બિહારના સિવાનમાં મહિલાએ એક સાથે પાંચ બાળકોને આપ્યો જન્મ! લોકોની ભીડ જોવા ઉમટી પડી
બિહાર સિવાનમાં એક આશ્ચર્યજનક મામલો સામે આવ્યો છે. જ્યાં સિવાન સદર હોસ્પિટલમાં એક મહિલાએ એક સાથે પાંચ બાળકોને જન્મ આપ્યો હતો. આ સાંભળીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. પાંચેય નવજાત બાળકોમાં 2 છોકરા અને 3 બાળકો છે. હાલમાં બાળકોને નાજુક સ્થિતિમાં PMCH રેફર કરવામાં આવ્યા છે, જ્યારે માતા સિવાન સદર હોસ્પિટલમાં જ દાખલ છે.
મહિલાએ એક સાથે 5 બાળકોને જન્મ આપ્યો
સિવાનના સ્માઇલ શહીદ તકીયા વિસ્તારના વોર્ડ નંબર 18માં મોહમ્મદ ઝૂના પત્ની ફૂલજહાં સાથે રહે છે. મોહમ્મદ ઝૂનાની પત્ની માતા બનવાની હતી. ગુરુવારે તેને પ્રસવ પીડા થતાં સિવાન સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
જેમાં ફૂલજહાંએ એક સાથે 5 બાળકોને જન્મ આપ્યો હતો. આ સમાચાર મળતા જ બાળકોને જોવા પરિજનોની સાથે લોકોની ભીડ પણ ઉમટી હતી. મહિલાના સગા-સબંધીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી.
એક સાથે 5 બાળકોને જન્મ આપ્યા બાદ ફૂલજહાંની સ્થિતિ સારી છે. જ્યારે બાળકોની નાજુક સ્થિતિને ધ્યાનમાં લેતા ડોકટરોએ તેમને PMCH હોસ્પિટલ રેફર કર્યા છે. એક સાથે પાંચ બાળકોને જન્મ આપતા સીવાનમાં ચર્ચા વેગવંતી બની છે. આરોગ્ય કર્મચારીઓ પણ અચરજમાં છે. હાલમાં તમામ બાળકોને PMCH રેફર કરવામાં આવ્યા છે.
સિવાન હોસ્પિટલના ડોકટર યદૂવંશ કુમાર શર્માએ જણાવ્યુ હતું કે મહિલાના ઓપરેશન બાદ એક સાથે પાંચ બાળકોનો જન્મ થયો હતો. મહિલાનું ઓપરેશન કરનાર ડોકટરોની ટીમમાં ડો.રીટા સિંહ, બાળ રોગ નિષ્ણાંત ડો.કાલિકા સિંહ, ડો. અમરેશ કુમાર સિંહ ડો. પલ્લવી અને પવન કુમાર સામેલ હતા. હાલમાં પાંચેય બાળકોની નાજુક સ્થિતિને જોતાં તેમને PMCH રેફર કરવામાં આવ્યા છે.