પ્રેમી સાથેની અંગતપળો માણવામાં અડચણરૂપ દીકરાની પ્રેમી સાથે મળી દૂધમાં ઝેર પીવડાવી હત્યા

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં સગી માતાએ પ્રેમીને પામવા માટે દીકરાની હત્યા કરી હોવાનો ચોંકાવનારી ઘટના સામે આવી છે. માતા 3 વર્ષના દીકરાને લઈને પ્રેમીને મળવા ગેસ્ટ હાઉસમાં ગઇ હતી. જ્યાં સગી માતા અને તેનાં પ્રેમીએ બાળકને ઝેર ભેળવીને દૂધ પીવડાવી દીધું હતું. ત્યાર બાદ બાળક ઘરે આવીને બેભાન થઈ જતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ આ અનૈતિક સબંધ માટે રચાયેલા ષડયંત્રમાં માસૂમ યુવીનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર બાબતમાં પરિવારના એક સભ્યએ મહિલા સાથે વાત કરી તો સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. આખરે પિતાએ પોતાના બાળકની હત્યા માટે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.

દીકરો બેભાન થઈ ગયો છતાં માતા પ્રેમી સાથે અંગતપળ માણતી રહી                                      પોલીસ સૂત્રો મુજબ, ગેસ્ટ હાઉસમાં મૃતક બાળકની માતા પ્રેમી સાથે રંગરેલિયા માનવતી હતી ત્યારે બાળક સતત તેમને ખટકી રહ્યો હતો, જે માટે પ્રેમીએ પહેલેથી જ લાવેલું ઝેર દૂધમાં નાખી દીધું અને બાળકને બિસ્કિટ સાથે આપ્યું. આ દૂધ પીધા બાદ બાળક બેભાન થઈ ગયું પણ કપલ અંગતપળ માણી રહ્યું હતું ત્યારબાદ બાળકને બેભાન હાલતમાં લઈને માતા ઘરે ગઈ અને સુવડાવવાનું નાટક કર્યું.પરંતુ દાદા બાળકને રમાડવા ગયા તો બાળક હલ્યું નહીં. જેથી તેને હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં બાળકનું મોત થયું હતું.

2013માં પાલનપુરના એક ગામમાં લગ્ન થયા                 મૃતક બાળક યુવીના પિતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે મારું નામ અજય પરમાર (ઉ.વ.26) (રહે.રતિલાલની ચાલી, નરોડા રોડ) મૂળગામ-વગદાના તાલુકા પાલનપુરમાં ફરિયાદ નોંધાવી છે કે હું સાળંગપુરમાં આવેલા આર.એમ.ડી કોમ્પલેક્ષમાં દુકાન નં.320માં લેંગિઝ સીવવાનું કામ કરુ છુ. મારા તેરેક વર્ષ પહેલા પાલનપુરના ભાગળ ગામની યુવતી જયોતિ સાથે જ્ઞાતિના રીત-રીવાજ મુજબ લગ્ન થયા હતા. મારા સસરા અમારા લગ્ન અગાઉ મૃત્યુ પામ્યા હોવાથી મારી પત્ની તેના મામાના ઘરે પાલનપુરના ઢેલાણા ગામમાં રહેતી હતી. મારા લગ્ન પણ ઢેલાણામાં થયા હતા. લગ્નબાદ મારી પત્ની મારા ઘરે રતિલાલની ચાલીમાં રહેતી હતી અને આ લગ્નજીવન દરમ્યાન 2018માં અમારા ઘરે યુવી નામનો દીકરો થયો હતો.

પત્નીને વતન મોકલી પણ રાત વીતી છતાં પહોંચી નહીં   લગ્ન થયા બાદ હું મારી પત્ની જ્યોતિ સાથે છેલ્લા છ વર્ષથી રતિલાલની ચાલી ખાતે રહું છુ અને આજથી દોઢેક વર્ષ પહેલા મારી પત્નીને તેના મામાના ગામ ઢેલાણા ખાતે જવાનું હોય મેં તેને કાલુપુર રેલવે સ્ટેશનથી સવારની 6:20ની ટ્રેનમાં બેસાડી હતી. ત્યારબાદ તે તેના મામાના ઘરે ઢેલાણા ગઈ અને ત્યાં એક દિવસ રોકાઇ. ત્યાર બાદ સાંજના પાંચેક વાગ્યે રીક્ષામાં બેસાડી મારા મૂળગામ વગદા રવાના કરી. પરંતુ મારી પત્ની મોડીરાત સુધી મારા પિતાના ઘરે ના પહોંચતા મારા પિતાનો ફોન આવ્યો અને જણાવ્યું કે, જ્યોતિ તેના મામાના ઘરેથી નીકળી છે, પરંતુ હજુ સુધી ઘરે આવી નથી. જેથી મેં મારા અન્ય સગા-સબંધીઓને મારી પત્ની બાબતે પૂછપરછ કરતા કોઈ હકીકત જાણવા મળી નહીં.

બીજા દિવસે ઘરે પહોંચી ને અન્ય પુરૂષ સાથે આડાસંબંધો હોવાનું સ્વીકાર્યું                               બીજા દિવસે સવારે 7 વાગ્યે મારી પત્ની મારા પિતાના ઘરે ગામ-વગદામાં પહોંચતા આ અંગેની જાણ મને મારા પિતાએ ફોનથી કરી અને મને મારા ગામ ખાતે બોલાવ્યો. જેથી હું મારા ગામ-વગદા ગયો અને જ્યાં મારી પત્ની જ્યોતિની પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું કે, હું રાત્રે ભુપેન્દ્રભાઈ ઉર્ફે ભરતભાઈ પરમાર કે જે મીઠી વાવડી, પાલનપુર ખાતે રહે છે. તેની સાથે હતી અને તે સમયે મને જાણવા મળ્યું કે, મારી પત્નીને આ ભુપેન્દ્રભાઇ ઉર્ફે ભરતભાઇ પરમાર સાથે આડા સબંધ છે. પરંતુ જે તે સમયે મારી પત્નીએ તેની ભૂલ સ્વીકારીને મારી સમાજમાં બદનામી ના થાય તે સારું આ ચર્ચા કયાંય કરી નહીં. ત્યાર પછી મારી પત્ની મારે ત્યાં સારી રીતે રહેતી હતી.

પતિની વાત માનીને સારી રીતે રહેવા લાગી પણ             આ બનાવના ત્રણેક મહીના પછી મારી પત્નીને આ ભુપેન્દ્રભાઈ ઉર્ફે ભરતભાઈ પરમાર સાથે સંપર્ક હોવાની મને શંકા જતા મેં તેને ઠપકો આપ્યો હતો. જેથી તે મારા દીકરા યુવીને મારા ઘરે મુકીને તેના મામાના ઘરે ઢેલાણા જતી રહી અને 15 દિવસ રોકાઇને પરત આવી. ત્યારબાદ પણ અમારે સમાધાન થયું. ત્યારપછી મારે ત્યાં સારી રીતે રહેતી હતી.

દીકરાને હોસ્પિટલે બતાવવા લઈ જઉં છે કહી નીકળી ગઈ                                                                           એકાદ માસથી મારા પિતા મારા ઘરે આવી અમારી સાથે રહેતા હતા અને મારા દીકરા યુવીને 5 ઓગસ્ટ 2021ના રોજ સામાન્ય તાવ આવતા અમારી ચાલીથી થોડા આગળ આવેલ ડો. ભાવેશ પટણીને ત્યાં મારી પત્ની મારા દીકરાને સારવાર માટે લઈ ગઈ અને તેને સારુ પણ થઈ ગયું. બીજા દિવસે એટલે કે ગઈ 6 ઓગસ્ટે હું મારી નોકરીએ ગયો હતો અને આ મારી પત્ની સવારના 11 વાગ્યાની આસપાસ મારા દીકરાને મારા ઘરેથી સિવિલ હોસ્પિટલ યુવીને બતાવવા લઈ જવુ છું તેવું મારા પિતા મગાભાઇને જણાવીને ગઈ હતી.

સાંજના ચારેક વાગ્યાની આસપાસ તે પરત આવી અને તેણે મારા દીકરા યુવીને અમારા ઘરે સુવડાવ્યો. જેથી મારા પિતાએ મારા દીકરા યુવીના હાલચાલ પૂછતા તે કંઈ બોલતો નહોતો. જેથી મારા પિતાએ મારા દીકરાને સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં દાખલ કર્યો. જ્યાં તેને આઇ.સી.યુમાં રાખ્યો હતો.

ICUમાં દાખલ દીકરાનું મોત થયું                            ત્યાર પછી મારી પત્નીનો ફોન આવ્યો અને મારા શેઠ સબ્બીરભાઇ શેખને મારા દીકરાને દાખલ કર્યો હોવાની વાત જણાવી હું મારા શેઠ સાથે શારદાબેન હોસ્પિટ્લ ખાતે પહોંચ્યો. ત્યારે મારો દીકરો શારદાબેન હોસ્પિટલમાં આઇ.સી.યુ વોર્ડમાં બેભાન અવસ્થામાં હતો અને મારા દીકરાની સારવાર ચાલુ હતી અને 8 ઓગષ્ટ 2021ના રોજ રાત્રે એકાદ વાગ્યાની આસપાસ મારા દીકરાને ડોકટરે મૃત જાહેર કર્યો. અને મારા દીકરાનું મૃત્યુ ઝેરના લીધે થયું હોવાનું મૌખિક જણાવ્યું હતુ.

આડાસંબંધોમાં દીકરો અડચણરૂપ હોવાથી હત્યા કરવાનું ષડયંત્ર ઘડ્યું                                        ત્યારબાદ મારા દીકરાની અમારા ગામ વગદામાં અંતિમવિધિ કરી. અંતિમવિધિ બાદ મારા દીકરાનો રિપોર્ટ આવ્યો. જેમાં ઝેર પીવાના કારણે મારા દીકરાનું મોત થયું હોવાનું જાણવા મળ્યું. મને તથા મારા પરીવારના સભ્યોને શંકા જતા મારા બનેવી મુકેશભાઈએ મારી પત્નીને આ બાબતે વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું કે 6 ઓગસ્ટે મને ભરત પરમારનો ફોન આવ્યો અને તેમણે મને યુવી સાથે મળવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બોલાવી અને હું ત્યાં યુવી સાથે ગઈ. ત્યારબાદ અમે સિવિલ હોસ્પિટલની નજીકમાં આવેલ નાગેશ્વર ગેસ્ટ હાઉસમાં ગયા અને ત્યાં રૂમ નં.12માં અમો રોકાયા હતા અને અમે બન્ને જ્યારે જ્યારે મળીએ ત્યારે આ મારો દીકરો મારા તથા ભુપેન્દ્રભાઇ ઉર્ફે ભરત વચ્ચેના સબંધમાં નડતર રૂપ હોવાથી અને એક બીજાને છૂટથી મળી શકીએ તે માટે મેં મારા દીકરાને અમારા વચ્ચેથી હટાવી દેવાના ઇરાદા સાથે ભુપેન્દ્રભાઇ ઉર્ફે ભરતસાથે યોજના બનાવી હતી.

નક્કી કર્યા પ્રમાણે ભુપેન્દ્ર ઉર્ફે ભરતે યુવી માટે એક ગ્લાસમાં દૂધ અને બિસ્કીટ લઈ આવી અને તેમાં ઝેર ભેળવી દીધું. તે દૂધ મારા દીકરાને પીવડાવ્યું. ત્યારબાદ યુવી બેભાન થઈ ગયો હતો તેવી હકીકત મારી પત્નીએ મારા બનેવી મુકેશભાઈને જણાવી. મેં મારા દીકરાને અમારા વચ્ચેથી હટાવી દેવાના ઇરાદા સાથે ભુપેન્દ્રભાઇ ઉર્ફે ભરતસાથે યોજના બનાવી હતી.

error: Content is protected !!