બેઝ્ડ બિઝનેસ ટાયકૂન આયેશાએ તેની ત્રીસ વર્ષ જૂની મિત્રને પાર્ટનર બનાવતાં કાટ્ઝ હહનલોસેર સાથે લગ્ન કરી લીધાં છે. આ ગ્રાન્ડ વેડિંગની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ બની છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ, કેવી રીતે શરૂ થઈ હતી આમની લવ સ્ટોરી.

1985માં આ બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી. કાટ્ઝનાં પેરેન્ટ્સની મુલાકાત આયેશાનાં પેરેન્ટ્સ સાથે થઈ હતી. બંનેની મુલાકાત એરપોર્ટના વેઈટિંગ રૂમમાં થઈ હતી. આ મુલાકાત મિત્રતામાં ફેરવાઈ હતી.

બંનેનાં પરિવાર વચ્ચે એટલી ગાઢ મિત્રતા થઈ ગઈ કે, તેઓ ક્યારેક દિલ્હીમાં તો ક્યારેક યુરોપમાં મળતાં હતાં. બંને પરિવારની દીકરીઓને એકબીજા સાથે બહુ બનતું હતું. બંને સાથે રમતી અને બહુ વાતો કરતી હતી.


તેમની મુલાકાતમાં 6 વર્ષનો મોટો ગેપ પડી ગયો હતો. વર્ષ 2015માં આયેશાએ ફેમિલી બિઝનેસ જોઇન કર્યો. ત્યારબાદ તે વારંવાર યુરોપ જવા લાગી. જ્યાં બાળપણની મિત્ર કાટ્ઝ સાથે વારંવાર મળવાનું થતાં સંબંધો ગાઢ બનવા લાગ્યા હતાં.

થોડા જ દિવસોમાં બંનેને અહેસાસ થઈ ગયો કે આ સંબંધો મિત્રતા કરતાં વધું છે. અને કદાચ પ્રેમ છે. ત્યારબાદ તો બંને એકબીજા કરતાં વધુમાં વધુ માંડ બે મહિના જ દૂર રહી શકતી.

નવેમ્બર 2018માં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. બંનેના પરિવારજનોને ખબર પડી તો તેમણે પણ બહુ સપોર્ટ કર્યો. અંતે જયપુરમાં એક ગ્રાન્ડ વેડિંગમાં બંનેએ લગ્ન કર્યાં અને મિત્રતાને સંબંધમાં ફેરવી દીધી.

આ લગ્ન બહુ ચર્ચામાં રહ્યાં. બંને એકબીજાથી ખૂબજ ખુશ હતાં. આ લગ્ન સમારંભમાં દેશ-વિદેશથી ઘણા લોકોએ હાજરી આપી. અને સોશિયલ મીડિયામાં પણ તેની બહુ ચર્ચા થઈ.


લગ્ન એકદમ ઇન્ડિયન સ્ટાઇલમાં થયાં, જેમાં પીઠીથી લઈને મહેંદી સુધીની બધી જ રસમો થઈ.

error: Content is protected !!