લાડકવાયી દીકરીના લગ્ન વખતે જ ચોરો 50 લાખના ઘરેણા ચોરી ગયા, માતા-પિતા રડી પડ્યા, જુઓ તસવીરો
એક ખૂબ આઘાતજનક બનાવ સામે આવ્યો છે. એક પરિવારમાં જ્યાં એક બાજુ લાડલી દીકરીના લગ્ન ચાલતા હતા, ત્યારે બીજી તરફ દુલ્હનના ઘરેણા ચોરાઈ ગયા હતા. ચોરોના આ કારસ્તાનથી આખો પરિવાર ટેન્શમાં આવી ગયો હતો. ચોરો બે ભાઈઓના ઘરમાં એક સાથે દાગીના રોકડ સહિત 50 લાખ રૂપિયાનો સામાન ચોરી કરીને લઈ ગયા હતાં. એટલું જ નહીં લાડલી દીકરીને પિતાએ ઘરેણા વગર જ વિદાઈ કરવી પડી હતી. આ ક્ષણે પિતાની આંખો ભરાઈ આવી હતી.
આ બનાવ ગ્વાલિયરનો છે. જેમાં એક પરિવારમાં દીકરીના લગ્નની ખુશી ચોરોએ આઘાતમાં ફેરવી દીધી. મેરેજ ગાર્ડનમાં લગ્નની વિધિ ચાલી રહી હતી. બીજી તરફ ચોરો ઘરમાંથી રોકડ અને દાગીના લઈ ગયા હતા. ચોરોએ એકસાથે બે ભાઈઓના ઘરમાં પ્રવેશ કર્યો હતો. દાગીના સહિત રૂ.50 લાખના માલસામાનની ચોરી કરી હતી. સવારે પરિવારે દાગીના વિના કન્યાને વિદાય કરવી પડી હતી.
ઘટના બુધવાર રાત્રે હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારના સુભાષ નગરની છે. પરિવારના કેટલાક સભ્યો રાત્રે ઘરે આવ્યા ત્યારે ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સુભાષ નગર 44 અને 45 બીમાં રહેતા પુરણ સિંહ અને અર્જુન સિંહ રાઠોડ સામસામે રહે છે. પુરણ સિંહની પુત્રી ભાવના રાઠોડના લગ્ન 9 ફેબ્રુઆરીના રોજ થયા હતા. ઘરથી 5 કિમી દૂર ગોલા કા મંદિર વિસ્તારમાં આવેલા મેરેજ ગાર્ડનમાં સમારોહ યોજાયો હતો. બંને ઘરના તમામ સભ્યો ઘરને તાળું મારીને લગ્ન પ્રસંગમાં ગયા હતા. જેનો લાભ લઈને ચોરોએ બંને મકાનમાં ત્રાટક્યા હતા.
પુરણસિંહના ઘરમાંથી રૂ.20 લાખનું સોનું અને રૂ.4 લાખ 60 હજારની રોકડની ચોરી થઈ હતી. તો, અર્જુન સિંહના ઘરેથી ચોરો લગભગ 25 થી 30 લાખની જ્વેલરી લઈ ગયા હતા. ચોરાયેલી મોટાભાગની વસ્તુઓમાં દુલ્હનના નવા ઘરેણાં અને જૂનું સોનું હતું.
ઘરેણાં વિના દીકરીને વિદાય આપવી પડી
ચોરીની ઘટનાથી લગ્નવાળા ઘરમાં વાતાવરણ ગમગીન બની ગયું હતું. ગુરુવારે સવારે યુવતીની વિદાય થવાની હતી. તેને ચડાવા પણ આપવાનું હતુ.. આવી સ્થિતિમાં દીકરીએ ઘરેણાં વિના વિદાય લેવી પડી. એટલું જ નહીં ચોરો મંગલ કાર્યક્રમ, હલવાઈ અને ડેકોરેશન વ્યકિતને આપવા માટે રાખેલા રૂપિયા પણ લઈ ગયા હતા.
CCTVમાં શંકાસ્પદ દેખાયા
માહિતી મળતાં જ એસપી સહિત વરિષ્ઠ અધિકારીઓ અને ફોરેન્સિક નિષ્ણાતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને ઘટનાસ્થળેથી કેટલીક કડીઓ મળી છે. ઘરથી થોડે આગળ ઘરમાં સીસીટીવી કેમેરા લાગેલા છે. જ્યાં કેટલાક શંકાસ્પદ લોકો ફોર વ્હીલર દ્વારા આવતા-જતા જોવા મળે છે. પોલીસ હવે અન્ય સીસીટીવી કેમેરાની મદદથી ચોરોને શોધી કાઢવાનો પ્રયાસ કરી રહી છે.એક બાજુ લાડકવાયી દીકરીના લગ્ન થતાં હતા, બીજી બાજુ ચોરો 50 લાખના ઘરેણા ચોરી ગયા, દીકરીને ઘરેણા વગર જ વિદાઈ કરવી પડી