ટ્રાફિક પોલસીની કરતો હતો નોકરી, ITના દરોડા પડ્યા તો મળી કરોડોની બેનામી સંપતિ
રશિયામાં પોલીસને રેડ દરમિયાન ગોલ્ડન ટોઈલેટ, બાથરૂમ સાથે અનેક લક્ઝરિયસ આઈટેમ્સ મળી આવી છે. ત્યાંની ઈન્વેસ્ટિગેટિવ કમિટીની વેબસાઈટે રેડ દરમિયાન લક્ઝરી પ્રોપર્ટી ઉજાગર કરી હોવાનો વીડિયો શેર કર્યો છે. ગોલ્ડન ટોઈલેટ સાથેની લક્ઝરી સુવિધાઓ રશિયાના સાઉથર્ન સ્ટાવ્રોપોલ રિજનના ટ્રાફિક પોલીસના હેડ કોલ એલેક્સીના ઘરે પોલીસે ડિસ્કવર કરી છે. પોલીસે કોલ એલેક્સી સહિત 7 લોકોની લાંચ લેવાના મામલે ધરપકડ કરી હતી.
ઈન્ટરનેશનલ મીડિયાના અહેવાલ પ્રમાણે, લાંચિયા ટ્રાફિક પોલીસની ગેંગ બિઝનેસ માટે ફેક પરમિટ્સ આપતી હતી. આ પરમિટથી મંજૂરી વગરના અનાજ અને બિલ્ડિંગ મટિરિયલના વાહનોને ચેકપોઈન્ટ્સ પર એન્ટ્રી મળી જતી હતી. કોલ સહિતના ટ્રાફિક પોલીસે અનેકો વર્ષ સુધી આ પ્રકારે લાંચ લીધી અને 1.9 કરોડ રૂપિયા ભેગા કર્યા.
કોલ એલેક્સીએ કાળાં નાણાંમાંથી તેના ઘરને એવું આલિશાન બનાવ્યું કે ત્યાં તપાસ માટે પહોંચેલી ટીમ આશ્ચર્યચકિત થઈ ગઈ. કોલના ઘરમાં Aથી લઈને Z સુધીની આઈટેમ્સ ગોલ્ડ પ્લેટેડ હતી. સોશિયલ મીડિયા પર સ્થાનિક અધિકારીએ શેર કરેલા ફોટોઝ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યા છે.
ફોટોમાં જોઈ શકાય છે કે ઘરમાં આલિશાન ટાઈલ્સ અને જૂજ અરીસા લગાડેલા છે. બાથરૂમ પાસે આવેલા કેબિનેટ પર ગોલ્ડ પેઈન્ટ કરેલું છે. આટલું જ નહિ બાથરૂમમાં શૉવર ક્યુબિકલ અને નળ પણ ગોલ્ડ પેઈન્ટેડ છે.
કાલે લાંચમાંથી ભેગા કરેલા રૂપિયામાંથી પોતાના ઘરને પ્રેસિડેન્શિયલ સ્યૂટ જેવું બનાવ્યું છે. તેનું ઘર એટલું વૈભવી છે કે સીડીની ગ્રિલ્સ અન દરવાજા પરની ડિઝાઈન પણ સોનાની છે.
આ મામલે આરોપી ટ્રાફિક પોલીસ કાલે કોઈ નિવેદન આપ્યું નથી. જો તેના પર ગુનો સાબિત થશે તો તેને 8થી 15 વર્ષની જેલની સજા ભોગવવી પડશે.