આ મહિલા પોલીસ અધિકારીને સેલ્યૂટ:રસ્તામાં બેભાન પડેલા યુવકને ખંભા પર ઉઠાવીને હોસ્પિટલ સુધી પહોંચાડ્યો, સમયે સારવાર મળતા જીવ બચી ગયો

તમિલનાડુમાં છેલ્લા એક સપ્તાહથી અવિરત વરસાદ પડી રહ્યો છે. પૂર જેવી સ્થિતિના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન તમિલનાડુ પોલીસની એક મહિલા ઈન્સ્પેક્ટરનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. મહિલા ઈન્સ્પેક્ટર બેભાન યુવકને પોતાના ખંભા પર બેસાડીને તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

આ વીડિયોને IAS સુપ્રિયા સાહુએ ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે ઈન્સ્પેક્ટર રાજેશ્વરીથી વધુ મજબુત ખંભા કોઈના પણ ન હોઈ શકે. ભારે વરસાદની વચ્ચે તેમણે એક બેભાન વ્યક્તિને ઓટોમાં બેસાડીને હોસ્પિટલે પહોંચાડ્યો.

રાજેશ્વરીએ જે વ્યક્તિને ખંભા પર બેસાડ્યો હતો, તેનું નામ ઉધાયા હોવાનું કહેવાઈ રહ્યું છે. રાજેશ્વરીએ આ અંગે જણાવ્યું કે તે ચેન્નાઈની સ્થિતિ જાણવા માટે નીકળી ત્યારે તેણે એક માણસને રસ્તા પર બેભાન પડેલો જોયો હતો. તેમણે લોકોની મદદથી તેને ઉઠાવીને તાત્કાલિક હોસ્પિટલ ભેગો કર્યો હતો. યોગ્ય સમયે સારવાર મળવાના પગલે ઉધાયાનો જીવ બચી ગયો છે. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાજેશ્વરી ચેન્નાઈના ટીપી ચેતરામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યાં છે.

તમિલનાડુના 20 જિલ્લાઓમાં રેડ એલર્ટ
તમિલનાડુમાં ભારે વરસાદને પગલે મોસમ વિભાગે 20 જિલ્લામાં રેડ એલર્ટ આપી છે. આ જિલ્લાઓમાં ચેન્નાઈ, તિરુવલ્લુર, રાનીપેટ, વેલ્લોર, સલેમ, કલ્લાકુરિચી, તિરુપટ્ટૂર અને તિરુવન્નમલઈ સામેલ છે. તેમાંથી એક કે બે વિસ્તારોમાં 20.4 સેમીથી વધુ વરસાદ થઈ શકે છે. જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ અનુમાન છે. તમિલનાડુ સિવાય આંધ્રપ્રદેશ અને પુડ્ડુચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી છે.

પાણી ભરાવવાથી રસ્તાઓ જામ
ચેન્નાઈમાં વધુ વરસાદના પગલે ઈલેક્ટ્રિસિટી કેબલમાં ખામી સર્જાવાથી દક્ષિણ ચેન્નાઈમાં પાવર સપ્લાઈ ખોટકાયો છે. કોડમબક્કમ અને અશોક નગર વિસ્તારના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ઘણા વિસ્તારોમાં ઝાડ પડવાના પગલે રસ્તા જામ થઈ ગયા છે.

આગામી બે દિવસ સુધી વરસાદનું અનુમાન
મોસમ વિભાગના જણાવ્યા મુજબ તમિલનાડુમાં આગામી બે દિવસ સુધી વરસાદ થવાની શક્યતા છે. આ કારણે બુધવારે ચેન્નાઈ એરપોર્ટ પર આવનારી તમામ ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરવામાં આવી છે.

6 જિલ્લામાં પુરની ચેતવણી
તમિલનાડુની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ 11 નવેમ્બરે થનારા ભારે વરસાદના કારણે થૂથુકુડી, વિલ્લીપુરમ, તિરુનેલવેલી, નાગાપટ્ટિનમ, કુડ્ડાલોર અને ચેંગલપેટ્ટૂ જિલ્લામાં પુરની ચેતવણી આપવામાં આવી છે.

9 જિલ્લામાં સ્કુલ બંધ રહેશે
હવામાન વિભાગની ચેતવણી પછી રાજ્ય સરકારે 11 નવેમ્બરે ચેન્નાઈ, કાંચીપુરમ, તિરુવલ્લૂર, ચેંગલપેટ, કુડ્ડાલોર, નાગપટ્ટિનમ, તંજાવુર, તિરુવરુર અને મયીલાદુથુરાઈ જિલ્લાઓમાં સ્કુલો અને કોલેજોમાં રજાઓ જાહેર કરવામાં આવી છે.

error: Content is protected !!