‘Bye bye good bye’ લખી દંપતીએ કેનાલમાં ઝંપલાવ્યું, વ્યાજખોરો વધુ એક કપલને ભરખી ગયા

એક અરેરાટીભર્યો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રહેતા યુવકે વ્યાજખોરોથી કંટાળી અને પત્ની સાથે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. એક અઠવાડિયા પહેલા યુવકે પોતાના મોટા ભાઈના મોબાઈલ પર મેસેજ કર્યો હતો કે, અમે આત્મહત્યા કરીએ છીએ અને વ્યાજ ભરી ભરીને કંટાળી ગયા છીએ હું વ્યાજ ભરી શકું તેમ નથી ત્યારે આવજો અને વ્યાજ વાળા બીજા જોડે એવું ન કરે તેનું ધ્યાન રાખજો. ચાર દિવસ બાદ પતિ પત્નીની લાશ લખતર અને વિરમગામ કેનાલમાંથી મળી આવી હતી. આ મામલે યુવકના પિતાએ સોલા પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યાજખોરો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

‘હવે મારાથી વ્યાજ ચુકવણી કરવાની તાકાત નથી’
ચાંદલોડિયાના ભવાનપુરા સોસાયટીમાં હિતેશ પંચાલ નામનો યુવક તેના માતા-પિતા સાથે રહેતો હતો અને મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો. 24 ડિસેમ્બરના રોજ તેના મોટાભાઈને મેસેજ કર્યો હતો કે “અમે સ્યુસાઇડ કરીએ છીએ એમાં અમે અમારી મરજીથી કરીએ છીએ, હું વ્યાજ ભરી ભરીને થકી ગયો છું એમાં મારા ઘરવાળા કોઈ જાણતા નથી અને અમારા ગયા પછી કોઇ મારા ઘરવાળાને હેરાન ના કરે ધ્યાન રાખજો કે લોકોને મુડી કરતા વ્યાજ વધારે આપ્યું છે.

હવે મારાથી વ્યાજ ચુકવણી કરવાની તાકાત નથી તો મને ન્યાય અપાવજો અને વ્યાજ વાળા બીજા જોડે એવુ ના કરે એનું ધ્યાન રાખજો “Bye bye good bye. આ મેસેજ કરતા તેઓએ તપાસ કરતા કડી કેનાલ પાસેથી તેનું બાઈક મળ્યું હતું. હિતેશ અને તેની પત્ની એકતાએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. બંનેની લાશ 24 અને 29 ડિસેમ્બરના રોજ વિરમગામ અને લખતર પાસે કેનાલમાંથી મળી હતી.”વ્યાજ ભરી ભરીને થાકી ગયો છું, મુડી કરતા વ્યાજ વધારે આપ્યું છે, અમને ન્યાય અપાવજો” ભાઈને ઈમોશનલ મેસેજ કરી દંપતિએ દુનિયાને અલવિદા કહી દીધું

‘વ્યાજ નહિ આપે તો, ઘરને લોક મારી દઈશ એવી ધમકીઓ મળતી’
હિતેશને ધંધામાં નુકસાન ગયું હોવાથી બે વર્ષ પહેલા જગદીશભાઈ નામના વ્યક્તિ પાસેથી રૂ.4 લાખ વ્યાજે લીધા હતા જેનું દરરોજનું 4 હજાર વ્યાજ પણ ચૂકવતો હતો. દોઢ લાખ ચૂકવ્યા બાદ પણ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી વ્યાજ ચૂકવી શક્યો ન હતો. બાદમાં જો વ્યાજ નહિ આપે તો એક અઠવાડિયામાં ઘરને લોક મારી દઈશ એવી ધમકી આપી હતી. જગદીશભાઈને તેમના શેઠ જલાભાઈ દેસાઈ સાથે પણ વાત કરી હતી. આ ઉઓરત વ્યાસવાડીમાં રહેતા જીતુભાઇ પાસેથી પણ બે લાખ લીધા હતા. તેઓએ પણ જો પૈસા મોડા આપીએ તો ધમકી આપતા હતાં જેથી આ તમામ વ્યાજખોરની માગણીથી કંટાળી આત્મહત્યા કરતા જગદીશ દેસાઈ, જલાભાઈ દેસાઈ અને જીતુભાઇ સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

error: Content is protected !!