કુંવારી દીકરીએ આપ્યો બાળકને જન્મ, માતાએ બાળકના પિતાનું નામ પૂંછતા મળ્યો એવો જવાબ કે પગ નીચેથી જમીન સરકી ગઇ

કુંવારી દીકરીએ આપ્યો બાળકને જન્મ, માતાએ બાળકના પિતાનું નામ પૂંછતા મળ્યો એવો જવાબ કે પગ નીચેથી જમીન સરકી ગઇ

દેશભરમાં રેપ અને યૌન શોષણના કેસ બંધ થવાનું નામા જ લેતા નથી. કેટલાક હેવાનો એટલી હદે ઉતરી જાય છે કે પોતાના સગા સંબંધીઓને પણ છોડતા નથી. મોટા ભાગના પુરુષો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે. જેમાથી કેટલાક પુરુષો હદ પાર કરી ગંદુ કામ પણ કરી બેસે છે. હદ તો ત્યારે પાર થઇ જાય જ્યારે આરોપી શખ્સ પોતાના જ પરિવારમાંથી કોઇ નીકળે. આવી જ એક ઘટના ગુજરાતના ભાવનગર જિલ્લાના શિહોર કસબામાં સામે આવી છે.

19 વર્ષની એક કુંવારી યુવતી ભાવનગર જિલ્લાના શિહોરમાં રહે છે. એક દિવસ તેની તબિયત અચાનક ખરાબ થઇ ગઇ. એવામાં તેને હોસ્પિટલમાં ભરતી કરવી પડી હતી. અહીં ડોક્ટરોએ ચેકઅપ કરાવ્યું તો જાણવા મળ્યું કે તે ગર્ભવતી છે. પછી થોડા મહિના બાદ યુવતીએ બાળકને જન્મ આપ્યો. એક કુંવારી યુવતી દ્વારા બાળકને જન્મ આપવાની વાત સાંભળી બધા હેરાન રહી ગયા. ખાસ કરીને યુવતીની માતા તો ચોંકી ગઇ. (પ્રતિકાત્મક તસવીર)

માતાને વિશ્વાસ ન થયો કે તેની દીકરી લગ્ન વગર પ્રેગ્નેટ થઇ શકે છે. બાળકને જન્મ આપ્યા બાદ માતાએ હોસ્પિટલમાં દીકરીને બાળકના પિતાનું નામ પુછ્યું. આ સવાલ સાંભળતા જ દીકરી ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગી. તેની આંખમાંથી આંસુ બંધ થવાનું નામ જ લેતા ન હતા. પછી તેણીએ હિમ્મત દાખવી અને બાળકના પિતાનું નામ જણાવ્યું. યુવતીએ જે નામ જણાવ્યું તે જાણી તેના પગ નીચેથી જમીન ખસી ગઇ. તેને વિશ્વાસ ન આવ્યો કે તેની પીઠ પાછળ આ બધુ ચાલી રહ્યું હતું. (પ્રતિકાત્મક તસવીર)

યુવતીએ માતાને જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી તેનો સગો બાપ જ તેની સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો. દીકરીએ કહ્યું કે મમ્મી જ્યારે તમે ઘરે ન હોય ત્યારે પપ્પા મારી સાથે ગંદુ કામ કરતાં હતા. તેઓ આ હેવાનીયત છેલ્લા એક વર્ષથી કરી રહ્યાં હતા. દીકરીની દુખભરી દાસ્તાન જાણી માતાનું કાળજું કંપી ઉઠ્યું. તેણે પોતાના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી દીધી. આ કેસને પોલીસે પણ ગંભીરતાથી લીધો અને આરોપી પિતાની ધરપકડ કરી લીધી. (પ્રતિકાત્મક તસવીર)

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે પીડિતાના પિતા એક રોજમદાર મજૂર છે. તે શિહોર શહેરની એક ઝોપડપટ્ટીમાં પોતાની પત્ની અને સૌથી નાની દીકરી સાથે રહે છે. તેના બે પુત્ર અને એક મોટી દીકરી પણ છે. આ બધાના લગ્ન થઇ ચૂક્યા છે. આથી તેઓ અલગ અલગ રહેતા હતા. માતા જ્યારે ઘરમાં રહેતી નહીં ત્યારે પિતા આ વાતનો ફાયદો ઉઠાવી દીકરી પર દુષ્કર્મ કરતો હતો. (પ્રતિકાત્મક તસવીર)

પોલીસે પણ પોતાની તપાસમાં જાણ્યું કે પિતાની આ ગંદી કરતૂતથી માતા અજાણ હતી. લગભગ તેને આ વાતની જાણ જ ન હતી.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *