મહિલાની ડોક કાપી લાશને વળગી પડ્યો પાગલ પ્રેમી,આજે તને જીવથી મારી નાંખીશ, 

રાજસ્થાન:જાલોરના આહોર ક્ષેત્રમાં રવિવારે એક તરફી પ્યારમાં પ્રેમીએ મહિલાની હત્યા કરી છે. પ્રેમી મહિલાને તેનો જીવ નીકળી જાય ત્યાં સુધી કુહાડી મારતો રહ્યો. જ્યાં સુધી મહિલાની શ્વાસ ચાલતો રહ્યો, આરોપી બૂમો પાડતો રહ્યો કે હું તને મારી દઈશ. ગર્દન અને શરીરના અન્ય હિંસાઓ પર એટલી ઈજા કરી કે જમીન લોહીથી લાલ થઈ ગઈ. આરોપી પર પાગલપન એટલે હદ સુધી હતું કે મૃત્યુ પછી પછી શબને લપેટી લીધુ. પોલીસે આ પાગલ શખ્સની ઘટના સ્થળેથી ધરપકડ કરી.

મૃત્યુ થાય ત્યાં સુધી સતત કરતો રહ્યો ઈજા         થાંવલા ગામની 32 વર્ષીય મહિલા શાંતિદેવી ચૌધરી મનરેગા મજૂર હતી. મહિલાનો પતિ શાંતિલાલ મહારાષ્ટ્રમાં કામ કરે છે. શાંતિદેવીને બે પુત્ર છે. અહીં તે પોતાના સાસરીયા સાથે રહેતી હતી. શાંતિદેવી રવિવારે જોજાવર નાડીમાં મનેરેગાનું કામ કરી રહી હતી. આ દરમિયાન ગામનો રહેનારો 21 વર્ષીય ગણેશ પુત્ર થાનારામ મીણા આવ્યો. તેણે મહિલાને કહ્યું કે તે તેને પ્રેમ કરે છે. મહિલાએ ઈન્કાર કર્યો તો ગુસ્સામાં આવીને કુહાડીથી હુમલો કર્યો. પાગલપનમાં આરોપીએ કુહાડી ફેરવીને કહ્યું કે આજે તને મારી નાંખીને જ રહીશ. આરોપી બૂમો પાડતો રહ્યો અને મહિલાની ગર્દન કપાઈ હોવા છતાં તેને કુહાડીથી ઈજા પહોંચાડતો રહ્યો.જીવથી મારી નાંખીશ,

મૃત્યુ છતાં શબને વળગી પડ્યો આરોપી                પાગલ પ્રેમીએ ધારદાર હથિયારથી કરેલા હુમલાને પગલે મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. મનરેગાના અન્ય શ્રમિકોએ બચાવવાનો પ્રયત્ન પણ કર્યો. આરોપી બૂમો પાડતો રહ્યો અને મહિલાની ગર્દન કપાઈ હોવા છતાં તેને કુહાડીથી ઈજા પહોંચાડતો રહ્યો.જીવથી મારી નાંખીશ,

આરોપીએ અન્ય લોકોને પણ મારી નાંખવાની ધમકી આપી. ડરના પગલે તમામ લોકો પાછળ હટી ગયા. આરોપી હત્યા કર્યા પછી મહિલાના શબને વળગી પડ્યો. માહિતી મળ્યા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે પણ આરોપી શબને છોડવા તૈયાર નહોતી. પોલીસે જબરજસ્તીથી તેની ધરપકડ કરી અને શબને હોસ્પિટલ પહોંચાડ્યું.

એક તરફી પ્રેમ બન્યો મૃત્યુનું કારણ                      પોલીસે જણાવ્યું કે આ મામલામાં થાનારામ મીણાના પુત્ર ગણેશની ધરપકડ કરવામાં આવી છે. તે થાંવલા ગામનો રહેવાસી છે. આરોપી મહિલાને એક તરફી પ્રેમ કરતો હતો. ઘણા મહિનાથી પીછો કરીને હેરાન કરી રહ્યો હતો. મહિલાએ આ અંગે પોતાના પતિ શાંતિલાલ ચૌધરીને પણ જાણ કરી હતી. પતિએ આરોપી ગણેશ મીણાને સમજાવ્યો પણ હતો, જોકે તે ન માન્યો અને ઘટના મૃત્યુ સુધી પહોંચી. મામલામાં મહિલાના જેઠ ગોમારામ પુત્ર નાથૂરામ ચૌધરીએ હત્યાનો કેસ નોંધાવ્યો છે. મહારાષ્ટ્રથી પતિના આવ્યા પછી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે.

error: Content is protected !!