આ વ્યક્તિ જ્યૂસની જેમ રોજ પીએ છે પોતાનો જ પેશાબ, આમ કરવાના ફાયદા પણ ગણાવ્યા!

આ વ્યક્તિ જ્યૂસની જેમ રોજ પીએ છે પોતાનો જ પેશાબ, આમ કરવાના ફાયદા પણ ગણાવ્યા!

દુનિયામાં એવા અનેક લોકો છે, જે અજીબોગરીબ ચીજવસ્તુ ખાવા-પીવાના શોખીન છે. આ લોકોની ફૂડ હેબિટ્સને જોઇ લોકો પણ હેરાન થઇ જાય છે. અત્યાર સુધી તમે ડિસ્કવરી ચેનલ પર જોયું હશે કે કેવી રીતે ‘મેન વર્સેસ વાઇલ્ડ’ના હોસ્ટ બિયર ગ્રિલ્સ એક એપિસોડમાં પોતાનો પેશાબ પી જાય છે, પરંતુ હવે આવું જ કંઇક કરવાનો દાવો ઇંગ્લેન્ડમાં રહેતા એક શખ્સે કર્યો છે. પેશાબ પીધા બાદ શખ્સે દાવો કર્યો કે આવું કરવાથી તેની સ્કિનમાં નિખાર આવ્યો છે.

32 વર્ષીય હેરી ઇંગ્લેન્ડના હેમ્પશાયરનો રહેવાસી છે,
દુનિયામાં અનેક પ્રકારના લોકો રહે છે, જેમાંથી કેટલાક તો અજીબોગરીબ શોખને કારણે પ્રખ્યાત છે, આવો જ એક શખ્સ ઇંગ્લેન્ડમાં રહે છે અને તેનું નામ હેરી છે.32 વર્ષીય હેરી ઇંગ્લેન્ડના હેમ્પશાયરનો રહેવાસી છે, તે પ્રથમવાર ત્યારે લાઇમલાઇટમાં આવ્યો જ્યારે તેણે પોતે સોશિયલ મીડિયામાં કહ્યું કે તે દરરોજ અંદાજે 200 મિલીલીટર વાસી પેશાબ પીએ છે.

તે પહેલા પેશાબને બોટલમાં જમા કરે છે અને ત્યારબાદ તેને એક સપ્તાહથી એક મહિના સુધીમાં પીએ છે.
હેરીએ દાવો કર્યો છે કે આમ કરવાને કારણે તેને અનેક ફાયદા થયા, જેમાં પહેલાં તે ડિપ્રેશનમાં રહેતો હતો, પરંતુ હવે તેમાં ખૂબ જ ઘટાડો થયો. હવે તે ખુશ છે.જ્યારે તેણે પોતે સોશિયલ મીડિયામાં કહ્યું કે તે દરરોજ અંદાજે 200 મિલીલીટર વાસી પેશાબ પીએ છે.