સ્વરૂપવાન યુવતી સાથે લગ્ન થતા ખુશ હતો યુવક, પણ 21 દિવસ પછી જે થયું એ…
લગ્નવાંછુકો માટે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. પાત્રની ખરાઈ કર્યા વગર લગ્ન કરવા લીંબડીના યુવકને મોંઘા પડ્યા હતા. વાત એમ બની છે કે લીંબડીના યુવકે 2.50 લાખ રૂપિયા આપીને યુવતી સાથે લગ્ન કર્યા હતા. લીંબડી આવ્યા બાદ 21 દિવસ પણ નહોતા વિત્યાને દુલ્હન યુવતી છૂમંતર થઈ ગઈ હતી. એટલું જ નહીં યુવતી સાથેસાથે દાગીના અને કપડાં પણ લેતી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ લીંબડીના યુવકે રૂ. 2.50 લાખમાં લગ્નનો સોદો કર્યો હતો. નાણા લીધા બાદ 21 દિવસમા માનતા પુરી કરવાના બહાને પરત ગયા બાદ લૂંટેરી દુલ્હને ફોન ઉપાડવાના બંધ કરી દીધું હતું.
આમ યુવકને લૂંટરી દુલ્હનનો શિકાર થયાનો અહેસાસ થયો હતો. આમ લગ્નના 21 દિવસ પણ નહોતા થયા અને દુલ્હને બતાવ્યો પોતાનો અસલી રંગ બતાવ્યો હતો. અને ભોળા યુવાનને પોતાની જાળમા ફસાવ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાઓ થવા લાગી છે.
લીંબડીમાં એક લૂંટરી દુલ્હને યુવકને લગ્નજાળમાં ફસાવી રૂ. 2.50 લાખનો ચુનો લગાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. બીજી બાજુ લૂંટેરી દુલ્હનનો ભોગ બનેલા યુવાને પોલીસ ફરીયાદ કરવાની તજવીજ પણ હાથ ધરી છે.સુરેન્દ્રનરના યુવકને લગ્ન કરવા મોંઘા પડ્યા, 21 દિવસ પણ નહોતા થયા અને દુલ્હને બતાવ્યો પોતાનો અસલી રંગ, દુલ્હા સાથે ન કરવાનું કરી નાંખ્યું