જોડિયા ભાઈઓ 25મા માળેથી નીચે પડ્યા:બાલ્કનીમાં રમતા-રમતા 225 ફૂટ ઉપરથી નીચે પડ્યા 14 વર્ષનાં બે બાળકો, ઘટનાસ્થળે જ 

જોડિયા ભાઈઓ 25મા માળેથી નીચે પડ્યા:બાલ્કનીમાં રમતા-રમતા 225 ફૂટ ઉપરથી નીચે પડ્યા 14 વર્ષનાં બે બાળકો, ઘટનાસ્થળે જ 

ગાઝિયાબાદ:એક કાળજું કંપાવનારી ઘટના બની છે. અહીંના વિજયનગર વિસ્તારમાં શનિવારે રાત્રે 1.30 વાગ્યે બે જોડિયા ભાઈઓ 25મા માળેથી પડી ગયા હતા. બંને ભાઈઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બંને બાળકો 14 વર્ષના હતા અને 9 માં ધોરણમાં અભ્યાસ કરતાં હતા. તમને જણાવી દઈએ કે બાળકોના પિતા કોઈ કામ માટે મુંબઈ ગયા હતા અને માતા રૂમની અંદર હતી. મધરાત દરમિયાન આ ઘટના બની હતી. પોલીસેબંને બાળકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયા હતા, જો કે તે જાણી શકાયું નથી કે બાળકો આટલી મોડી રાત સુધી બાલ્કનીમાં કેમ રમી રહ્યા હતા? આ બાબતે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.

આ ઘટના મધરાતે દોઢ વાગે બની હતી
વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સિદ્ધાર્થ વિહારમાં પ્રતિક ગ્રાન્ડ સોસાયટીના 25મા માળે પરલી નારાયણ પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો. તે મૂળ ચેન્નઈનો છે. પરલી નારાયણના જોડિયા પુત્રો સૂર્ય નારાયણ અને સત્ય નારાયણ (14) વર્ષના અને ધોરણ 9મા અભ્યાસ કરતા હતા. મધરાત્રે લગભગ દોઢ વાગ્યે બંને જોડિયા ભાઈઓ રૂમમાંથી બહાર આવ્યા. તે સમયે બાળકોની માતા અંદરના રૂમમાં હતી. કહેવામાં આવ્યું હતું કે તેઓ રમતી વખતે બંને બાળકો બાલ્કનીમાંથી નીચે પડી ગયા.

ઘટનાસ્થળ પર જ બંને જોડિયા બાળકોના મોત
આ અકસ્માતની માહિતી મળતા ઈન્સ્પેક્ટર વિજયનગર યોગેન્દ્ર મલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટના અંગે પૂછપરછ કરી હતી. એપાર્ટમેન્ટમાં રહેતા લોકો આ ઘટના બાદ આઘાતમાં છે. બંને પુત્રોના મૃત્યુ પછી માતા પણ આઘાતમાં સરી પડી છે. આસપાસની મહિલાઓએ કોઈક રીતે બાળકોની માતાને સંભાળી છે.

પોલીસનું કહેવું છે કે લગભગ 225 ફૂટ ઊંચાઈ પરથી બંને ભાઈઓ નીચે પડ્યા હતા અને તેમના માથામાં ઇજા થઈ હતી. જે જગ્યાએ તેઓ જમીન પર પડ્યા ત્યાં નીચે પાક્કુ તળિયું હતું. જમીન પર ​​​​​​​ લોહીના નિશાન પણ​​​​​​​ મળ્યા છે.

બંને જોડિયા ભાઈઓનો એક સાથે જન્મ, એક સાથે જ મોત
​​​​​​​બાળકો અડધી રાતે બાલ્કનીમાં કેવી રીતે આવ્યા તે અંગે કોઈ કંઈ કહેવા તૈયાર નથી. માતાની સ્થિતિ સારી નથી. પાડોશમાં રહેતા રાકેશ નામના યુવકે પોલીસને જણાવ્યું કે મધરાત દરમિયાન જોરદાર અવાજ આવ્યો. અચાનક શું થયું તે જાણી શકાયું જ નહીં. તે સમયે તેઓ સૂતા ન હતા. પછી થોડા સમય પછી જાણવા મળ્યું કે પડોશના જોડિયા બાળકો બાલ્કનીમાંથી નીચે પડી ગયા. પડોશીઓએ કહ્યું કે બંને એક સાથે શાળાએ જતા અને એક સાથે જ ટ્યુશનમાં જતા હતા. હવે તે બંનેનું એક સાથે જ મૃત્યુ થયું છે. આ ઘટનાથી આસપાસમાં સૌ લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. હાલમાં પોલીસ સમગ્ર દિશામાં તપાસ કરી રહી છે. માતા-પિતાના બંને બાળકો સાથેના વ્યવહાર બાબતે પણ પોલીસ જાણકારી મેળવી રહી છે.