રૂમનો દરવાજો ખોલ્યો તો પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ, બેડ પર પત્ની કપડાં વગર જ યુવક સાથે…

પતિ-પત્નીના સંબંધોને કલંકિત કરતો વધુ એક બનાવ સામે આવ્યો છે. એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને પતિની ઘાતકી રીતે ક્રુરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. મહિલાનું ગામના જ એક યુવક સાથે 10 વર્ષથી ચક્કર ચાલતું હતું. એક દિવસ પતિ રાત્રે પત્ની અને તેના રંગીન મિજાજ આશિકને રંગરેલિયા મનાવતા જોઈ ગયો હતો. પતિ-પત્ની વચ્ચે જારદાર ઝઘડો થયો હતો. બાદમાં પતિએ પત્નીના ભાઈ અને પિતાને આ કાળી કરતૂતની વાત કરી દેવાની ધમકી આપી હતી. પોતાનું અફેર છૂપાવવા પત્નીએ પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢી નાખ્યું હતું. એટલું જ નહીં લાશને સાફ કરી સામાન્ય મોત દેખાડવાની કહાની પણ ઘડી હતી.

આ હીચકારો અને સંબંધોને શર્મશાર કરતો બનાવ મધ્યપ્રદેશના બૈતૂલ જિલ્લામાં બન્યો હતો. પોલીસને સૂચના મળી હતી કે કછાર નામના ગામમાં ઓમપ્રકાશ રાવ નામના યુવાનની લાશ મળી છે. પોલીસ જ્યારે ગામમાં પહોંચી તો ખબર પડી કે પરિવારજનોએ લાશને ઘટનાસ્થળથી ઘરે લાવી નવરાવી-ઘોવરાવી નાખી હતી. પોલીસને શંકા જતાં બધાને બોલાવી પૂછપરછ કરી હતી. જેમાં યુવકની પત્નીએ અનસુઈયા જણાવ્યું હતું કે કોઈ અજ્ઞાત વ્યક્તિએ તેની હત્યા કરી નાખી હતી.

પોલીસ સ્ટેશન વિસ્તારના કછાર ગામમાં 17 ફેબ્રુઆરીએ ગ્રામીણ ઓમપ્રકાશ રાવની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. આ નિર્દય હત્યા અન્ય કોઈએ નહીં પણ પત્નીએ તેના પ્રેમી સાથે મળીને કરી હતી. પોલીસે હત્યાનો કેસ નોંધીને મૃતકની પત્ની અનુસુયા રાવ અને તેના પ્રેમી રામવિલાસની ધરપકડ કરી છે.

પોલીસ સ્ટેશનના પ્રભારી શિવનારાયણ મુકાતીએ જણાવ્યું કે, 17 ફેબ્રુઆરીએ પાકની રખેવાળી કરનારા ઓમપ્રકાશનો લોહીલુહાણ મૃતદેહ પડ્યો હતો. તેની પત્ની અને પુત્રએ મૃતદેહને ઉપાડીને ઘરે લાવ્યા અને તેને સ્નાન કરાવ્યું. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કર્યું અને પોસ્ટમોર્ટમ કરાવ્યું. મૃતકના શરીર પર તિક્ષ્ણ હથિયારના 19 ઘા માર્યા હતા.

પોલીસે શંકાના આધારે પત્નીની કડક પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. તેણે પોલીસને જણાવ્યું કે તેને ગામના રામવિલાસ સાથે આઠ-દસ વર્ષથી પ્રેમસંબંધ હતો. 16 જાન્યુઆરીની રાત્રે જ્યારે મૃતક તેના બે પુત્રો સાથે લગ્નમાંથી પાછો આવ્યો ત્યારે તેણે તેની પત્ની અને રામવિલાસને ઘરની પાછળ બેઠેલા જોયા. આ સાથે તેણે ગામમાં પંચાયત બોલાવવાની ધમકી આપી અને ગુસ્સે થઈને ખેતરમાં રખેવાળી કરવા ગયો. પત્ની અને તેના પ્રેમીએ ગામમાં ભેદનો પર્દાફાશ થવાના ડરથી તેને માર્ગ પરથી હટાવવાની યોજના બનાવી હતી અને રાત્રે ખેતરમાં પહોંચી ગયા હતા.

પત્નીએ ઓમપ્રકાશનું મોઢું કપડાથી બંધ કરી દીધું અને રામવિલાસે છરી વડે એક પછી એક 19 ઘા માર્યા. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હત્યા બાદ પત્ની પોતાના ઘરે પરત ફરી હતી. સવારે પુત્રો સાથે પતિ ન આવતાં તેઓ ખેતરમાં પહોંચ્યા તો ત્યાં લોહીલુહાણ લાશ પડી હતી. તેણી તેના પુત્રો સાથે મૃતદેહને ઘરે લાવી અને પુરાવા છુપાવવા માટે તેને પાણીથી સ્નાન કરાવ્યું. બારીકાઈથી વિચાર-વિમર્શ કર્યા બાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો હતો અને કલમ 302નો કેસ નોંધીને પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી.પત્નીએ પ્રેમીની સાથે મળીને પતિને ઉતાર્યો મોતને ઘાટ, ગુનો છુપાવવા માટે કર્યુ એવું કામ, તમે જાણશો તો ચોંકી જશો

error: Content is protected !!