અમર પ્રેમની મિશાલ…! પતિના નિધન બાદ પત્નીએ પણ પકડી અનંતની વાટ, રડાવી દેતો બનાવ
જન્મ અને મરણ આ બન્ને ઘટનાઓનો ક્રમ ક્યારેય કોઇ કળી શક્યું નથી. કુદરતે આ બન્ને પોતાના હાથમાં રાખ્યા છે અને એટલે જ આસમાનને આંબતા માનવીએ પગ તો જમીન પર જ રાખવા પડે છે. સમજણા અને પુખ્ત થયા બાદ સપ્તપદીના વચને બંધાયા બાદ મોટાભાગની જિંદગી સાથે વીતાવી હોય, સુખ દુ:ખ વહેંચ્યા હોય તેમને મોત તો શું જુદા પાડી શકે! ગોંડલના પરિવાર સાથે આવી જ એક ઘટના બની હતી અને વૃધ્ધ પિતાના નિધનના અમુક દિવસોમાં જ વૃધ્ધ માતા પણ પિતાના પગલે અનંતની વાટે ચાલી નીકળતાં પરિવાર નોંધારો બની ગયો હતો.
” ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું? ” આ કહેવત ગોંડલના કપુરીયા ચોકમાં રહેતા વિપ્ર પરિવાર સાથે બનવા પામી છે. દસ દિવસના ટૂંકા સમયમાં જ પિતા બાદ વૃદ્ધ માતાએ પણ અનંતની વાટ પકડી લેતા વિપ્ર પરિવાર શોકમગ્ન બની જવા પામ્યો છે. શહેરના કપુરીયાપરામાં બાલ મંદિર પાસે રહેતા અને રાજકોટ કેસ ડીઝલમાં નોકરી કરતા શાંતિલાલ છગનભાઈ રાવલ (ઉંમર વર્ષ 70) નું ગત તારીખ 4 ડિસેમ્બરના ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું, ત્યારબાદ તેમના પત્ની શારદાબેન (ઉંમર વર્ષ 67) ની પણ તબિયત લથડતા અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
વિપ્ર પરિવાર હજુ પિતાના નિધનના શોકમાંથી ઉગાર્યો નહોતો ત્યાં જ માતાએ તારીખ 13 ડિસેમ્બરના પરોઢિયે અનંતની વાટ પકડી લેતા દસ દિવસના ટૂંકાગાળામાં પરિવારે માતા-પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર શોકમગ્ન બની ગયો હતો શાંતિલાલ અને શારદાબેનને સંતાનમાં બે દીકરાઓ છે. મોટા દીકરા ધર્મેશભાઈ રીક્ષા ચલાવી ઘર ગુજરાન ચલાવી રહ્યા છે
જ્યારે નાના દીકરા ભરતભાઈ કર્મકાંડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. દસ દિવસના ટૂંકાગાળામાં માતા-પિતાએ અનંતની વાટ પકડી લેતા વિપ્ર પરિવાર ને હજુ પણ માનવામાં આવી રહ્યું નથી કે કુદરત આટલો ક્રુર બની શકે છે અને વડીલોની છત્રછાયા આમ એક ઝાટકે જ હટાવી દઇને નોધારા બનાવી દઇ શકે છે.જો કે કુદરતના આ શાશ્વત નિયમને સ્વીકાર્યા વગર પણ ક્યાં છૂટકો છે? ઇશ્વર તેમાં કોઇ વિકલ્પ ક્યાં આપે જ છે? સાચા હમસફર: મોટાભાગની જિંદગી સાથે વીતાવી, મોત શું વિખૂટાં પાડશે, પતિના નિધન બાદ પત્નીએ પણ પકડી અનંતની વાટ, આખું ગામ હિબકે ચડ્યું