અમદાવાદમાં રહેતી પત્ની IASની પરીક્ષાની તૈયારી માટે પિયર ગઈ,પતિ પોતાના સ્પામાં કામ કરતી મહિલા સાથે 

અમદાવાદમાં આડા સંબંધોના વિચિત્ર કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. પતિ અને પત્ની વચ્ચેના વિવાદો પણ વધી રહ્યાં છે. ત્યારે શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્ની IASની પરીક્ષાની તૈયારીઓ કરવા માટે પીયર ગઈ અને પતિ અન્ય સ્ત્રી સાથે લીવ ઈનમાં રહેવા માંડ્યો હતો. લીવ ઈનમાં રહેતાં તે પત્ની, માતા-પિતા અને તેના બાળકોને પણ ઓળખવા માટે તૈયાર નહોતો. અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમે પત્નીને કાયદાકીય માહિતી આપીને મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવડાવી હતી.

પત્ની IAS માટેની પરીક્ષાની તૈયારી માટે પિયર ગઈ હતી : પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં પરિવાર સાથે રહેતી પત્ની IAS માટેની પરીક્ષાની તૈયારી કરવા માટે પિયર ગઈ હતી. આ દરમિયાન પતિ અન્ય સ્ત્રી સાથે લીવ ઈનમાં રહેવા લાગ્યો હતો. આ અંગેની પત્નીને જાણ થઈ ત્યારે તે તેના પતિને સમજાવવા ગઈ તો પતિ પત્ની તેના બાળકો અને માતા પિતા સાથે રહેવા તૈયાર નહોતો. જેથી કંટાળેલી પત્નીએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી હતી.તેણે અભયમની ટીમને ફોન કરીને કહ્યું હતું કે, મારા પતિ છેલ્લા છ મહિનાથી એક સ્ત્રી સાથે લીવ ઈન રીલેશનશીપમાં રહે છે.

પતિએ તેની પત્નીના નામે એક લાખની લોન પણ લીધી હતી : મહિલાના ફોન બાદ અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે મહિલાની પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, ફેસબુક પર સંપર્ક થયા બાદ મહિલાના લગ્ન યુવક સાથે થયાં હતાં. મહિલા ભણેલી ગણેલી હોવાથી તે નોકરી કરતી હતી અને પતિનો ખર્ચો પણ ઉપાડતી હતી. લગ્ન જીવનમાં આ મહિલાએ બે બાળકોને જન્મ આપ્યો હોવાથી બાળકોનું ધ્યાન રાખવા માટે નોકરી છોડીને IASની તૈયારી કરવા લાગી હતી. જેથી પતિએ મહિલાને તેના માતા પિતાના ઘરે IASની તૈયારી માટે મોકલી આપી હતી. જો કે એક મહિના પછી યુવતી તેના પતિના ઘરે પરત ગઈ ત્યારે જાણવા મળ્યું કે, તેનો પતિ કોઈ અન્ય સ્ત્રી સાથે લીવ ઈન રીલેશનશીપમાં રહે છે. અગાઉ પતિને ત્રણ લગ્ન થઈ ચૂક્યાં છે. જેની જાણ યુવતીને જ નહોતી. એટલું જ નહીં યુવતીના કોરા ચેકમાં સહી કરાવીને તેના નામે રૂપિયા એક લાખની લોન લીધી હતી.

માતા- પિતા અને બાળકોને પણ ઓળખવાનો ઈનકાર કર્યો : અભયમની ટીમે પતિનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે ફોન ઉપાડતો નહોતો પૈસા પણ આપતો નહોતો. બીજી બાજુ સાસુના પણ એક કરોડ રૂપિયા લઈને અમદાવાદમાં એક સ્પા ખોલ્યુ હોય તેમાં કામ કરતી મહિલા સાથે પતિ લીવ ઈન રીલેશનશીપનો કરાર કરીને રહેવા લાગ્યો હતો. જેથી તે પોતાની પત્ની સાથે રહેવા તૈયાર નહતો.

સ્પામાં કામ કરતી સ્ત્રી સાથે લીવ ઈન કરાર પર રહેતા પતિને મળવા : પુછપરછ કરતા તેની પત્ની, માતા-પિતા અને બાળકો ગયા ત્યારે તે કોઈને ઓળખવા તૈયાર ન હતો. અને કોઈ સાથે સંબંધ નહીં રાખવાનું રટણ કર્યા કરતો હતો. જેથી પત્નીએ અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી અને હેલ્પલાઈને કાયદાકિય સમજણ આપીને મહિલા આયોગમાં ફરિયાદ કરવા જણાવ્યું હતું.

error: Content is protected !!