જેઠાલાલના બાપુજીનો આ અંદાજ પહેલા તમે ક્યારે નહીં જોયો હોય એ નક્કી..! જુઓ તસવીરોમાં ખાસ
સબ ટીવીની સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આજે પણ ટીઆરપી એટલે કે વધુ જોવાતો શો યથાવત છે. ટીઆરપીના લિસ્ટમાં આજેપણ આ શો ટોપ 10માં સામેલ જ રહે છે. આ એવો શો છે જે સમગ્ર પરિવાર સાથે મળીને જોઇ શકે છે અને મનોરંજનથી ભરપૂર હોય છે. આ શોના દરેક પાત્ર પોતાની રીતે જ મહત્વપૂર્ણ અને ફેમશ છે. પછી ભલે તે દયાભાભી હોય કે જેઠાલાલ હોય તે પછી ચંપક ચાચા.
તમને જણાવી દઇએ કે સીરિયલમાં ચંપક ચાચાનો રોલ કરી રહેલા એક્ટરનું નામ છે અમિત ભટ્ટ. અમિત રિયલ જીવનમાં 47 વર્ષના છે જ્યારે સીરિયલમાં 51 વર્ષના દિલિપ જોશી એટલે કે જેઠાલાલના પિતા બને છે.
રિયલ જીવનમાં તેઓ ખુબ જ યંગ છે પરંતુ લોકો તેઓને બાપુજીના નામથી જ ઓળખે છે. તેમની આ તસવીર ખુબ જ હેરાન કરે તેવી છે.
સીરિયલમાં ધોતી કુર્તામાં નજર આવતા અમિત જ્યારે શૂટિંગ નથી કરતાં ત્યારે તેઓ જીન્સ શર્ટમાં નજર આવે છે. ત્યારે ફેન્સ તેઓને ઓળખી જ નથી શકતાં. અણિત ભટ્ટ હાલના દિવસોમાં શૂટીંગ કરી રહ્યાં છે.
વાયરસના સંક્રમણને કારણે દેશમાં લોકડાઉન લાગુ થયુ્ું હતું અને અમિત પણ ગાઇડલાઇન્સનું સંપૂર્ણ પાલન કરે છે અને લોકોને પાલન કરવા અપીલ પણ કરી રહ્યાં છે.
અમિતે ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ ડાંસ કરતાં નજર આવી રહ્યાં છે. આ વીડિયોમાં તેમનો હસમુખો અંદાજ જોવા મળી રહ્યો છે.