સેક્સથી આ મહિલા કમાતી કરોડો રૂપિયા, આ રીતે ફસાવતી પ્રેમજાળમાં

ભારતના સૌથી ગરીબ જિલ્લાઓમાંના એક ઓડિશાના કાલાહાંડીના એક ગરીબ પરિવારમાં જન્મેલ અર્ચના નાગનું જીવન એકદમ ફિલ્મી કહાની જેવું જ છે. બે ટંકના ભોજન માટે પણ વલખાં મારતા પરિવારમાં જન્મેલ અર્ચનાએ હનીટ્રેપને વ્યવસાય બનાવી કરોડોની કમાણી કરી છે. સેક્સ, પૈસો અને દગો, તેના જીવનનો મુખ્ય ભાગ હતો. અર્ચનાએ હનીટ્રેપ અને બ્લેકમેલિંગથી કરેલ કમાણીથી મહલનુમા ઘર, લગ્ઝરી કારો અને એશોઆરામની બધી જ વસ્તુઓ ભેગી કરી લીધી, પરંતુ તેનાં કાળાં કારનામાંનો ભેદ ખોલતાં જ તેની ધરપકડ કરી દેવામાં આવી છે અને જેલમાં પૂરી દેવામાં આવી છે.

અર્ચનાની ગયા અઠવાડિયે જ બ્લેકમેલિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેની ગરીબથી અમીર બનાવવાની કહાની એટલી અનોખી છે કે, એક ઉડિયા ફિલ્મ મેકરે તેના જીવન પર ફિલ્મ બનાવવાની તૈયારી પણ શારૂ કરી દીધી છે. ઉડિયા ફિલ્મ નિર્માતા શ્રીધર માર્થાએ કહ્યું કે, તેમણે અર્ચનાના જીવન પર ફીચર ફિલ્મ બનાવવાની યોજના બનાવી છે.

પોલીસને મળેલી માહિતી અનુસાર, 26 વર્ષની અર્ચના રાજનેતાઓ, વ્યાપારીઓ અને ફિલ્મ નિર્માતાઓ જેવા અમીર અને પ્રભાવશાળી લોકોને નિશાન બનાવતી હતી. તે તેમને તેમની પર્સનલ તસવીરો અને વીડિયોને સાર્વજનિક કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતી હતી અને તગડી રકમ વસૂલતી હતી.

અર્ચનાનો જન્મ ભૂખમરા માટે કુખ્યાત કાલાહાંડી જિલ્લાના લાંજીગઢમાં થયો હતો. તેનું પાલન-પોષણ આ જ જિલ્લાના કેસિંગામાં થયું હતું. અહીં તેની માતા કામ કરતી હતી. 2015 માં તે ભુવનેશ્વર આવી હતી. શરૂઆતમાં અર્ચના એક પ્રાઈવેટ સિક્યૂરિટી ફર્મ માટે કામ કરતી હતી. ત્યારબાદ તેણે એક બ્યૂટી પાર્લરમાં કામ કરવાનું શરૂ કર્યું. અહીં તેની મુલાકાત બાલાસોર જિલ્લાના જગબંધિ ચંદ સાથે થઈ હતી. તેણે 2018 માં જગબંધુ સાથે લગ્ન કરી લીધા. આરોપ છે કે, બ્યૂટી પાર્લરમાં કામ કરતી વખતે તેણે સેક્સ રેકેટ ચલાવ્યું.

જગબંધુ જૂની કારોનો શોરૂમ ચલાવતો હતો. રાજનેતાઓ, બિલ્ડરો, વ્યાપારીઓ અને અન્ય અમીર લોકો સાથે તેની ઓળખાણ હતી. અર્ચના અને જગબંધુની પહોંચ ધારાસભ્યો અને મોટા લોકો સુધી હતી. ધારાસભ્યો સાથે અર્ચનાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેના કારણે હોબાળો થયો છે.

આરોપ છે કે, અર્ચનાએ અમીર અને મોટા લોકો સાથે મિત્રતા કરી અને તેમની પાસે મહિલાઓને મોકલી. પોલીસે દાવો કર્યો છે કે, તેણે આ લોકોની અંગત પળોની તસવીરો લીધી અને પછી તેમને બ્લેકમેલ કરી પૈસા લીધા. નયાપલ્લી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ ફરિયાદમાં એક ફિલ્મ નિર્માતાએ આરોપ મૂક્યો છે કે, અર્ચનાએ એ બીજી છોકરીઓની સાથે પોતાની તસવીરો બતાવ્યા બાદ 3 કરોડ રૂપિયાની માંગણી કરી.

એક છોકરીની ફરિયાદના આધારે અર્ચનાની 6 ઑક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. છોકરીએ અર્ચના પર આરોપ મૂક્યો હતો કે, અર્ચનાને રેકેટ માટે તેનો ઉપયોગ કર્યો. તો પોલીસે આર્થિક અપરાધ શાખા દ્વારા અર્ચના બ્લેકમેલિંગ કેસ સાથે જોડાયેલ નાણાકિય બાબતો તપાસ કરવાનો આગ્રહ કર્યો છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, પોલીસ દ્વારા કરવામાં આવેલ એક આંતરિક મૂલ્યાંકનમાં જાણવા મળ્યું છે કે, અર્ચનાએ વર્ષ 2018 થી 2022 સુધીમાં 30 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ભુવનેશ્વરના ડીસીપી પ્રતીક સિંહે કહ્યું છે કે, આ બાબતે અર્ચના વિરૂદ્ધ અત્યાર સુધીમાં માત્ર બે જ કેસ નોંધાયા છે. જો અન્ય બ્લેકમેલિંગ પીડિતો પણ તેની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવશે તો પોલીસ કાર્યવાહી કરશે. પોલીસ અર્ચનાના બેન્ક સ્ટેટમેન્ટની તપાસ કરી રહી છે.

આ બાબતે રાજકારણ પણ થઈ રહ્યું છે. વિપક્ષી કૉંગ્રેસ ધારાસભ્ય એસએસ સલૂજાએ દાવો કર્યો છે કે, સત્તાધીશ બીજદ સાંસદો અને મંત્રીઓ સાથે તેના સંબંધોનો ખુલાસિ થતાં ઓડિશામાં 22 વર્ષ જૂની નવીન પટનાયકની સરકાર પડી શકે છે. સત્તાધીશ પાર્ટી ધારાસભ્યો, મંત્રીઓ અને નેતાઓને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે.

ભાજપા ભુવનેશ્વર શાખાના અધ્યક્ષ બાબૂ સિંહે દાવો કર્યો છે કે, 18 ધારાસભ્યો અને મંત્રીઓ સહિત 25 નેતાઓ અર્ચનાના નેટવર્કમાં હતા. આરોપોનું ખંડન કરતાં બીજદએ કૉંગ્રેસ અને ભાજપા બંનેને પૂરાવા આપવાનું કહ્યું છે, જે નેતાઓ આ કેસમાં સંડોવાયેલ છે.

error: Content is protected !!