આ વ્યક્તિને 6 કરોડ રૂપિયાની લોટરી લાગી પણ આ રૂપિયાનું એવું કામ કર્યું કે આની ખુમારી સામે અંબાણી પણ ફિકા પડે

લોટરી જીતવી એ નસીબની વાત છે. કરોડો રૂપિયાની લોટરી જીત્યા પછી ભલભલાનું નસીબ રાતોરાત ચમકી ઊઠે છે. ઓસ્ટ્રેલિયામાં 6 કરોડ રૂપિયાની લોટરી જીત્યા પછી તે વિનર નહીં પણ તેની ફેમિલી અને મિત્રોને ફાયદો થયો. આ વ્યક્તિએ લોટરીના રૂપિયા જરૂરિયાતમંદ લોકોમાં વહેંચવાનું શરૂ કરી બધાનું ધ્યાન ખેંચ્યું.

એકસાથે ત્રણ ટિકિટ ખરીદી હતી    ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં રહેતા 47 વર્ષીય પીટર ચાર્લેટને વર્ષ 2020માં ત્રણ લોટરી ટિકિટ ખરીદી હતી. ઘણા દિવસ સુધી પીટરે રિઝલ્ટ માટે રાહ જોઈ. તેણે તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે રાતોરાત કરોડો રૂપિયાનો માલિક બની જશે. પહેલી અને બીજી ટિકિટનાં નંબર મેચ ના થયા પણ ત્રીજી ટિકિટના નંબર મેચ થઇ ગયા.

‘મારે આટલા રૂપિયાની કોઈ જરૂર નથી’        લોટરી જીત્યા પછી પીટરને વિશ્વાસ નહોતો આવતો. તેણે લોટરીની એપ ડિલીટ કરીને ફરીથી ડાઉનલોડ કરી. પીટર એક જ ઝટકે 8,96,511 ડોલર એટલે કે 6.6 કરોડ રૂપિયા જીત્યો. તેને લોટરી જીતવાની ખુશી તો થઇ પણ પીટરે વિચાર્યું કે મારે આટલા બધા રૂપિયાની કોઈ જરૂર નથી.

મદદ કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો

​​​પીટરે તેની લોટરીની રકમ ડોનેટ કરવાનું વિચાર્યું. તેણે ફેમિલી અને મિત્રોને મદદ કરી. આ ઉપરાંત પીટરે મદદ કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પણ ઉપયોગ કર્યો. વિનરે એક પોસ્ટમાં લખ્યું, ‘જો તમને રૂપિયાની જરૂર હોય તો મને તમારી બેંક ડિટેલ્સ મોકલો. હું તમને મદદ કરીશ.’ જોતજોતામાં અનેક જરૂરિયાત મંદ લોકોના મેસેજ આવવા લાગ્યા અને પીટર ખુશી-ખુશી રૂપિયા દાન કરવા લાગ્યો.

‘બીજાની ખુશીમાં મારી ખુશી’                           ​​​​​​આજની તારીખે પણ પીટર કોઈ રેસ્ટોરાં કે કેફેમાં જાય છે તો કોઈ અજાણ્યા વ્યક્તિની બિલ ચૂકવીને ચૂપચાપ બહાર નીકળી જાય છે. પીટરે કહ્યું, મને બીજાની મદદ કરવી ગમે છે. બીજાની ખુશીમાં મારી ખુશી.

error: Content is protected !!