પત્નીના અનેક પુરુષો સાથે હતા આડા સંબંધ, પતિના મર્ડરમાં પકડાઈ તો પોલીસને પણ કરી આવી ઓફર

પત્નીના અનેક પુરુષો સાથે હતા આડા સંબંધ, પતિના મર્ડરમાં પકડાઈ તો પોલીસને પણ કરી આવી ઓફર

ઈન્ટરનેશનલ બાઈક-રાઇડર અસબાક મોનના મોતની કહાની કોઈ ફિલ્મ જેવી જ છે. આ સ્ટોરીમાં માસ્ટર માઈન્ડના રોલમાં છે- રાઈડરની ચાલાક પત્ની સુમેરા. સુમેરાના તેના પતિના ઘણા મિત્રો સાથે આડાસંબંધ હતા. પતિને તેનો ખ્યાલ આવતાં તેણે રસ્તામાંથી હટાવવા માટે ભયાનક કાવતરું ઘડ્યું. હત્યાના કાવતરાની આખી સ્ક્રિપ્ટ બેંગલુરુમાં લખાઈ હતી અને એનો ઈશારો મળતાં જ તેના બે મિત્રોએ જૈસલમેરમાં તેની હત્યા કરી દીધી હતી. પતિને દફનાવ્યા પછી તેના એકાઉન્ટમાંથી એક કરોડનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે. આ ચબરાક મહિલાની જાળમાં તો એકવાર પોલીસ પણ ફસાઈ ગઈ હતી અને તેણે સમગ્ર ઘટનાને નેચરલ ડેથ માની લીધું હતું, પરંતુ આરોપી ગમે તેટલો ચાલાક હોય તો પણ ક્યાંક તો ફસાઈ જ જાય છે.


હકીકતમાં 2018માં બાઈક-રાઈડરનું જૈસલમેરનું મોત થયું હતું. કેસ પણ બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ 2020માં એ સમયે એસપી અજય સિંહે ફાઈલ જોઈ ત્યારે એમાં ઘણી ચોંકાવનારી વાતો બહાર આવી હતી. સવાલ એ ઊભો થયો કે ગળા અને કમરના ભાગમાં ઈજા આવી હતી તો રાઈડરે જાતે બાઈક કેવી રીતે સ્ટેન્ડ પર કર્યું? હેલ્મેટને બાઈક પર કેવી રીતે લગાવી? આ સવાલમાં પોલીસ પોતે પણ ગોથાં ખાઈ ગઈ હતી. ત્યાર પછી આ મડર મિસ્ટ્રીની તપાસ શરૂ થઈ હતી.

આ દરમિયાન પોલીસને કેસ બંધ કરવા માટે પણ 50 લાખ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી, પરંતુ પોલીસે ઈમાનદારીથી સંપૂર્ણ સત્ય દુનિયાની સામે લાવીને મૂકી દીધું હતું. કેસ સોલ્વ કરવામાં એ સમયના એસપી અજય સિંહ (હાલ હનુમાનગઢ), ઈન્સ્પેક્ટર કાંતા સિંહ (હાલ નિવૃત્ત) અને સાયબર પ્રભારી ભીમરાવનો મહત્ત્વનો રોલ છે. ચાર વર્ષે કેસ સોલ્વ થતાં મિડીયાએ ત્રણેય સાથે વાત કરી હતી. જાણ્યું હતું કે કેવી રીતે રાઈડરની ચબરાક પત્નીને પોલીસે પકડી હતી…


SPએ રિઓપન કર્યો કેસ
2020માં કેસની ફાઈલ એ સમયના એસપી અજય સિંહને મોકલવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈને ઘણા સવાલ ઊભા કર્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે, મૃતકના પેટમાં અડધું પચેલું જમવાનું મળ્યું હતું, ગળા અને કમરના હાડકાંમાં ગંભીર ઈજા થઈ હતી. (આમ ભૂખ-તરસને કારણે મોત થયું હોવાની વાત ખોટી છે). બીજી બાજુ હાલમાં હનુમાનગઢના એસપી અજય સિંહે જણાવ્યું હતું કે આ કેસમાં વણઊકલ્યા સવાલોના કારણે કેસ રિઓપન કરવામાં આ્યો હતો. આ દરમિયાન મૃતકની માતા અને ભાઈએ પણ મોત વિશે શંકા વ્યક્ત કરી હતી.

પતિના મિત્રો સાથે રાતે કરતી હતી લાંબી લાંબી વાતો
જુલાઈ 2020માં કેસની તપાસ માટે ફાઈલ ે સમયના ઈન્સ્પેક્ટર કાંતા સિંહ (હાલ નિવૃત્ત)ને સોંપવામાં આવી હતી. કેસની તપાસ માટે તેઓ કર્ણાટક ગયા હતા. કાંતા સિંહે જણાવ્યું કે ત્યાં મૃતકની પત્ની સુમેરા પરવેઝ અને તેના મિત્રોનાં નિવેદન લેવામાં આવ્યાં હતાં. મિત્રોએ રાઈડરની પત્નીનો પરિચય હોવાની વાત નકારી. જૈસલમેર આવીને સાઈબર સેલ કોન્સ્ટેબલ ભીમરાવની મદદથી ત્રણેયની કોલ ડિટેલ કઢાવી હતી, જેમાં જાણવા મળ્યું કે સુમેરા તેના રાઈડર પતિના મિત્રો સાથે રાત્રે લાંબી વાતો કરતી હતી. પતિના મોત પછી પણ તે તેના મિત્રો સાથે વાતો કરતી હતી. તપાસમાં ખબર પડી કે સુમેરાનું નીરજ નામની વ્યક્તિ સાથે અફેર હતું.

2020માં હત્યાની ફરિયાદ નોંધાઈ
નિવૃત્ત ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે શંકાસ્પદ લાગતાં ચારેયને નોટિસ મોકલીને જૈસલમેર બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ત્રણેયમાંથી એકેય ના આવતાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. મૃતકની પત્ની સુમેરા પરવેઝ અને તેના 3 મિત્ર સંજય, વિશ્વાસ અને સાબિકને આરોપી ગણાવવામાં આવ્યા હતા. તપાસ કરતાં આડાસંબંધો, એક્સટર્નલ મેરિટલ અફેર સાથે રાઈડરની સંપત્તિ હડપી લેવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો

રાઈડરના બે મિત્રો પકડાયા
તપાસ દરમિયાન જ ઈન્સ્પેક્ટર કાંતા સિંહની ટ્રાન્સફર થઈ હતી. નવા તપાસ અધિકારી ડીવાયએસપી ભવાની સિંહ 2021માં રાઈડરના બે મિત્ર સંજય અને વિશ્વાસને કર્ણાટકથી પકડીને જૈસલમેર લાવ્યા હતા. કડક પૂછપરછમાં બંનેએ હત્યાની વાત સ્વીકારી હતી. એ ઉપરાંત તેની પત્નીના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. બંને મિત્રો અત્યારે જેલમાં છે. ત્યાર પછી ભવાની સિંહની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે.

તપાસ અધિકારીઓ બદલાતા રહ્યા, કેસ ચાલતો રહ્યો
હવે પોલીસ રાઈડરની પત્નીની ધરપકડ કરવાની તૈયારીમાં જ હતી ત્યારે જાન્યુઆરી 2022માં એસપી અજય સિંહની પણ ટ્રાન્સફર થઈ ગઈ. તપાસ અધિકારીઓ બદલાતા રહ્યા અને કેસ ચાલતો રહ્યો. નવા એસપી ભવર સિંહ નાથાવતે એપ્રિલ 2022માં તપાસને આગળ વધારવા 7 લોકોની ટીમ બનાવી. તે ઉપરાંત સુમેરા પરવેધ સામે લુક આઉટ નોટિસ પણ જાહેર કરી, જેથી તે વિદેશ પણ ના ભાગી શકે.

સાયબર ટીમે જૂની કોલ-ડિટેલ્સ કાઢી
પોલીસ ટીમ માસ્ટર માઈન્ડ લેડીને પકડવા માટે તૈયારી કરતી હતી. એ દરમિયાન તે બેંગલુરુના આરટી નગરમાંથી ગાયબ થઈ ગઈ. તેનો નંબર પણ બંધ થઈ ગયો. ત્યારે સાયબર સેલે તેની જૂની કોલ-ડિટેલ્સ, બેન્ક એકાઉન્ટ નંબર, બેન્ક ડિટેલ્સની વગેરે માહિતી ભેગી કરી. સાયબર સેલ પ્રભારી ભીમરાવને ટ્રેસ કરતાં સોહેલ નામના યુવકના નંબર પર શંકા થઈ. આ નંબર પર જાન્યુઆરી 2022થી લઈને મે મહિના સુધી સુમેરાએ વાત કરી હતી. સતત નંબર ટ્રેસ કરતાં બેંગલુરુમાં સંજયનગરનું લોકેશન મળ્યું.

પોલીસથી બચવા માટે 20 વાર સિમ બદલ્યાં
તપાસમાં ખબર પડી કે સોહેલના નામથી લીધેલું કાર્ડ સુમેરા જ વાપરતી હતી. તે માત્ર વ્હોટ્સએપ કોલ અથવા એસએમએસથી જ વાત કરતી હતી. આ જ નંબર પરથી ખાવાનો ઓર્ડર અને પેમેન્ટ બધું થતું હતું. સાયબર પ્રભારી ભીમરાવની શંકા પાક્કી થઈ ગઈ હતી. સાયબર ટીમે વધુ તપાસ કરતાં ખબર પડી કે રાઈડરની પત્નીએ પોલીસથી બચવા માટે 20 વખત સિમ કાર્ડ બદલ્યાં હતાં, તેથી હવે સુમેરાને પકડવી પોલીસ માટે વધારે પડકારજનક થઈ ગયું હતું.

આરોપી પત્નીને પકડવા માટે રાજસ્થાન પોલીસ કર્ણાટક ગઈ
એસપીએ 7 પોલીસકર્મીની ટીમ બનાવી હતી. એમાં સીઆઈ જગદીશ કુમાર, એસઆઈ મીનાક્ષી, એએસઆઈ કિશન સિંહ, હેડ કોન્સ્ટેબલ જેઠુ સિંહ, ખેત સિંહ, કોન્સ્ટેબલ રામાકિશન સામેલ હતાં. ટીમની સાથે સાયબર સેલ એક્સપર્ટ ભીમરાવ પણ 9 મેના રોજ બેંગુલુરુ માટે રવાના થયા હતા. 2 દિવસ સુધી આ ટીમે સોહેલનો નંબર ટ્રેસ કર્યો હતો. અંતે, 13 મે 2022ના રોજ સાંજે 5 વાગે સંજયનગર પોલીસ સ્ટેશનથી 1 કિમી દૂર ફોનનું લોકેશન ટ્રેસ થયું હતું.

બોયફ્રેન્ડ સાથે મેંગલોર ફરવા જતી હતી અને પકડાઈ ગઈ
લોકેશન ટ્રેસ કર્યા પછી બેંગલુરુના સંજયનગર પોલીસ સ્ટેશનના એસઆઈ અને રાજસ્થાન ટીમના ભીમરાવ એક બિલ્ડિંગમાં ગયા હતા. ત્રણેય ત્રીજા ફ્લોરના એક ફ્લેટનો દરવાજો ખખડાવ્યો. દરવાજો સોહેલે ખોલ્યો. સોહલેનો નંબર ટ્રેસ કરવામાં ભીમરાવે તેનો ફોટો પહેલાં જ જોઈ લીધો હતો. સોહેલને જણાવ્યું કે તે રાજસ્થાન પોલીસમાંથી છે અને સુમેરાને શોધી રહ્યા છે.

ફ્લેટની તપાસ કરતાં સુમેરા એક રૂમમાંથી કપડાં પ્રેસ કરતી ઝડપાઈ હતી. તેનો સામાન તૈયાર હતો. તે બંને મેંગલોર ફરવા જવાનાં હતાં. ભીમરાવે તરત તેના બધા સાથીઓને લોકેશન પર બોલાવ્યા. ત્યાર પછી રાજસ્થાન ટીમ સુમેરાની અટકાયત કરીને તેને જૈસલમેર લઈ આવી હતી. હવે પોલીસ તેની પૂછપરછ કરી રહી છે કે તેણે આ મર્ડર કેમ અને કેવી રીતે કર્યું.ફિલ્મી સીનને પણ ટક્કર મારે એવો કિસ્સો, માસ્ટર માઈન્ડ લેડીએ પોલીસને 4 વર્ષ સુધી ગોળ ગોળ ફેરવી, પતિના જ મિત્રો સાથે સૂતી, પત્નીને હવસ સંતોષવા જે કર્યું એ વાંચીને હચમચી જશો