બાળકોને બહાર મોકલીને પ્રેમી સાથે મળી પતિનું ગળું દબાવી હત્યા ,આખી રાત લાશ સાથે પડી રહી, કહ્યું- કોઈ અફસોસ નથી…

ગ્વાલિયર: દેવરી કલાં ગામમાં લવ ટ્રાએન્ગલમાં પતિની હત્યા કરવામાં આવેલી હોવાનો મામલો સામે આવ્યો છે. પતિની હત્યાની આરોપી પત્નીથી 9 વર્ષ નાના યુવક સાથે પ્રેમસંબંધ હતો. પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે પતિની હત્યાનો અફસોસ નથી, જેણે મારું જીવવાનું પણ હરામ કરી નાખ્યું હતું. વારંવાર મારી સાથે મારપીટ કરતો હતો. બાદમાં તેને મનીષ નામના એક યુવક સાથે પ્રેમ થયો હતો. મનીષ તેનું વધુ ધ્યાન રાખતો હતો. બાદમાં તેણે નક્કી કરી લીધું હતું કે આ વખતે કરવાચોથનું વ્રત મનીષ માટે કરશે. ત્યાર બાદ પત્નીએ પતિની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો.

આરોપી મહિલા પાસેથી 10 સિમકાર્ડ મળી આવ્યાં     4 સપ્ટેમ્બરે તેણે પતિનું ગળું દબાવીને હત્યા કરી હતી અને આખી રાત પતિના મૃતદેહ સાથે બેડ પર જ પડી રહી હતી, જેથી બાળકોને લાગે કે તેના પિતા સૂઈ રહ્યા છે. બીજા દિવસે તેણે બોયફ્રેન્ડ અને તેના મિત્રની સાથે મળીને મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો. ત્યાર બાદ 52 દિવસ બાદ આ મામલે ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. આરોપી મહિલા પાસેથી 10 સિમકાર્ડ મળી આવ્યાં છે. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવવાને કારણે યુવકનું મોત થયાનું સામે આવ્યું                               ગ્વાલિયરની ચિનોર પોલીસને જૂની કેનાલમાંથી 6 સપ્ટેમ્બરની સવારે યુવકનો મૃતદેહ મળ્યો હતો. શરૂઆતમાં પોલીસ દ્વારા યુવકની ઓળખ થઈ શકી ન હતી. પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું, ત્યારે જુદી જ કહાની સામે આવી. રિપોર્ટમાં ગળું દબાવવાને કારણે મોત થયાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ તેની ઓળખ બેલગઢા પોલીસ મથકના દેવરી કલાં ગામનો રહેવાસી પરીક્ષિત રાવત (30) તરીકે થઈ હતી. જાણવા મળ્યું હતું કે તેની પત્ની બસંતી રાવતે પતિ ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ તપાસ કરવામાં આવી, તો પોલીસને કેટલાક પુરાવાઓ મળ્યા હતા, સામે આવ્યું કે પરીક્ષિતની હત્યા તેની પત્ની બસંતી, તેનો પ્રેમી મનીષ રાવત અને તેનો મિત્ર રવીન્દ્રએ કરી હતી.

હત્યારા પોલીસ સકંજામાં                                  જ્યારે પોલીસ તપાસ માટે ઘરે પહોંચી તો જોયું કે પત્ની બધા સાથે હસીને વાતો કરી રહી છે ત્યારે પોલીસને શંકા ગઈ હતી કે કોઈ પત્નીને તેના પતિના મોતનો જરા પણ અફસોસ નથી. બાદમાં પોલીસે બસંતીની પૂછપરછ માટે તેને પોલીસ સ્ટેશને બોલાવી. જાણવા મળ્યું કે બસંતી પાસે બે મોબાઈલ હતા. પોલીસે તપાસ કરતાં એમાંથી ચાર સિમ નીકળ્યાં હતાં અને મોબાઈલના કવરમાંથી વધુ છ સિમ મળી આવ્યાં હતાં. પોલીસે કોલ-ડિટેલ્સ કાઢી તો એક નંબર પર અનેક વખત વાત કરી હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતાં તે નંબર મનીષ રાવતનો નીકળ્યો. પોલીસે રવિવારે જ તેની ધરપકડ કરી હતી. કડક પૂછપરછ કરતાં તેણે હત્યા કરી હોવાની સમગ્ર કહાની જણાવી હતી. ત્યાર બાદ પોલીસે સોમવારે બસંતી અને મનીષના મિત્ર રવીન્દ્રની પણ ધરપકડ કરી હતી.

11 વર્ષ પહેલા થયા હતા લગ્ન                           પરીક્ષિત રાવત (30) અને બસંતી (29)ના લગ્ન 11 વર્ષ પહેલાં થયા હતા. બંનેને 7 વર્ષની દીકરી અને 5 વર્ષનો દીકરો છે. પરીક્ષિત મજૂરીકામ કરતો હતો અને તેણે નશો કરવાની આદત હતી. નશો કરીને તે પત્ની બસંતી સાથે મારપીટ કરતો હતો. આ કારણે બસંતી કંટાળી ગઈ હતી. આ દરમિયાન લગભગ એક વર્ષ પહેલાં તેની મુલાકાત ગામનો જ એક IITનો વિદ્યાર્થી મનીષ રાવત (20) સાથે થઈ, આ દરમિયાન બંનેની આંખો મળી ગઈ હતી અને પ્રેમ પાંગર્યો હતો.

પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યો બાદમાં પતિની ગેરહાજરીમાં બસંતીને મળવા માટે મનીષ ઘરે આવવા લાગ્યો. જે સમયે તે આવવાનો હોય ત્યારે બાળકોને ઘરની બહાર રમવા માટે મોકલી દેતી હતી. હવે બંનેના મિલનમાં પરીક્ષિત ખટકી રહ્યો હતો. બાદમાં બંનેએ પરીક્ષિતને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો. પોલીસના જણાવ્યા મુજબ, 4 સપ્ટેમ્બરની રાત્રે પરીક્ષિત નશો કરીને આવ્યો હતો. એ જ સમયે બસંતી મનીષને ફોન કરીને કહ્યું કે આ વખતે કરવાચોથનું વ્રત તેના માટે રાખવાનું નથી. બાદમાં મનીષ ઘરે પહોંચો હતો. બસંતી બંને બાળકોને મોબાઇલમાં ગેમ રમવાનું કહીને બહાર મોકલી દીધાં હતાં. ત્યાર બાદ તે પતિની છાતી પર બેસી ગઈ અને પ્રેમી સાથે ગળું દબાવીને પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો.

એક દિવસ સુધી ઘરમાં જ છુપાવી રાખ્યો હતો મૃતદેહ મોડી રાત થઈ ગઈ હોવાને કારણે મનીષ એકલો જ મૃતદેહને ઠેકાણે પાડવામાં સફળ થઇ રહ્યો ન હતો, માટે બંનેએ બાદમાં મૃતદેહને ઘરમાં જ રાખવાનું વિચાર્યું. બસંતી મૃત પતિને ચાદર ઓઢાડી દીધી હતી. અને તે પણ તેની સાથે જ બેડ પર સૂતી રહી હતી. જેથી બાળકોને પણ ખબર ના પડે કે તેના પિતા મૃત્યુ પામ્યા છે. બાળકોને કહ્યું કે તેના પપ્પા સૂઈ રહ્યા છે. બાદમાં 5 સપ્ટેમ્બરની રાત્રે 11 વાગે મનીષ તેનો મિત્ર રવીન્દ્ર રવટને લઈને આવ્યો હતો. બાદમાં બંનેએ પરીક્ષિતનો મૃતદેહ બાઇક પર વચ્ચે એવી રીતે રાખ્યો હતો કે લોકોને લાગે કે બાઇક પર ત્રણ યુવક બેસીને જઇ રહ્યા છે. રસ્તામાં એક વખત મૃતદેહ બાઇક પરથી નીચે પણ પડી ગયો હતો, પરંતુ બાદમાં બંનેએ ઉપાડીને બાઇક પર પાછો રાખ્યો હતો અને ચાર કિલોમીટર દૂર એક કેનાલમાં મૃતદેહને ફેંકી દીધો.

error: Content is protected !!