ભારતનાં આ કપલે 4 લાખ રૂપિયા ખર્ચીને રસ્તા પરના 2000 ખાડા પૂર્યા, 11 વર્ષથી આ કામ કરીને લોકોનાં જીવ બચાવે છે
દેશમાં ઠેર-ઠેર રસ્તા પર ખાડાઓને લીધે અનેક લોકો દર વર્ષે અકસ્માતમાં જીવ ગુમાવે છે. હૈદરાબાદનું કપલ આ ખાડા ભરીને લોકોનું અમૂલ્ય જીવન બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ કપલે તેના પ્રયત્નોથી દરેકનું ધ્યાન ખેંચ્યું છે.આ કામ માટે તેઓ પોતાના દર મહિનાના પેન્શનના રૂપિયામાંથી ખર્ચ કરે છે. અત્યાર સુધી તેઓ 4 લાખ રૂપિયા ખર્ચીને 2000 જેટલા ખાડા ભરી ચૂક્યા છે.
પેન્શનનાં રૂપિયાથી ખાડા પૂરે છે
ગંગાધર તિલક કટનામ અને તેમની પત્ની વેંકટેશ્વરી કટનામ છેલ્લા 11 વર્ષથી આ કામ કરે છે. ગંગાધર નિવૃત્ત રેલવે એન્જિનિયર છે. ગંગાધરની ઉંમર 73 વર્ષ છે અને તેની પત્નીની ઉંમર 64 વર્ષની છે. આ કપલ હૈદરાબાદના રસ્તાઓ રીપેર કરવાનું કામ કરે છે. જોવાની વાત તો એ છે કે, આ કામ માટે તેઓ પોતાના દર મહિનાના પેન્શનના રૂપિયામાંથી ખર્ચ કરે છે. અત્યાર સુધી તેઓ 4 લાખ રૂપિયા ખર્ચીને 2000 જેટલા ખાડા ભરી ચૂક્યા છે.
35 વર્ષ સુધી રેલવેમાં નોકરી કરી
પોતાના આ કામ વિશે ગંગાધરે કહ્યું, રેલવેમાંથી નિવૃત્ત થયા પછી મેં આ કામની શરુઆત કરી. મેં રસ્તાની ખરાબ હાલત વિશે ઘણા અધિકારીઓને પણ વાત કરી પણ મને કોઈ જગ્યાએથી સારો રિસ્પોન્સ ના મળ્યો. આથી મેં પત્ની સાથે ખાડા ભરવાનું કામ શરુ કર્યું. આ કપલને સ્થાનિકો રસ્તાના ડૉક્ટર કહે છે. આ કામ કર્યા પહેલાં ગંગાધરે 35 વર્ષ સુધી રેલવેમાં નોકરી કરી હતી. એ પછી તેઓ એન્જિનિયર તરીકે એક સોફ્ટવેર કંપનીમાં કામ કરવા લાગ્યા. કપલે એક શ્રમદાન નામની સંસ્થા પણ શરુ કરી છે. આ સંસ્થામાં કોઈ પણ વ્યક્તિ ખાડા પૂરવા માટે રકમ ડોનેટ કરી શકે છે.
આ કપલ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે.
આટલી ઉંમરે પણ તેમનું કામ જોઇને યુઝર્સ વખાણ કરી રહ્યા છે.આ કામ કર્યા પહેલાં ગંગાધરે 35 વર્ષ સુધી રેલવેમાં નોકરી કરી હતી. એ પછી તેઓ એન્જિનિયર તરીકે એક સોફ્ટવેર કંપનીમાં કામ કરવા લાગ્યા. કપલે એક શ્રમદાન નામની સંસ્થા પણ શરુ કરી છે. આ સંસ્થામાં કોઈ પણ વ્યક્તિ ખાડા પૂરવા માટે રકમ ડોનેટ કરી શકે છે.